Anushka Sharmaએ ટીમ ઈન્ડિયાની જીતની ખુશી આ રીતે વ્યક્ત કરી

Anushka Sharma: શુક્રવારના રોજ ટીમ ઈન્ડિયા (Team India) અને શ્રીલંકા વચ્ચે આઈસીસી વર્લ્ડ કપની 33મી મેચ રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને ખૂબ જ ખરાબ રીતે હરાવ્યું હતું. વર્લ્ડ કપમાં ભારતે અત્યાર સુધીની 7 મેચ જીતીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે ત્યારે અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma)એ આ અંગે ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી હતી. […]

Share:

Anushka Sharma: શુક્રવારના રોજ ટીમ ઈન્ડિયા (Team India) અને શ્રીલંકા વચ્ચે આઈસીસી વર્લ્ડ કપની 33મી મેચ રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને ખૂબ જ ખરાબ રીતે હરાવ્યું હતું. વર્લ્ડ કપમાં ભારતે અત્યાર સુધીની 7 મેચ જીતીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે ત્યારે અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma)એ આ અંગે ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી હતી. અનુષ્કાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી શેર કરીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી તે માટે આનંદ વ્યક્ત કર્યો હતો. 

Anushka Sharmaની ખુશી છલકાઈ 

બોલિવુડની અભિનેત્રી અનુષ્કા શર્મા હંમેશા પોતાના પતિ, ક્રિકેટર વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયાને પ્રોત્સાહન પૂરૂ પાડતી જોવા મળે છે. ઘણી વખત તે ટીમ ઈન્ડિયા (Team India)ને ચીયર-અપ કરવા માટે સ્ટેડિયમમાં પણ પહોંચી જાય છે અને જ્યારે સ્ટેડિયમમાં ન જઈ શકે ત્યારે સોશિયલ મીડિયા દ્વારા સપોર્ટ કરતી જોવા મળતી હોય છે. 

ત્યારે આ વખતે પણ અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલમાં જગ્યા પાક્કી કરવા બદલ શુભેચ્છાઓ પાઠવીને આનંદ વ્યક્ત કર્યો હતો. 

વધુ વાંચો: Kangana Ranautએ લોકસભા ચૂંટણી લડવાના આપ્યા સંકેત

Anushka Sharmaની ઈન્સ્ટા પોસ્ટ

અનુષ્કા શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે જેમાં તેણે ટીમ ઈન્ડિયાનો ફોટો શેર કરીને ‘ધ ટીમ’ લખીને એક બ્લુ હાર્ટ ઈમોજી પણ એટેચ કર્યું છે. નોંધનીય છે કે, જ્યારે પણ ટીમ ઈન્ડિયા જીતે છે અથવા તો અનુષ્કાનો પતિ વિરાટ કોહલી સેન્ચ્યુરી ફટકારે છે ત્યારે અભિનેત્રી પોતાનો આનંદ પ્રદર્શિત કરે છે. 

ઈન્ડિયા-શ્રીલંકા મેચ વિશે

શુક્રવારના રોજ ટીમ ઈન્ડિયા (Team India)એ શ્રીલંકાની ટીમને ખૂબ જ ખરાબ રીતે હરાવી હતી. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરી હતી અને 8 વિકેટ ગુમાવીને 357 રન બનાવ્યા હતા. જ્યારે શ્રીલંકાને 358 રનનો ટાર્ગેટ આપ્યો હતો પણ શ્રીલંકન ટીમ 55 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા સામે વિજય બાદ ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરનારી પ્રથમ ટીમ બની છે. 

વધુ વાંચો: Nick Jonasએ દેશી વાયરલ ટ્રેન્ડના રંગે રંગાઈને કરી પ્રિયંકા ચોપરાના લુકની પ્રશંસા

જો ભારતીય ટીમ નંબર-1 અને પાકિસ્તાન નંબર-4 પર ફિનિશ કરે તો ટુર્નામેન્ટના ઈતિહાસમાં બીજી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમીફાઈનલ જોવા મળશે. છેલ્લે 2011ના વર્લ્ડ કપ વખતે બંને ટીમ સેમીફાઈનલમાં ટકરાઈ હતી અને તે સમયે ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો.

અનુષ્કાનું વર્ક ફ્રન્ટ

અનુષ્કા શર્મા હાલ એક્ટિંગની દુનિયાથી દૂર છે પણ ટૂંક સમયમાં જ તે ચકદા એક્સપ્રેસ ફિલ્મ દ્વારા ફિલ્મી દુનિયામાં કમબેક કરશે. આ ફિલ્મમાં તે ક્રિકેટર ઝૂલન ગોસ્વામીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મની રીલિઝ ડેટ અંગે કોઈ ચોક્કસ માહિતી નથી પરંતુ તે ટૂંક સમયમાં જ રીલિઝ થવાની છે.