અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઇસચાન્સેલર તારીક મન્સૂરે યુ પી વિધાન પરિષદનું નામાંકન કરતાં રાજીનામું આપ્યું  

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઈસચાન્સેલર તારીક મનસુરે તેમના પદેથી રાજીનામું આપ્યું છે. ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં નામાંકિત થયાના એક દિવસ પછી, તારિક મન્સૂરે  આ રાજીનામું આપ્યું હતું. ભાજપ દ્વારા ઉત્તર પ્રદેશમાં છ લોકોની વિધાન પરિષદમાં નામાંકન માટે કરાયેલી પ્રસ્તાવનામાં તારીક મન્સૂરનો સમાવેશ થાય છે.     યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા બહાર પડાયેલા એક જાહેરનામામાં જણાવાયું છે કે, જ્યાં સુધી […]

Share:

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઈસચાન્સેલર તારીક મનસુરે તેમના પદેથી રાજીનામું આપ્યું છે. ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં નામાંકિત થયાના એક દિવસ પછી, તારિક મન્સૂરે  આ રાજીનામું આપ્યું હતું. ભાજપ દ્વારા ઉત્તર પ્રદેશમાં છ લોકોની વિધાન પરિષદમાં નામાંકન માટે કરાયેલી પ્રસ્તાવનામાં તારીક મન્સૂરનો સમાવેશ થાય છે.   

 યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા બહાર પડાયેલા એક જાહેરનામામાં જણાવાયું છે કે, જ્યાં સુધી તારીક મન્સૂરના પદ માટે નવી નિમણૂક નાં થાય ત્યાં સુધી પ્રો – વાઇસ- ચાન્સેલર મહોમ્મદ ગુલરેઝ આ જવાબદારી નિભાવશે. 

તારીક મન્સૂર દ્વારા તેમના ફેરવેલ અંગે લખાયેલા એક પત્રમાં જણાવ્યું કે, તેઓ યુનિવર્સિટીના શિક્ષકો, તેમના સાથીદારો, સ્ટાફના કર્મચારીઓ એન એલ્યુમનીનો આભાર માંને છે. તેમણે જણાવ્યું કે કોવિદ દરમ્યાન આપણી યુનિવર્સિટીને જે પડકારોનો સામનો કરવો પડ્યો ત્યારે આપણે બધાએ પર પાડેલી કામગીરી અંગે હું ગૌરવ અનુભવું છું. 

તેમણે ન ટાળી શકાય તેવાં સંજોગોને કારણે તેમના ઉત્તરાધિકારીની નિમણૂકની પ્રક્રિયા ન કરી શકવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.  તેમણે પત્રમાં એમ પણ જણાવ્યું કે, જ્યારે આપનો દેશ નવા ભારતનાં યુગમાં પ્રવેશી રહ્યો છે, વૈશ્વિક બાબતોમાં અગ્રણી ભાગ ભજવી રહ્યું છે ત્યારે આપણી યુનિવર્સિટી પણ દેશનાં વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે. 

2020 માં  મને “એએમયુ શતાબ્દીમાં નેતૃત્વ કરવાની તક મળી તે માટે તેઓ ધન્ય છે”. રાષ્ટ્રનાં વિકાસમાં  અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનાં યોગદાનની પ્રશંસા કરતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તવ્યને  AMUના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે યાદ કરવામાં આવશે જેમાં તેમણે AMUને ‘મિની ઈન્ડિયા’ પણ ગણાવ્યું હતું.

આ યુનિવર્સિટી એક નિવાસી સંસ્થા હોઈ તેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના નિવાસ માટે વિશાળ ‘હૉલ’ની વ્યવસ્થા છે, જે ઑક્સફર્ડની નિવાસ-વ્યવસ્થાને મળતી આવે છે. અહીં આઠ વિદ્યાશાખાઓ  – વિનયન, વાણિજ્ય, સમાજશાસ્ત્રો, વિજ્ઞાન, કાયદો, ધર્મશાસ્ત્ર, ઇજનેરી અને તકનીકી – નું ડૉક્ટરેટ કક્ષા સુધીનું શિક્ષણ મેળવવાની અને સંશોધન કરવાની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ઇજનેરી કૉલેજ, મેડિકલ કૉલેજ, તિબ્બિયા કૉલેજ, પૉલિટેક્નિક, મહિલા કૉલેજ ઉપરાંત છોકરાઓ માટે બે, છોકરીઓ માટે એક અને અંધ બાળકો માટે એક એમ કુલ ચાર માધ્યમિક શાળાઓ આવેલી છે, જે યુનિવર્સિટી પોતાની દેખરેખ નીચે ચલાવે છે. આમ માધ્યમિક કક્ષાથી માંડી ડૉક્ટરેટ કક્ષાના શિક્ષણની પોતાની આગવી વ્યવસ્થા ધરાવતી આ એક અનોખી યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીમાં કેટલીક બાહ્ય પરીક્ષાઓની સુવિધા પણ છે, જેનો લાભ સમગ્ર દેશના લોકો લઈ શકે છે. યુનિવર્સિટીના અનેક કોર્સ લોકોમાં લોકપ્રિય છે અને ઘણા વિદ્યાર્થી ત્યાં ભયા બાદ પીએચડી પણ ત્યાંથી કરવાનું પસંદ કરતાં હોય છે.