અમિત શાહે સાળંગપુર હનુમાનજીની 54 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યુ

કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહ, વડતાલ ધામ સંચાલિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે હનુમાનજી મહારાજની 54 ફૂટ ઊંચી પ્રતિમાના અનાવરણ અને કષ્ટભંજન દેવ ભોજનાલયના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે આ તબક્કે પરિવાર સાથે કષ્ટભંજન હનુમાનજીના દર્શન પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રોજેક્ટ પર લગભગ 3 વર્ષથી કામ ચાલી રહ્યું હતું. […]

Share:

કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહ, વડતાલ ધામ સંચાલિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે હનુમાનજી મહારાજની 54 ફૂટ ઊંચી પ્રતિમાના અનાવરણ અને કષ્ટભંજન દેવ ભોજનાલયના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે આ તબક્કે પરિવાર સાથે કષ્ટભંજન હનુમાનજીના દર્શન પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રોજેક્ટ પર લગભગ 3 વર્ષથી કામ ચાલી રહ્યું હતું. આ પ્રોજેક્ટને ‘કિંગ ઓફ સાળંગપુર’ નામ અપાયું હતું.  કુંડલધામના જ્ઞાનજીવનદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ નરેશ કુમાવત દ્વારા મૂર્તિનું નિર્માણ કરાયું છે. આ મૂર્તિ દક્ષિણાભિમુખ છે, જેના આધારે પ્રતિમા તૈયાર કરાઈ છે. તેના પર હનુમાનજીના ચરિત્રને દર્શાવતું ભીંતચિત્ર બનાવાયું છે, તેમાં સાળંગપુર ધામના ઈતિહાસનો પણ ઉલ્લેખ છે. આ મૂર્તિ એટલી વિશાળ છે કે તેના 7 કિલોમીટર દૂરથી પણ દર્શન કરી શકાય છે. હનુમાનજીની પ્રતિમાનું વજન 30 હજાર કિલો છે. આ પ્રસંગે લાખો ભક્તો પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 

અમિત શાહે કહ્યું કે, હનુમાન જન્મોત્સવ અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિનનો અદભુત સંયોગ સર્જાયો છે. તેઓએ ગૌરવ વ્યક્ત કરતા કહ્યું કે આઝાદી પછી જ્યારે પણ ભાજપાનું શાસન આવ્યું ત્યારે અટલજીના અને બાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિનો ધ્વજ વિશ્વમાં હંમેશાં બુલંદ થયો છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014 અને બાદમાં 2019 માં પૂર્ણ બહુમતી મળ્યા બાદ દેશની સુરક્ષા, અખંડિતતા અને દેશવાસીઓના કલ્યાણ માટે અભૂતપૂર્વ નિર્ણયો લેવાયા. શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિ અને સંપ્રભુતાના વાહક તરીકે કાશી વિશ્વનાથ કોરીડોર, બદ્રીનાથ, કેદારધામ નવીનીકરણ,સોમનાથ સોનાનું મંદિર અને પાવાગઢમાં શક્તિપીઠની સ્થાપના જેવા અકલ્પનીય કાર્યો કોઈપણ જાતના સંશય વિના દ્રઢતાથી દેશની શાંતિ અને સલામતી જાળવી પૂર્ણ કર્યા.

આ સાથે જ બોટાદના સાળંગપુરમાં બનેલા અત્યાનુધિક ભોજનાલયનું અમિત શાહે લોકાર્પણ કર્યું હતું. ભોજનાલયની વિશેષતાની વાત કરીએ તો, આ ભોજનાલય 24 કલાક ચાલુ રહેશે. 4550 સ્કેવર ફૂટમાં રસોઇઘર બનાવવામાં આવી છે. જેમાં એક કલાકમાં 20 હજાર ભાવિકો જમી શકે તેટલું ભોજન બની શકશે. એટલું જ નહિં 7 જેટલા ડાયનિંગ હોલ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં એક સાથે 4 હજાર ભક્તો ભોજન લઇ શકશે. આ ઉપરાંત ભક્તોની સુવિધા માટે ભોજનાલયમાં 5 લિફ્ટ પણ મુકી છે અને 79 રૂમ પણ છે. શાહે દાદાના આશીર્વાદની સાથે સાથે ભાવિક ભક્તોને પ્રસાદ માટેની પણ ભવ્યવસ્થા ઊભી કરવા બદલ સર્વે ટ્રસ્ટીશ્રીઓ તેમજ વડતાલ ગાદીના આચાર્યશ્રીને સાધુવાદ પાઠવ્યા હતા.