Delhi pollution: દિલ્હીમાં હવાની ગુણવત્તા ચોથા દિવસે પણ ‘ખરાબ’ રહી

Delhi pollution: રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં યથાવત રહેવાને કારણે રવિવારે સવારે ધુમ્મસનું જાડું સ્તર દિલ્હીને ઘેરી વળ્યું હતું. શહેરનો એકંદર હવા ગુણવત્તા સૂચકાંક (AQI) સવારે 7 વાગ્યે 460 નોંધાયો હતો, જે શનિવારે સાંજે 4 વાગ્યે નોંધાયેલા AQI 415 કરતા વધુ હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ને 7 નવેમ્બર સુધી ઝેરી હવામાંથી રાહતના […]

Share:

Delhi pollution: રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં યથાવત રહેવાને કારણે રવિવારે સવારે ધુમ્મસનું જાડું સ્તર દિલ્હીને ઘેરી વળ્યું હતું. શહેરનો એકંદર હવા ગુણવત્તા સૂચકાંક (AQI) સવારે 7 વાગ્યે 460 નોંધાયો હતો, જે શનિવારે સાંજે 4 વાગ્યે નોંધાયેલા AQI 415 કરતા વધુ હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ને 7 નવેમ્બર સુધી ઝેરી હવામાંથી રાહતના કોઈ સંકેત નથી.

Delhi pollutionને કારણે પ્રાથમિક શાળાઓ 10 નવેમ્બર સુધી બંધ રહેશે 

દિલ્હી સરકારે વધતા પ્રદૂષણ (Delhi pollution)ને કારણે પ્રાથમિક શાળાઓને 10 નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. દિલ્હીના શિક્ષણમંત્રી આતિશીએ X પર જણાવ્યું હતું કે સોમવારથી શુક્રવાર સુધી પાંચમા ધોરણ સુધીની શાળાઓ બંધ રહેશે. 6 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસની વિચારણા કરવામાં આવી રહી છે. આ પહેલા સીએમ અરવિંદ કેજરીવાલે 3 અને 4 નવેમ્બરે શાળાઓ બંધ રાખવાનો નિર્દેશ આપ્યો હતો.

વધુ વાંચો… PM Modi: 80 કરોડ લોકોને દિવાળી ભેટ, વધુ 5 વર્ષ મળશે ફ્રી રાશન

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે શનિવારે કેન્દ્રને પત્ર લખ્યો હતો. તેમણે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવને પાંચ રાજ્યો (દિલ્હી, યુપી, પંજાબ, રાજસ્થાન અને હરિયાણા)ના પર્યાવરણ મંત્રીઓ સાથે ઈમરજન્સી બેઠક યોજવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે દિલ્હીના પડોશી રાજ્યોમાં કમિશન ઓફ એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

દિલ્હીમાં 400-500 AQIવાળી હવા 25-30 સિગારેટના ધુમાડાની સમકક્ષ છે. તે તમામ વય જૂથોના લોકોને અસર કરે છે. આ ઝેરી હવા સગર્ભા સ્ત્રીઓના પેટમાં ઉછરી રહેલા બાળકને પણ નુકસાન પહોંચાડે છે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણ (Delhi pollution) ‘ગંભીર’ શ્રેણીમાં રહેવાનું ચાલુ રાખતાં રવિવારે સવારે દિલ્હીમાં ધુમ્મસનું જાડું સ્તર છવાયું હતું. CPCBના ડેટા અનુસાર, રવિવારે સવારે દિલ્હીનો એકંદર AQI 457 નોંધાયો હતો. AQIમાં વધારાને પગલે, રાષ્ટ્રીય રાજધાનીમાં બગડતી હવાની ગુણવત્તા સામે પગલાં તરીકે, દિલ્હીના રાષ્ટ્રીય પ્રાણીશાસ્ત્રીય ઉદ્યાનમાં પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, દિલ્હીના આયા નગરમાં AQI 464, દ્વારકા સેક્ટર-8માં 486, જહાંગીરપુરીમાં 463 અને IGI એરપોર્ટ (T3) 480 આસપાસ નોંધાયું હતું.

આટલી વસ્તુઓ પર રાજધાનીમાં બેન

દિલ્હીમાં વધતા પ્રદૂષણ (Delhi pollution)ને કારણે, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ 3 નવેમ્બરના રોજ દિલ્હી-NCRમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના ત્રીજા તબક્કાનો અમલ કર્યો. જ્યારે AQI 401-450 ની રેન્જમાં ગંભીર બને છે ત્યારે GRAPનો સ્ટેજ III લાગુ કરવામાં આવે છે. પ્રદૂષણ (Delhi pollution)ના કારણે રેસ્ટોરાંમાં બિનજરૂરી બાંધકામ-ડિમોલિશન અને કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સરકારે BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ ફોર વ્હીલરના ઉપયોગ માટે 20,000 રૂપિયાનું ચલણ કાપવાનો નિર્દેશ આપ્યો છે.