AMCની તાકીદ: પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ કચરાનો પોતે જ નિકાલ કરે

રોજબરોજના કચરાને એકત્ર કરી અને શહેરને રળિયામણું રાખતી અમદાવાદ મહાનગર  પાલિકા (AMC) પ્લાસ્ટિક કે જેને રિસાયકલ કરી શકતું નથી તેવા કચરાથી પરેશાન થઈ ગઈ છે. આપણે જે જ્યુસ પી રહ્યા છે તેનું ટીન કે પછી ચિપ્સના પેકેટ ફેંકી રહ્યા છે તે બની શકે કે તે મટિરિયલ પુન: વપરાશને લાયક ના હોય.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રોસેસ […]

Share:

રોજબરોજના કચરાને એકત્ર કરી અને શહેરને રળિયામણું રાખતી અમદાવાદ મહાનગર  પાલિકા (AMC) પ્લાસ્ટિક કે જેને રિસાયકલ કરી શકતું નથી તેવા કચરાથી પરેશાન થઈ ગઈ છે. આપણે જે જ્યુસ પી રહ્યા છે તેનું ટીન કે પછી ચિપ્સના પેકેટ ફેંકી રહ્યા છે તે બની શકે કે તે મટિરિયલ પુન: વપરાશને લાયક ના હોય. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રોસેસ ફોડ મેન્યુફેક્ચરર્સ અને તેનાં છૂટક વિક્રેતાઓને તેમના દ્વારા ફેલાવવામાં આવતા આ કચરાને સાફ કરવા તાકીદ કરી છે. 

2031માં અમદાવાદને કચરામુક્ત અને પ્લાસ્ટિક રહિત શહેર બનાવવામાં ધ્યેય સાથે AMCએ પ્લાસ્ટિકથી પ્રદૂષણ ફેલાવનારને તેમના કચરાને એકત્ર કરવા અને જો તેમ ના કરી શકે તો સ્થાનિક સિવિક બોડીને તે માટે નાણાં ચૂકવવા જણાવ્યું છે. 

2016 માં કેન્દ્ર સરકારે એક્સટેન્ડેડ પ્રોડ્યુસર્સ રિસપોનસીબીલીટી (ERR)ને ધ્યાનમાં રાખી AMC અને ગુજરાત પ્રદૂષણ બોર્ડે સયુક્ત પણે ગાઈડલાઇનનું પાલન કરશે. 

પ્લાસ્ટિકને સાત કેટેગરીમાં વહેંચવામાં આવે છે અને દરેક પ્રકારના પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાતું નથી. આથી તેનો પુન: વપરાશ શક્ય બનતો નથી. જેમકે, પ્લાસ્ટિકની બોટલ પેટ (PET) કેટેગરીમાં આવે છે તેનું રિસાયકલ શક્ય છે પરંતુ, ચોકલેટ્સનાં રેપર, શેમ્પૂનાં શેશે તેમજ નાસ્તાના પાઉચ વગેરેનું રિસાયકલ થઈ શકતું નથી. કારણકે, તે mlp મટિરિયલ એટલેકે મલ્ટીલેયર પધ્ધતિ જેમાં બહાર પ્લાસ્ટિક અને અંદર એલ્યુમિનિયમ વાપરે છે અને તેને કારણે તેનું રિસાયકલ શક્ય નથી તેને માત્ર બાળી નાખી શકાય નહીં તો તેનો ઉપયોગ બાંધકામમાં કરી શકાય. 

આથી કોર્પોરેશને પાન-મસાલા અને તમાકુ વેચતી કંપની તેમજ નાસ્તા અને અન્ય ખાદ્ય સામગ્રી બનાવતી કંપનીઓને તેમનો કચરો એકત્ર કરવા નહીં તો મોટા દંડ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. આ અંગે છેલાલ કેટલાંક સમયથી કોર્પોરેશન આ કંપનીઓનાં પ્રતિનિધિ  સાથે બેઠક પણ યોજી રહી છે અને ઇપીઆરનાં અમલ માટે ટાઈમલાઇન પણ બનાવી રહી છે તેમ એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. 

રાજકોટમાં એક અગ્રણી નાસ્તા બનાવનાર કંપની તેમનો એમએલપી વેસ્ટ એકત્ર કરી રહી છે. 2018 – 2019 માં રાજકોટ મહાનગર પાલિકાએ આ કંપની સાથે અનેક બેઠક યોજી હતી. અને તેમનાં પાઉચનો કચરો એકત્ર કરવાની એક મિકેનિઝમ ગોઠવવા જણાવ્યું હતું કેમકે આ પાઉચના વેચાણમાં ખાસ કશું ઉપજતું નહીં હોવાથી કચરો વીણતા લોકોને તેમાં રસ ઓછો રહે છે.