અજિત પવાર બન્યા મહારાષ્ટ્રનાં નવા નાયબ મુખ્યમંત્રી

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અજિત પવાર સહિત પાર્ટીના આઠ નેતાઓ આજે મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા હતા.  આ સાથે જ હવે પવાર ભાજપના દેવેન્દ્ર ફડણવીસ સાથે નાયબ મુખ્ય પ્રધાનનું પદ વહેંચશે. આમ મહારાષ્ટ્ર સરકારમાં હવે કુલ 2 નાયબમંત્રીથી સરકાર ચાલશે. અજિત પવાર, છગન ભુજબલ, દિલીપ વાલસે પાટીલ, અદિતિ તટકરે, ધનંજય મુંડે, હસન મુશ્રીફ, ધર્મરાજ બાબારાવ આત્રામ, સંજય બંસોડડે […]

Share:

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અજિત પવાર સહિત પાર્ટીના આઠ નેતાઓ આજે મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા હતા.  આ સાથે જ હવે પવાર ભાજપના દેવેન્દ્ર ફડણવીસ સાથે નાયબ મુખ્ય પ્રધાનનું પદ વહેંચશે. આમ મહારાષ્ટ્ર સરકારમાં હવે કુલ 2 નાયબમંત્રીથી સરકાર ચાલશે.

અજિત પવાર, છગન ભુજબલ, દિલીપ વાલસે પાટીલ, અદિતિ તટકરે, ધનંજય મુંડે, હસન મુશ્રીફ, ધર્મરાજ બાબારાવ આત્રામ, સંજય બંસોડડે અને અનિલ ભાઈદાસ પાટીલે આજે શપથ લીધા. એક જ સરકારમાં મહારાષ્ટ્રએ ચોથો શપથ ગ્રહણ સમારોહ ઘણી વખત જોયો છે. આવી ઘટનાઓ મહારાષ્ટ્ર સરકારમાં ભૂતકાળમાં બની ગયેલી છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અજિત પવારનું સ્વાગત કરતાં જણાવ્યું કે,  હવે અમારી પાસે 1 મુખ્યમંત્રી અને 2 નાયબ મુખ્યમંત્રી છે. ડબલ એન્જિનવાળી સરકાર હવે ટ્રિપલ એન્જિન બની છે. મહારાષ્ટ્રના વિકાસ માટે હું અજિત પવાર અને તેમના નેતાઓનું સ્વાગત કરું છું.  તેઓનો અનુભવ અમને મદદ કરશે. 

અજિત પવારને NCPના 53માંથી 43 ધારાસભ્યોનું સમર્થન છે. આ મોટો રાજકીય નિર્ણ અજિત પવારે જાહેરમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કર્યાના થોડા જ દિવસો બાદ સામે આવ્યો છે.

આજે પ્રથમ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ધારાસભ્યોનું એક જૂથ અજિત પવારના મુંબઈ નિવાસસ્થાને મળ્યું હતું, જ્યાં પાર્ટીના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુલે અને વરિષ્ઠ નેતા છગન ભુજબલ પણ હાજર હતા. આ બેઠકમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલની ગેરહાજરી રહી હતી.

આ બેઠક બાબતએ પુનામાં શરદ પવારને પૂછવામાં આવતા તેમણે પત્રકારોને જણાવ્યું કે,  તેઓ મુંબઈમાં આ બેઠક વિશે અજાણ હતા. મને ખરેખર ખબર નથી કે આ બેઠક શા માટે બોલાવવામાં આવી છે,  અજિત પાવર વિરોધપક્ષના નેતા હોવાથી તેમને ધારાસભ્યોની બેઠક બોલાવવાનો અધિકાર છે. તેઓ નિયમિતપણે  આમ કરતાં હોય છે. 

અગાઉ નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી એક મહિના અગાઉ શરદ પવારે પાર્ટીના વડા તરીકે રાજીનામું આપ્યું હતું અને તેના ત્રણ દિવસ પછી આ નિર્ણયને પરત લેવાનો નક્કી કર્યું હતું. તેના કારણની સ્પષ્ટતા આપતાં જણાવ્યું કે,  “જનતાની લાગણીઓનો અનાદર કરી શકતા નથી”.

વર્ષ 2019માં અજિત પવારે ભાજપ સાથે ગઠબંધન કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને વહેલી સવારના સમારંભમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, તેઓ પાર્ટીમાં તેમના ઘટતા કદને પુનર્જીવિત કરવા માટે પ્રદેશ અધ્યક્ષના પદની ઝંખના કરી રહ્યા હતા. સુલે અને પાર્ટીના નેતા પ્રફુલ પટેલને 10 જૂને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ત્યારે તેમની પાસે પાર્ટીમાં કોઈ પદ નહોતુ.