વસંત ઋતુમાં ભારતમાં ફરવાલાયક સ્થળોની યાદી

માર્ચ અને એપ્રિલ આ મહિનામાં ઝાઝી ગરમી હોતી નથી અને ખાસ કરીને માર્ચ મહિનો અર્થાત વસંત ઋતુ ફરવા માટે બેસ્ટ છે, કારણ કે આ મહિનામાં ન તો ઠંડી હોય છે કે ન તો ગરમી. જો તમે પણ આ મહિને ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને કોઈ ખાસ જગ્યાએ પરિવાર સાથે સમય વિતાવવા માંગો છો, […]

Share:

માર્ચ અને એપ્રિલ આ મહિનામાં ઝાઝી ગરમી હોતી નથી અને ખાસ કરીને માર્ચ મહિનો અર્થાત વસંત ઋતુ ફરવા માટે બેસ્ટ છે, કારણ કે આ મહિનામાં ન તો ઠંડી હોય છે કે ન તો ગરમી. જો તમે પણ આ મહિને ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને કોઈ ખાસ જગ્યાએ પરિવાર સાથે સમય વિતાવવા માંગો છો, તો આજે અમે અહીં તમને ભારતની તે સુંદર જગ્યાઓ વિશે જણાવવાના છીએ, જ્યાં જઈને તમે મજા આવશે અને સહેજ પર પસ્તાવો નહિ થાય. તમને ત્યાં એકથી ચડિયાતા એક સુંદર નજારા જોવા મળશે. 

આવા સ્થળોમાં પ્રથમ આવે છે કાશ્મીરનું  અનંતનાગ- દક્ષિણ કાશ્મીર ખીણમાં તાજા પાણીના ઝરણા, છૂટાછવાયા બગીચાઓ, ચારે બાજુના મનોહર દૃશ્યો અનંતનાગને કાશ્મીરમાં મુલાકાત લેવા માટેના અદભૂત સ્થળોમાંનું એક બનાવે છે. કાશ્મીરમાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોની અમારી યાદી અનંતનાગનો સમાવેશ કર્યા વિના અધૂરી રહેશે.

ઋષિકેશ, ઉત્તરાખંડ

માર્ચ-એપ્રિલમાં ફરવાની વાત થઈ રહી છે, તો તેવામાં ઋષિકેશની વાત ન થાય તેવું બની શકે નહીં. ઋષિકેશ ભારતમાં માર્ચમાં ફરવા માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. એડવેન્ચર પ્રેમીઓ માટે આ જગ્યા બેસ્ટ છે, જ્યાં તમે રિવર રાફ્ટિંગથી લઈને બંજી જંપિંગ અને કોઈ પણ રોમાંચક એક્ટિવિટીની મજા લઈ શકો છો. 

હમ્પી, કર્ણાટક

કર્ણાટકના પહાડોમાં આવેલું હમ્પી ફરવાના શોખીનો માટે બેસ્ટ જગ્યા છે. માર્ચ-એપ્રિલમાં અહીંનું વાતાવરણ મંદિર, મહેલ અને અન્ય સુંદર જગ્યાઓ જોવા માટે શ્રેષ્ઠ છે. હમ્પી એક પ્રકારે ઓપન મ્યુઝિયમ છે, જ્યાં તમે પ્રાચીન સમૃદ્ધ ઈતિહાસને જોઈ શકો છો.

કૂર્ગ, કર્ણાટક

માર્ચ મહિનામાં કૂર્ગમાં મસાલા, કોફી અને ચાના બગીચા ખીલી ઉઠે છે. ચારે તરફની હરિયાળી દિલ જીતી લે છે. કૂર્ગ કપલને ફરવા માટે બેસ્ટ જગ્યા માનવામાં આવે છે.

મુન્નાર, કેરળ 

મુન્નાર એ ભારતના કેરળ રાજ્યના ઈડ્ડુકી જિલ્લામાં પશ્ચિમ ઘાટમાં આવેલ એક ગિરિમથક છે. આ નગર ત્રણ નદીઓ મુથીરપુળા, નલ્લાથન્ની અને કુંડલીના સંગમ પર વસેલું છે. 

ઊટી, તામિલનાડુ 

ઊટાકામંડ – ઉદગમંડમ – ઊટી એ ભારતના તામિલનાડુ રાજ્યમાં આવેલ નિલગિરી જિલ્લાનું જિલ્લા મથક છે. નિલગિરી પહાડીમાં આવેલ આ એક પ્રખ્યાત ગિરિમથક છે. 

નંદી હિલ્સ

બેંગલુરુ નજીક આવેલું નાનકડું નંદી હિલ્સ એવું એક હિલ સ્ટેશન છે, જ્યાં નવરાશની ઘડીને યાદગાર પિકનિકમાં પલટાવવા બેંગલુરુથી માત્ર સાઠેક કિલોમીટરનું ડ્રાઇવ કરવું પડે. આ સ્થળનું મૂળ નામ આનંદગિરિ એટલે કે આનંદ કરાવે તેવી ટેકરી હતું.