કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યા રોકવા માટે જાહેર કરવામાં આવ્યો વધુ એક રસપ્રદ આદેશ

રાજસ્થાનના કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના પ્રમાણમાં ખૂબ વધારો નોંધાયો છે. આ કારણે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને એક અસામાન્ય સમાધાન શોધવામાં આવ્યું છે અને હોસ્ટેલના રૂમોમાં સ્પ્રિંગ લોડેડ ફેન એટલે કે સ્પ્રિંગ ધરાવતા પંખા લગાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યા ચિંતાજનક વિષય રાજસ્થાનના કોચિંગ હબ ગણાતા કોટા ખાતે વિદ્યાર્થીઓની આત્મહત્યાના પ્રમાણમાં નોંધાયેલા વધારા બાદ […]

Share:

રાજસ્થાનના કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના પ્રમાણમાં ખૂબ વધારો નોંધાયો છે. આ કારણે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને એક અસામાન્ય સમાધાન શોધવામાં આવ્યું છે અને હોસ્ટેલના રૂમોમાં સ્પ્રિંગ લોડેડ ફેન એટલે કે સ્પ્રિંગ ધરાવતા પંખા લગાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યા ચિંતાજનક વિષય

રાજસ્થાનના કોચિંગ હબ ગણાતા કોટા ખાતે વિદ્યાર્થીઓની આત્મહત્યાના પ્રમાણમાં નોંધાયેલા વધારા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક વિચિત્ર કહી શકાય તેવો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આદેશ પ્રમાણે હોસ્ટેલના રૂમોમાં વિદ્યાર્થીઓને પેઈંગ ગેસ્ટ તરીકે આપવામાં આવતી જગ્યાઓમાં સ્પ્રિંગ લોડેડ ફેન લગાવવા જણાવાયું છે. 

કોટા જિલ્લાના કલેક્ટર દ્વારા આદેશ

કોટા જિલ્લાના કલેક્ટર ઓમ પ્રકાશ બુનકરના આ આદેશ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય કોચિંગ સેન્ટર્સમાં પ્રશિક્ષણ મેળવતા અને કોટામાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માનસિક ટેકો અને સુરક્ષાની લાગણી આપીને વધી રહેલા આત્મહત્યાના પ્રમાણને રોકવાનો છે. 

વર્તમાન આદેશમાં કોચિંગ સેન્ટર્સ, હોસ્ટેલ્સ અને પીજીના માલિકોને અગાઉ ડિસેમ્બર 2022માં બહાર પાડવામાં આવેલા આદેશને પણ યાદ કરાવાયો છે. અગાઉના આદેશમાં વિદ્યાર્થીઓને સાપ્તાહિક રજા આપવા, વર્ગમાં મહત્તમ 80 વિદ્યાર્થીઓને ભણાવવા તથા વિદ્યાર્થીઓ અને શિક્ષકો એમ બંને માટે મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન યોજવા જણાવાયું હતું. આ સાથે જ નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે, નિર્ધારીત માપદંડોનું પાલન નહીં કરવામાં આવે તો આવાસ કે સંસ્થાને જપ્ત કરવા ઉપરાંત તેના માલિક વિરૂદ્ધ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

કોટામાં 18 વર્ષીય વિદ્યાર્થીની આત્મહત્યા બાદ આદેશ

કોટામાં JEE માટે તૈયારી કરી રહેલા 18 વર્ષીય વિદ્યાર્થીની આત્મહત્યા બાદ જિલ્લા વહીવટી તંત્રએ આદેશ બહાર પાડ્યો છે. 18 વર્ષીય વિદ્યાર્થીનું મોત એ કોટામાં ચાલુ મહિના દરમિયાન આત્મહત્યાની ચોથી ઘટના છે. જ્યારે ચાલુ વર્ષ દરમિયાન આત્મહત્યાની 22મી ઘટના છે જે છેલ્લા 8 વર્ષ દરમિયાનનો સર્વોચ્ય આંકડો છે. 

કોટામાં માનસિક સ્વાસ્થ્ય સંકટમાં

કોટા એ ભારતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેની ઈન્ડસ્ટ્રીની કરોડરજ્જુ સમાન છે. કોટામાં 2,25,000 વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષાઓ માટેની તૈયારી કરી રહ્યા છે. દેશભરના અનેક વિદ્યાર્થીઓ ટોચની એન્જિનિયરિંગ કે મેડિકલ સ્કૂલમાં સ્થાન મેળવવાની આશા સાથે તૈયારી માટે કોટા આવતા હોય છે. જોકે આ વર્ષે શહેરમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના પ્રમાણમાં ભયજનક વધારો નોંધાયો છે. આત્મહત્યા કરનારા મોટા ભાગના વિદ્યાર્થી JEE કે NEETની પરીક્ષાની તૈયારી કરનારા હોય છે. 

કોટામાં 10 પૈકીના 4 વિદ્યાર્થી ડિપ્રેશનનો શિકાર

એક અભ્યાસ પ્રમાણે કોટામાં રહીને તૈયારી કરતા પ્રતિ 10 પૈકીના 4 વિદ્યાર્થી ડિપ્રેશનનો શિકાર છે. વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ અભ્યાસ માટેનું દબાણ, નિષ્ફળતાનો ડર અને કોચિંગ સેન્ટર્સ વચ્ચેની ગળાકાપ સ્પર્ધા મુખ્ય જવાબદાર પરિબળો કહી શકાય. 

કોટામાં વિદ્યાર્થીઓને આત્મહત્યાથી બચાવવા સ્પ્રિંગ લોડેડ ફેન લગાવવાના તાજેતરના આદેશ ઉપરાંત રાજસ્થાન હાઈકોર્ટ રાજસ્થાન કોચિંગ ઈન્સ્ટિટ્યુટ (નિયંત્રણ અને નિયમન) બિલ 2023ની રજૂઆત અંગે પણ વિચારણા કરી રહી છે.