એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલની જાહેરાત, iPhone 13થી લઈને OnePlus 11R પર જોરદાર ડિસ્કાઉન્ટ

દર વર્ષની જેમ આ વખતે પણ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન પર સેલની જાહેરાત થઈ ગઈ છે. એમેઝોન પર દર વર્ષે તહેવારો દરમિયાન અનેક પ્રકારની પ્રોડક્ટ્સને ભારે મોટા ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ કરવામાં આવે છે. ગ્રાહકો પણ ખૂબ આતુરતાથી એમેઝોન સેલની રાહ જોતા હોય છે. આ વર્ષે પણ એમેઝોન પર ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલની જાહેરાત કરી દેવામાં […]

Share:

દર વર્ષની જેમ આ વખતે પણ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન પર સેલની જાહેરાત થઈ ગઈ છે. એમેઝોન પર દર વર્ષે તહેવારો દરમિયાન અનેક પ્રકારની પ્રોડક્ટ્સને ભારે મોટા ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ કરવામાં આવે છે. ગ્રાહકો પણ ખૂબ આતુરતાથી એમેઝોન સેલની રાહ જોતા હોય છે. આ વર્ષે પણ એમેઝોન પર ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલની જાહેરાત કરી દેવામાં આવી છે. 

ટિપ્સર મુકુલ શર્મા અને અભિષેક યાદવે ઈવેન્ટની ટીઝર તસવીરો શેર કરી છે તેના આધારે 10મી ઓક્ટોબરથી એમેઝોનનો સેલ શરૂ થશે તેમ જાણવા મળ્યું છે. 

સ્માર્ટફોન્સ પર 40 ટકા સુધીની છૂટ


જો એમેઝોનના સેલ દરમિયાન તમે તમારા માટે એક પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવા ઈચ્છતા હોવ તો તમને જણાવી દઈએ કે, એમેઝોન સેલ દરમિયાન સ્માર્ટફોન અને એસેસરીઝ પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાનું વચન આપે છે. જ્યારે સ્માર્ટફોન, હેડફોન અને અન્ય ગેજેટ્સ પર 75 ટકા સુધીની છૂટ આપવામાં આવશે.

જે લોકો લેપટોપ ખરીદવા ઈચ્છે છે તેમને અલગ અલગ ડિવાઈસ પર 40,000 રૂપિયા સુધીની છૂટ મળશે. ઉપરાંત ટેબ્લેટ્સ પર પણ 60 ટકા સુધીની છૂટ આપવાનું કહેવામાં આવ્યું છે. એમેઝોન સેલની બાકીની વિગતો હજુ સામે નથી આવી પરંતુ ટીઝર પેજ પર એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ દરમિયાન જે વસ્તુમાં ડિસ્કાઉન્ટ મળશે તેવા અમુક નામની પુષ્ટી કરવામાં આવી છે. 


સ્માર્ટફોન્સ પર ભારે ડિસ્કાઉન્ટ


એમેઝોનના સેલ પેજ પર એવો દાવો કરવામાં આવ્યો છે કે, OnePlus 11R, Samsung Galaxy S23, iQOO Neo 7 Pro, OnePlus 11, OnePlus Nord 3, Motorola Razr 40 Ultra સહિતના અન્ય કેટલાય સ્માર્ટફોન્સ પર અનબીટેબલ ડિસ્કાઉન્ટ ઓફર મળશે. મતલબ કે આ તમામ પ્રોડ્ક્ટસ પર ખૂબ વધારે ડિસ્કાઉન્ટ મળવાનું છે. 


એમેઝોન પર સેલ દરમિયાન Samsung Galaxy M14, iQOO Z6 Lite, Redmi 12, OnePlus Nord CE 3 Lite, iQOO Z7s સહિતના અન્ય લોકપ્રિય સ્માર્ટફોન્સ પણ ઓછી કિંમતે ઉપલબ્ધ કરવામાં આવશે. જોકે હાલ ચોક્કસ કિંમતોની વિગતો સામે નથી આવી પણ કંપની ટૂંક સમયમાં જ તેની જાહેરાત કરશે તેવી આશા છે. 

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલનો ખુલાસો


ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલના સેલ પેજ દ્વારા જાણવા મળ્યા મુજબ અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે સ્માર્ટફોન્સ ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં Samsung Galaxy S21 FE 5G અને iPhones પણ સામેલ હશે. ટીઝર પેજ દ્વારા 1 ઓક્ટોબરના રોજ  iPhonesની ડીલ જાહેર કરવામાં આવશે તેવી પુષ્ટી કરવામાં આવી છે. જ્યારે 3 અને 6 ઓક્ટોબરના રોજ અનુક્રમે સેમસંગ અને રિઅલમીના સ્માર્ટફોન્સની ડીલ લાઈવ થશે.