Israel-Hamas war: CM હિમંત સરમાએ શરદ પવારના પેલેસ્ટાઈનના નિવેદન પર કટાક્ષ કર્યો

Israel-Hamas war: ઈઝરાયલ-હમાસ યુદ્ધ અંગે શરદ પવારની ટિપ્પણીઓને લઈને ચાલી રહેલી રાજકીય પ્રતિક્રિયાઓ વચ્ચે, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા (Himanta Sarma)એ બુધવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે શરદ પવાર તેમની પુત્રી સુપ્રિયા સુલેને હમાસ તરફથી લડાઈ લડવા માટે ગાઝા મોકલશે.  હિમંત સરમા (Himanta Sarma)ને […]

Share:

Israel-Hamas war: ઈઝરાયલ-હમાસ યુદ્ધ અંગે શરદ પવારની ટિપ્પણીઓને લઈને ચાલી રહેલી રાજકીય પ્રતિક્રિયાઓ વચ્ચે, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા (Himanta Sarma)એ બુધવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે શરદ પવાર તેમની પુત્રી સુપ્રિયા સુલેને હમાસ તરફથી લડાઈ લડવા માટે ગાઝા મોકલશે. 

હિમંત સરમા (Himanta Sarma)ને જ્યારે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે શરદ પવારના અભિપ્રાય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, “મને લાગે છે કે શરદ પવાર સુપ્રિયા મેડમને હમાસ માટે લડવા ગાઝા મોકલશે.”

NCPના વડાએ ઈઝરાયલ (Israel-Hamas war) સાથે એકતા દર્શાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કર્યા પછી રાજકીય હોબાળો ફાટી નીકળ્યો છે. તેમણે કહ્યું હતું કે ભારતના અગાઉના વડાપ્રધાનો પેલેસ્ટાઈનની સાથે મજબૂતીથી ઉભા રહ્યા હતા. તેમણે વડાપ્રધાન મોદીના ઈઝરાયલને સમર્થનને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવ્યું હતું. 

વધુ વાંચો: ગાઝામાં હોસ્પિટલ પર થયેલા હુમલાને લઈને PM મોદીએ આપ્યું મોટું નિવેદન

Israel-Hamas war પર ભારતમાં રાજકીય જંગ

શરદ પવારે મુંબઈમાં પાર્ટીના કાર્યકર્તાઓની એક સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, “સમગ્ર જમીન પેલેસ્ટાઈનની છે અને ઈઝરાયલે તેમની જમીન પર અતિક્રમણ કર્યું છે. તે જગ્યા, જમીન અને ઘર, બધું જ પેલેસ્ટાઈનનું હતું અને બાદમાં ઈઝરાયલે (Israel-Hamas war) તેના પર કબજો જમાવ્યો છે. ઈઝરાયલ બહારનો દેશ છે અને જમીન મૂળ પેલેસ્ટાઈનની છે.” 

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે શરદ પવારની ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરતા વિશ્વભરમાં આતંકવાદની નિંદા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે પવારે મહત્વપૂર્ણ સુરક્ષા ઘટનાઓ દરમિયાન સરકારમાં અગ્રણી હોદ્દા સંભાળ્યા હતા.

પીયૂષ ગોયલે X પર પોસ્ટ કર્યું, “જ્યારે શરદ પવાર જેવા વરિષ્ઠ નેતા ઈઝરાયલમાં આતંકવાદી હુમલા (Israel-Hamas war) અંગે ભારતના સ્ટેન્ડ પર નિરાશાજનક નિવેદનો આપે છે ત્યારે તે ખૂબ જ ચિંતાજનક છે. આતંકવાદના ખતરાને વિશ્વના કોઈપણ ભાગમાં, તમામ સ્વરૂપોમાં વખોડવો જોઈએ. તે અફસોસની વાત છે કે જે વ્યક્તિ ભારતના રક્ષામંત્રી તેમજ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે તે ઘણી વખત આતંકને લગતા મુદ્દાઓ પર આટલા સામાન્ય દૃષ્ટિકોણ ધરાવે છે.” 

તેમણે વધુમાં કહ્યું, “પવારજી એ જ સરકારનો હિસ્સો હતો જેણે બાટલા હાઉસ એન્કાઉન્ટર પર આંસુ વહાવ્યા હતા અને જ્યારે ભારતની ધરતી પર આતંકવાદી હુમલા થયા ત્યારે એક શબ્દ પણ નહોતા બોલ્યા.”

વધુ વાંચો:Rahul Gandhiએ અદાણી પર 32 હજાર કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ NCPના વડાની ટિપ્પણીની નિંદા કરી અને કહ્યું કે દેશે આ મુદ્દે ક્યારેય પોતાનું વલણ બદલ્યું નથી પરંતુ હંમેશા આતંકવાદનો સખત વિરોધ કર્યો છે.

દેવેન્દ્ર ફડણવીસે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ઈઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદ પર ભારતે ક્યારેય તેની સ્થિતિ બદલી નથી. જો કે, તે જ સમયે, ભારતે સતત કોઈપણ સ્વરૂપમાં અને કોઈપણની વિરુદ્ધ આતંકવાદનો સતત વિરોધ કર્યો છે.”