Israel-Hamas War: ઓપરેશન અજય હેઠળ ચોથી ફ્લાઈટ ઈઝરાયલથી 274 ભારતીય નાગરિકોને લઈને દિલ્હી પહોંચી

Israel-Hamas War: ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઓપરેશન અજય (Operation Ajay) હેઠળ ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. જેમાં 274 ભારતીય નાગરિકોને લઈને ચોથી ફ્લાઈટ શનિવારે રાત્રે 11.45 કલાકે ઈઝરાયલના તેલ અવીવથી રવાના થઈ હતી અને આજે રવિવારે 15 ઓક્ટોબરના રોજ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સફળતાપૂર્વક લેન્ડ થઈ હતી.  એક દિવસમાં આ […]

Share:

Israel-Hamas War: ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઓપરેશન અજય (Operation Ajay) હેઠળ ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. જેમાં 274 ભારતીય નાગરિકોને લઈને ચોથી ફ્લાઈટ શનિવારે રાત્રે 11.45 કલાકે ઈઝરાયલના તેલ અવીવથી રવાના થઈ હતી અને આજે રવિવારે 15 ઓક્ટોબરના રોજ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સફળતાપૂર્વક લેન્ડ થઈ હતી. 

એક દિવસમાં આ બીજી ફ્લાઈટ હતી અને ઓપરેશન અજય (Operation Ajay) શરૂ થયા પછીની ચોથી ફ્લાઈટ હતી. આ પહેલા, 197 ભારતીય નાગરિકોની ત્રીજી બેચ સાથે સ્થાનિક સમય અનુસાર સાંજે 5.40 વાગ્યે એક ફ્લાઈટ ઈઝરાયલથી રવાના થઈ હતી.

વધુ વાંચો: ઈઝરાયલ વિદેશીઓને ગાઝા છોડવાની પરવાનગી આપશે 

વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને ઈઝરાયલથી ઉપડતી ચોથી ફ્લાઈટ વિશે જાણકારી આપી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું, “દિવસની બીજી ફ્લાઈટ 274 મુસાફરોને લઈને તેલ અવીવથી રવાના થઈ છે.” 

સ્પેશિયલ ફ્લાઈટ્સ એ ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) વચ્ચે ભારતીય નાગરિકો કે જેઓ સ્વદેશ પરત ફરવા માંગે છે તેમની સુવિધા માટે 12 ઓક્ટોબરે શરૂ કરવામાં આવેલા ઓપરેશન અજય (Operation Ajay)નો એક ભાગ છે.

ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસે X પર પોસ્ટ કર્યું, “ઓપરેશન અજય (Operation Ajay)ના ભાગ રૂપે, ભારતીય નાગરિકો હજુ પણ ઈઝરાયલમાં છે અને ભારત પાછા ફરવા ઈચ્છતા હોય તેઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તાકીદે મુસાફરી ફોર્મ ભરે.”

ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસે અગાઉ કહ્યું હતું કે, “કન્ફર્મેશન અને સ્લોટિંગ પછી મુસાફરી ન કરવા અથવા ઈનકાર કરવાના કિસ્સામાં, તમારું નામ કતારની પાછળ ખસેડવામાં આવશે.”

વધુ વાંચો: PM મોદીએ શાંતિની અપીલ કરી, કહ્યું- શાંતિ અને ભાઈચારા સાથે મળીને આગળ વધવાનો સમય

રાજદૂત સંજીવ સિંગલાએ કહ્યું, “ભારતીય દૂતાવાસ ઈઝરાયલમાં અમારા તમામ નાગરિકોની સુવિધા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યું છે. અમે વિદ્યાર્થીઓ, સંભાળ રાખનારાઓ અને વ્યવસાયિક લોકો સુધી પહોંચ્યા છીએ. તેમાંથી કેટલાક ખરેખર અમારી સાથે સ્વયંસેવકો તરીકે કામ કરી રહ્યા છે.”  

ગુરુવારે ઈઝરાયેલથી પ્રથમ ચાર્ટર ફ્લાઈટ ગુરુવારે 212 લોકોને લઈને દિલ્હી પહોંચી હતી. શુક્રવારે મોડી રાત્રે 235 ભારતીય નાગરિકોની બીજી બેચને પરત મોકલવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 918 ભારતીય નાગરિકોને ઈઝરાયલ (Israel-Hamas War)માંથી બહાર કાઢવામાં આવ્યા છે.

ઈઝરાયલમાં આશરે 18,000 ભારતીય નાગરિકો રહે છે અને કામ કરે છે, જેમાં સંભાળ રાખનારાઓ, વિદ્યાર્થીઓ, કેટલાક IT વ્યાવસાયિકો અને હીરાના વેપારીઓનો સમાવેશ થાય છે.

ઈઝરાયલી દળો અને હમાસના આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ (Israel-Hamas War)ને કારણે ઈઝરાયલમાંથી ભારતીય નાગરિકોને ભારત પરત લાવવા જરૂરી હતા. 

7 ઓક્ટોબર ના રોજ હમાસ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આશ્ચર્યજનક હુમલા (Israel-Hamas War)માં ઈઝરાયલમાં 1,300થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે ઈઝરાયલના જવાબી હવાઈ હુમલામાં ગાઝામાં ઓછામાં ઓછા 1,900 લોકો માર્યા ગયા છે.