એમેઝોન તેના ગ્રાહકો પાસેથી 50 હજાર સુધીની રૂ. 2000ની નોટ લઈ ગ્રાહકોના એકાઉન્ટમાં જમા કરશે 

એમેઝોને તેના ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને જે ગ્રાહક રૂ. 2000ની નોટ બદલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હોય તેમના માટે રાહત આપતી જાહેરાત કરી છે અને ગ્રાહકો કેશ ઓન ડિલીવરીના વિકલ્પમાં રૂ.50 હજાર સુધીની 2000ની નોટ ડિલિવરી એજન્ટને આપી શકશે તેમ જણાવ્યું છે. આ રકમ પછી એમેઝોન તેના ગ્રાહકોના એમેઝોન પે વૉલેટમાં જમા કરશે.  રિઝર્વ બેન્ક […]

Share:

એમેઝોને તેના ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને જે ગ્રાહક રૂ. 2000ની નોટ બદલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હોય તેમના માટે રાહત આપતી જાહેરાત કરી છે અને ગ્રાહકો કેશ ઓન ડિલીવરીના વિકલ્પમાં રૂ.50 હજાર સુધીની 2000ની નોટ ડિલિવરી એજન્ટને આપી શકશે તેમ જણાવ્યું છે. આ રકમ પછી એમેઝોન તેના ગ્રાહકોના એમેઝોન પે વૉલેટમાં જમા કરશે. 

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગયા મહિને જાહેરાત કરી હતી કે, તે રૂ. 2000 ની નોટ ચલણમાંથી બાકાત કરશે, અને તેને લોકોને તેને બેંકમાં જમા કરાવવા અથવા બદલાવી અન્ય નોટ લેવા જણાવ્યું છે. આ માટેની અંતિમ તારીખ સપતએમ્બેર 2023 આપવામાં આવી છે. 

આ ઈ-કોમર્સ જાયન્ટે તેના એક નિવેદનમાં ગ્રાહકોને જણાવ્યું છે કે, ગ્રાહકો  રૂ. 50,000 સુધીની 2000 ની નોટમાં  રકમ ડિલિવરી એજન્ટને આપીને રોકડમાં પેમેન્ટ કરી શકશે. આ રકમ ત્યારબાદ એમેઝોન દ્વારા ગ્રાહકનાં  એમેઝોન પે વૉલેટમાં જમા કરવામાં આવશે.  જો તમારી આસપાસની દુકાનમાં જો 2000ની નોટ ના સ્વીકારવામાં આવે તો ચિંતા કરશો નહીં, અમે રૂ. 2000ની નોટ સ્વીકારીશું. એમેઝોન પેના ડિરેક્ટર વિકાસ બન્સલે જણાવ્યું કે, આ સુવિધાથી ગ્રાહકો એમેઝોન પે બેલેન્સ ટોપ અપ કરી શકશે. ડિલીવરી એજન્ટને તમારા જ ઘર આંગણે પૈસા આપી બેલેન્સમાં ઉમેરવાની એમેઝોન દ્વારા આ એક અદ્વિતીય સેવા શરૂ કરાઈ છે જે ગ્રાહકોને ચોક્કસ ગમશે. 

19 મે નાં રોજ એક જાહેરનામું બહાર પાડી RBI એ આ જાહેરાત બાદ લોકોએ તેમની રોજની જરૂરિયાતની વસ્તુઓની ખરીદીમાં, પ્રીમિયમ ગ્રાન્ડસ અને ઓનલાઈન ખરીદીમાં તેમજ ઝોમેટો જેવી સાઇટ પરથી ખરીદી માટે રૂ. 2000 ની નોટ વાપરવાનું શરૂ કરી દીધું છે. 

સરકારે હાલમાં 2000ની નોટને ચલણમાં ચાલુ રાખી હોવા છતાં વેપારીઓ તેને લેતા સંકોચ અનુભવે છે, આવી સ્થિતિમાં એમેઝોને તેના ગ્રાહકોને મોટી રાહત આપી છે. અને એક નવી પહેલ પણ કરી છે. આ જોઈને અન્ય મોટી ઈ-કોમર્સ કંપનીઓ પણ જોડાય તો નવાઈ નહીં લાગે. લોકોને જ્યારે એમેઝોન જેવી કંપની દ્વારા આવી સગવડ આપવામાં આવે ત્યારે તે તેના વેપાર માટે પણ સકારાત્મક સાબિત થશે અને 2000ની નોટ દ્વારા જ્યારે વૉલેટમાં રહેલા નાણાંનો લોકો ખરીદી માટે ઉપયોગ કરશે, તો તે એમેઝોન માટે ફાયદાકારક નિવડશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર હવે 2000ની નોટ ચલણમાંથી બહાર કરી રહી છે અને જો તમારી પાસે 2000ની નોટ પડી છે તો તમે તેને 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં બદલી શકો છો.