રમણીય સ્થળ કિબિથૂની મુલાકાત લેવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકોને અપીલ કરી 

રમણીય અને મનોહર એવા કિબિથૂની મુલાકાત લીધા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે  દેશની જનતાને પણ આ સ્થળની મુલાકાત લેવા કહ્યું હતું. આ સ્થળ અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની નજીક આવેલું છે અને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા “ભારતનું પ્રથમ ગામ” તરીકે ગણાવ્યું છે. ત્યારે તેની મુલાકાત લેવા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે […]

Share:

રમણીય અને મનોહર એવા કિબિથૂની મુલાકાત લીધા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે  દેશની જનતાને પણ આ સ્થળની મુલાકાત લેવા કહ્યું હતું. આ સ્થળ અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની નજીક આવેલું છે અને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા “ભારતનું પ્રથમ ગામ” તરીકે ગણાવ્યું છે. ત્યારે તેની મુલાકાત લેવા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે ટ્વિટર પર લોકોને જણાવ્યું  હતું.  

અમિત શાહે સોમવારે કિબિથૂ ખાતે ‘વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’નું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યાં એક રાત રોકાયા હતા. કિબિથૂ LAC થી લગભગ 15 કિમી દક્ષિણમાં અને ભારત-ચીન મ્યાનમાર ટ્રાઇ-જંક્શનથી 40 કિમી પશ્ચિમમાં છે. આ ગામ ભારતની સૌથી પૂર્વીય ફોરવર્ડ પોસ્ટ પણ છે અને તેનું સંચાલન ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ દ્વારા કરવામાં આવે છે. 

તેમણે પોસ્ટ કરેલા વિડિયોમાં બરફથી ઢંકાયેલા પર્વતો, પાણીના ધોધ, નદીઓ અને ખાડીઓથી ઘેરાયેલું આ ગામ 1305 મીટરની ઊંચાઈએ છે, અરુણાચલ પ્રદેશમાં કુદરતી સૌંદર્ય ખોબે ને ખોબે ભરેલું છે, તેની મુલાકાત અવશ્ય લેવી જોઈએ તે ઈતિહાસથી પ્રેરિત કરે છે અને તેની કુદરતી અજાયબીઓ સ્તબ્ધ કરવા માટે પૂરતી છે.

અમિત શાહે એક બીજો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો તેમાં તેમણે જણાવ્યું કે, મેં કિબિથૂથી વલોન્ગ રો માર્ગે મુસાફરી કરી હતી જે ભારતની એકદમ પૂર્વીય સરહદે છે દૂરસ્થ સરહદે આવેલો આ એકદમ સ્મૂધ સરફેસ ધરાવે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોર્ડરના વિસ્તારોનાં વિકાસ માટે  ગામડાઓ સાથેનુ જોડાણ વધારવાનું એક વિઝન ધરાવે છે. 

વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ, હિમાચલ અને લદાખના 19 જિલ્લાના 46 બ્લોકમાં 2967 સરહદી ગામડાઓમાં જીવનધોરણ સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેનો હેતુ અહીના લોકોને કામ માટે બહાર જવાની જરૂર ન પડે.

 અત્રે એ ઉલ્લેખનીય છે કે, ચીન અરુણાચાલને તેમનો હિસ્સો માને છે અને અમિત શાહે તેનો વિરોધ કર્યો હતો. તાજેતરમાં જ અરુણાચલ પ્રદેશનાં તવાંગમાં ચીની અને ભારતીય સૈનિકો સામ સામે આવી ગયા હતા. ત્યારબાદ બંને દેશો વચ્ચેનાં સંબંધો તંગ બન્યા હતા કેમકે, કહીને અહીંના 11 સ્થળોના નામ બદલી કાઢ્યા હતા. અગાઉ પણ 2017 માં 6 અને 2021 માં 15 જગ્યાઓના નામ બદલી કાઢ્યા હતા. જેને અનુલક્ષીને ગૃહપ્રધાનની આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે.