અમન ગુપ્તાની બોટ કંપનીએ સિંગર શુભના પ્રવાસ માટેની સ્પોન્સરશીપ પર લગાવી દીધું ફુલસ્ટોપ

કેનેડિયન સિંગર શુભ ખાલિસ્તાનને સમર્થન આપતા સ્ટેટમેન્ટ આપી રહ્યો હોવાથી બોટ કંપનીએ તેના પ્રવાસ માટેની સ્પોન્સરશીપ પાછી ખેંચી લીધી છે.તાજેતરમાં જ ખાલિસ્તાની લીડરના મર્ડરને લઈને ભારત અને કેનેડાએ પોતાના દેશમાંથી વરિષ્ઠ ડિપ્લોમેટ્સને હાંકી કાઢ્યા હતા એવામાં કેનેડિયન સિંગરના આ પ્રકારના નિવેદનના કારણે તેની સ્પોન્સરશીપ અંગે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.. ‘અમે સાચા ભારતીય છીએ’-BOAT સિંગર […]

Share:

કેનેડિયન સિંગર શુભ ખાલિસ્તાનને સમર્થન આપતા સ્ટેટમેન્ટ આપી રહ્યો હોવાથી બોટ કંપનીએ તેના પ્રવાસ માટેની સ્પોન્સરશીપ પાછી ખેંચી લીધી છે.તાજેતરમાં જ ખાલિસ્તાની લીડરના મર્ડરને લઈને ભારત અને કેનેડાએ પોતાના દેશમાંથી વરિષ્ઠ ડિપ્લોમેટ્સને હાંકી કાઢ્યા હતા એવામાં કેનેડિયન સિંગરના આ પ્રકારના નિવેદનના કારણે તેની સ્પોન્સરશીપ અંગે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે..

‘અમે સાચા ભારતીય છીએ’-BOAT

સિંગર શુભના સોશિયલ મીડિયા પર શેર કરેલા સ્ટેટમેન્ટ જે ખાલિસ્તાનને સમર્થન આપી રહ્યા ગતા તે જોતાની સાથે જ બોટ કંપીનેએ કહ્યું કે, અમે સિંંગર શુભનીત સિંઘના વિવાદાસ્પદ નિવેદનોના કારણે આ પ્રકારની ડીલ કરી રહ્યા છીએ.સંગીત સમુદાય સાથે અમને કોઈ વાંધો નથી આટલુ જ નહિં અમે સૌથી પહેલા તો એક સાચા ભારતીય છીએ અને તેની બ્રાન્ડ છીએ. સિંગર શભની કોમેન્ટની અમને જેવી જ ખબર પડી એવો જ અમે એમની સ્પોન્સરશીપ પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે

જાણો કોણ છે સિંગર શુભ?

કેનેડિયન સિંગર શુભનો 23થી 25 સપ્ટેમ્બપ સુધી મુંબઈમના કોર્ડેલિયા ક્રુઝ પર એક કોન્સર્ટ યોજાયો હતો. શુભના યૂટ્યુબ પ્લેટફોર્મ પર લગભગ 2 મિલીયનથી વધારે સબસ્ક્રાઈબર્સ છે. શુભના પહેલા આલ્બમ ‘સ્ટિલ રોલીન’ને ખાલી બે જ મહિનામાં સ્પોટીફાઈ પર 100 મિલીયન સ્ટ્રીમ્સ મળ્યા છે.

ભારતના કયા કયા સિટીમાં શુભ ફરવાનો હતો?

શુભ ત્રણ મહિના માટે ભારત આવવાનો હતો. તેનો’સ્ટિલ રોલીન ઈન્ડિયા ટૂર’આ અઠવાડિયે જ શરૂ થઈ રહ્યો છે. જેમાં તે ભારતના બેંગલુરુ, હૈદરાબાદ, નવી દિલ્હી, મુંબઈ અને અમદાવાદની મુલાકાત લેવાનો છે.

 જાણો સિંગર શુભએ એવું તો શું કર્યું કે તે પણ વિવાદમાં આવ્યો?

શુભે સોશિયલ મીડિયા પર ભારતમાંથી પંજાબ અને જમ્મુ કાશ્મીરને બાદ કરતો ભારતનો નકશો દર્શાવતો એક ફોટો શેર કર્યો હતો. આ પોસ્ટ એવા સમયે શેર કરી હતી જ્યારે પંજાબ પોલીસ ભાગેડુ ખાલિસ્તાની નેતા અમૃતપાલસિંહને શોધી રહી હતી. અને આ જ પોસ્ટને લઈને ઠેર ઠેર લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

ભારત અને કેનેડા વચ્ચે કેમ વધ્યુ ઘર્ષણ?

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જૂનમાં ખાલિસ્તાની નેતા હરદીપ સિંહની હત્યા ભારતનો હાથ હોવાની વાત કરી હતી.હત્યાને લઈને તેમણે ભારતીય સરકારી એજન્ટો પર ગંભીર આરોપો લગાવ્યા હતા જેને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો હતો. જો કે ભારતે આ તમામ આરોપોને ફગાવ્યા છે અને પાયાવિહોણા ગણાવ્યા છે.

 હત્યા બાદ કેનેડાએ શું લીધા એક્શન?

જવાબમાં, કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ કેનેડામાંથી “ટોચના ભારતીય રાજદ્વારી” ની હકાલપટ્ટીની જાહેરાત કરી.હત્યાના જવાબમાં કેનેડાના ફોરેન મિનીસ્ટરે કેનેડામાંથી ટોચના ભારતીય રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી નાંખવાની જાહેરાત કરી છે. ત્યારબાદ ભારતે પણ જવાબમાં એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીની હકાલપટ્ટીની જાહેરાત કરી નાંખી છે. એવામાં શુભની આ પ્રકારની કોમેન્ટને કારણે આ વિવાદ વધુ જોર પકડી શકે છે.