અમિત શાહે અમદાવાદથી ‘હર ઘર તિરંગા’ અભિયાનને લીલી ઝંડી બતાવી 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘાટલોડીયા વોર્ડ ઓફીસથી નિર્ણયનગર સુધી યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રાને ઘાટલોડીયાથી લીલી ઝંડી બતાવી હતી. તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રીના સંસદીય મતવિસ્તાર અને મુખ્યમંત્રીના વિધાનસભા મતવિસ્તારમાં દેશ ભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં હર […]

Share:

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘાટલોડીયા વોર્ડ ઓફીસથી નિર્ણયનગર સુધી યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રાને ઘાટલોડીયાથી લીલી ઝંડી બતાવી હતી. તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રીના સંસદીય મતવિસ્તાર અને મુખ્યમંત્રીના વિધાનસભા મતવિસ્તારમાં દેશ ભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે તિરંગા યાત્રાને સંબોધિત કરી હતી. અમિત શાહે પોતાના સંબોનમાં કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવના અવસરે હાથમાં તિરંગો લઈને ઉભેલા હજારો લોકોને જોઈને એવું લાગે છે કે દેશના દરેક બાળક અને યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાવવાનું અભિયાન સફળ થઈ રહ્યું છે. 

તેમણે કહ્યું કે ગુજરાતમાંથી માટી અને તિરંગો લઈને યુવાનો દિલ્હી પહોંચશે. આ યુવાનો દેશભરમાંથી લાવવામાં આવેલી માટી અને તિરંગો દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપશે. યુવા શક્તિ દરેક ગામમાં મહાન ભારત માટેના સંકલ્પને પ્રતિબિંબિત કરશે.

હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા લોકોને અપીલ

તેમણે તમામ દેશવાસીઓને 13થી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરે તિરંગો ફરકાવવા અને સેલ્ફી ઓનલાઈન અપલોડ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે લોકોનો આ પ્રયાસ સમગ્ર દેશને મહાન બનાવવાના રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં પરિવર્તિત થશે.

આ તિરંગા યાત્રા પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારતનું અભિન્ન અંગ હોવા છતાં પહેલાં કાશ્મીરમાં તિરંગો ફરકાવવા માટે સંઘર્ષ કરવો પડતો હતો. ભૂતકાળમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંમતભેર કાશ્મીરમાં તિરંગો લહેરાવ્યો હતો. તેમના સબળ નેતૃત્વમાં કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરીને દેશને એક અને અખંડ બનાવવામાં આવ્યો. જેના લીધે આજે કાશ્મીરમાં તિરંગો શાનથી ફરકી રહ્યો છે. 

તેમણે જણાવ્યું કે આઝાદીના જંગમાં અગ્રેસર રહેલું ગુજરાત ‘મારી માટી,મારો દેશ’ અને ‘હર ઘર તિરંગા’ અભિયાનને પણ સફળ બનાવીને ભારતને 2047માં આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત બનાવવામાં પોતાનો સંપૂર્ણ સહયોગ અર્પણ કરશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં હમણાં જ સંસદમાં ગુલામીના પ્રતિક સમાન ત્રણ જૂના કાયદાઓ નાબૂદ કરીને દેશના નાગરિકોના બંધારણીય અધિકારોને સુરક્ષા આપતા નવા કાયદા રજૂ કરવામાં છે. આ કાયદાઓમાં દેશમાં ક્રિમીનલ જસ્ટિસ કડક બનાવવા અને મહિલા સુરક્ષા અંગે કડક જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે. 

અમિત શાહે કહ્યું કે દેશ 15 ઓગસ્ટ 2023થી 15 ઓગસ્ટ 2047 સુધી આઝાદીના અમૃત કાલની ઉજવણી કરશે. આઝાદીના 75 વર્ષથી 100 વર્ષ સુધીની સફર દરમિયાન આપણે દેશને મહાન અને દરેક ક્ષેત્રમાં નંબર વન બનાવીશું. અમિત શાહે કહ્યું કે અમૃત કાલ ખાસ કરીને આપણી યુવા પેઢી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે

તેમણે કહ્યું કે જે રીતે 1857થી 1947 સુધીના 90 વર્ષોમાં યુવા પેઢીએ આઝાદીની ચળવળનું નૈતૃત્વ કરીને દેશને ગુલામીની બેડીમાંથી મુક્ત કરાવ્યો હતો, તેવી જ રીતે યુવા પેઢીએ 2023થી 2047 સુધીના વર્ષો ભારત માતાને સમર્પિત કરવાના છે.