જાહ્નવી કંડુલાનાં મૃત્યુ પર અમેરિકન પોલીસ અધિકારી હસતો જોવા મળ્યો, લોકોમાં આક્રોશ

ભારતે આ વર્ષે જાન્યુઆરીમાં યુનાઈટેડ સ્ટેટ્સના સિએટલમાં પોલીસની ગાડી સાથે ટક્કર થવાથી જીવ ગુમાવનાર  ભારતીય મૂળની 23 વર્ષીય વિદ્યાર્થીની જાહ્નવી કંડુલાના મૃત્યુની સંપૂર્ણ તપાસની માગ કરી છે. આ માંગણી એક કથિત વિડિયોના અહેવાલો પછી કરવામાં આવી છે જેમાં એક અમેરિકન પોલીસ અધિકારી આ દુ:ખદ ઘટના પર મજાક કરતો અને હસતો જોવા મળે છે. સાન ફ્રાન્સિસ્કોમાં […]

Share:

ભારતે આ વર્ષે જાન્યુઆરીમાં યુનાઈટેડ સ્ટેટ્સના સિએટલમાં પોલીસની ગાડી સાથે ટક્કર થવાથી જીવ ગુમાવનાર  ભારતીય મૂળની 23 વર્ષીય વિદ્યાર્થીની જાહ્નવી કંડુલાના મૃત્યુની સંપૂર્ણ તપાસની માગ કરી છે. આ માંગણી એક કથિત વિડિયોના અહેવાલો પછી કરવામાં આવી છે જેમાં એક અમેરિકન પોલીસ અધિકારી આ દુ:ખદ ઘટના પર મજાક કરતો અને હસતો જોવા મળે છે.

સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય એમ્બેસીએ બુધવારે જણાવ્યું હતું કે “જાહ્નવી કંડુલાના મૃત્યુને હેન્ડલ કરવા અંગેના તાજેતરના મીડિયા અહેવાલો અત્યંત ચિંતાજનક છે.”

ભારતીય એમ્બેસીએ X પર જણાવ્યું, “અમે જાહ્નવી કંડુલાના મૃત્યુમાં સંડોવાયેલા લોકો સામે સંપૂર્ણ તપાસ અને કાર્યવાહી કરવા માટે અમે સિએટલ અને વોશિંગ્ટન રાજ્યના સ્થાનિક સત્તાધિકારીઓ તેમજ વોશિંગ્ટન ડીસીના વરિષ્ઠ અધિકારીઓ સાથે આ મામલો મજબૂત રીતે ઉઠાવ્યો છે. ભારતીય એમ્બેસીએ તમામ સંબંધિત અધિકારીઓ સાથે આ બાબતે ઝીણવટભરી નજર રાખી રહ્યા છે.” 

23 વર્ષીય જાહ્નવી કંડુલા નોર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટીના સિએટલમાં માસ્ટરની વિદ્યાર્થી હતી. તેનું 23 જાન્યુઆરીએ સિએટલમાં પોલીસ અધિકારી કેવિન ડેવ દ્વારા ચલાવવામાં આવતી પેટ્રોલિંગ કાર દ્વારા ટક્કર મારતાં જાહ્નવી કંડુલાનું મૃત્યુ થયું હતું. એક અહેવાલ અનુસાર, કેવિન ડેવ 74 mph (119 kmph)ની ઝડપે કાર ચલાવી રહ્યો હતો અને વિદ્યાર્થીનું શરીર 100 ફૂટ (30 મીટર)થી વધુ દૂર ફેંકાયું હતું.

અમેરિકન પોલીસે આ ઘટનાની મજાક ઉડાવી હતી

સિએટલ પોલીસ વિભાગે સોમવારે આરોપી અધિકારી ડેનિયલ ઓર્ડરરના બોડી કેમેરામાંથી ફૂટેજ બહાર પાડયા બાદ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. તે વીડિયો ક્લિપમાં, ડેનિયલ ઓર્ડરર સિએટલ પોલીસ ઓફિસર્સ ગિલ્ડના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપે છે – તેને ગિલ્ડના પ્રમુખ માઈક સોલન સાથેના કૉલમાં અકસ્માત વિશે વાત કરતા સાંભળી શકાય છે.

ડેનિયલ ઓર્ડરર હસતા પહેલા જાહ્નવી કંડુલા મરી ગઈ છે એમ કહેતા સાંભળી શકાય છે. વીડિયો ક્લિપના અંતે, ડેનિયલ ઓર્ડરર ને કહેતા સાંભળી શકાય છે, “હા, ફક્ત એક ચેક લખો. અગિયાર હજાર ડોલર. તે કોઈપણ રીતે 26 વર્ષની હતી. તેના જીવનની કિંમત મર્યાદિત છે.” 

ડેનિયલ ઓર્ડરર કેવિન ડેવનો ડ્રગ ટેસ્ટ કરાવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘટનાના વિડિયોમાં જાણવા મળ્યું છે કે કેવિન ડેવ એ તેની કારનું સાયરન ચાલુ કર્યું હતું. પરંતુ જ્યારે તેની કાર જાહ્નવી કંડુલાને ટકરાઈ ત્યારે સાયરન વાગતી ન હતી.

ડેનિયલ ઓર્ડરર કહ્યું હતું કે તેઓ માનતા નથી કે ગુનાહિત તપાસ થશે. તેમણે કહ્યું, “કેવિન ડેવ 50 kmphની ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. તે નિયંત્રણની બહાર ન હતો અને પ્રશિક્ષિત ડ્રાઈવર માટે આ બેદરકારી નથી.

સિએટલ પોલીસ વિભાગે વિડિયો સાથે એક નિવેદન આપ્યું છે કે “આ વિડિયો વિભાગના કર્મચારીઓ દ્વારા તપાસ દરમિયાન મળી આવ્યો હતો. તેને તપાસ માટે મોકલવામાં આવ્યો છે.”