Apple એ ‘વન્ડરલસ્ટ’ iPhone 15 ઈવેન્ટ 12 સપ્ટેમ્બરે યોજાવાની જાહેરાત કરી

Apple 12 સપ્ટેમ્બરે ક્યૂપર્ટિનો, કેલિફોર્નિયામાં તેના હેડક્વાર્ટરમાં વન્ડરલસ્ટ iPhone 15 ઈવેન્ટ યોજી રહી છે, આ વન્ડરલસ્ટ નામની ઈવેન્ટમાં કંપની નવા iPhonesની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. આ આમંત્રણમાં Appleનો લોગો ગ્રે, બ્લુ અને બ્લેક રંગમાં છે, જે કલર ઓપ્શન્સ માટે સંકેત હોઈ શકે છે. શોનો સ્ટાર iPhone15 સિરીઝ હશે, ખાસ કરીને iPhone15 Pro Max હશે. […]

Share:

Apple 12 સપ્ટેમ્બરે ક્યૂપર્ટિનો, કેલિફોર્નિયામાં તેના હેડક્વાર્ટરમાં વન્ડરલસ્ટ iPhone 15 ઈવેન્ટ યોજી રહી છે, આ વન્ડરલસ્ટ નામની ઈવેન્ટમાં કંપની નવા iPhonesની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. આ આમંત્રણમાં Appleનો લોગો ગ્રે, બ્લુ અને બ્લેક રંગમાં છે, જે કલર ઓપ્શન્સ માટે સંકેત હોઈ શકે છે. શોનો સ્ટાર iPhone15 સિરીઝ હશે, ખાસ કરીને iPhone15 Pro Max હશે. કંપની અન્ય નવા ઉત્પાદનો પણ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

Appleની ‘વન્ડરલસ્ટ’ ઈવેન્ટ કેવી રીતે સ્ટ્રીમ થશે 

Appleએ પસંદગીના મીડિયા અને વિશ્લેષકોને વ્યક્તિગત રીતે ઈવેન્ટમાં જોડાવા માટે ખાસ આમંત્રણ મોકલ્યું છે. 12 સપ્ટેમ્બરના રોજ સંભવિત iPhone 15 લોન્ચ ઈવેન્ટ રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે અને YouTube પર લાઈવ-સ્ટ્રીમ પણ થશે. તમે Apple .com પર અથવા Apple TV એપ્લિકેશન પર “વન્ડરલસ્ટ” ઈવેન્ટ ઓનલાઇન જોઈ શકાશે. 

iPhone 15 USB-C સાથે આવશે

ગયા વર્ષની જેમ, Apple ચાર મોડલની જાહેરાત કરે તેવી અપેક્ષા છે: iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, અને iPhone 15 Pro Max.

iPhone 15 અને iPhone 15 Plus એ અનુક્રમે 6.1 ઈંચ અને 6.7 ઈંચ ડિસ્પ્લે દર્શાવતા બેઝલાઇન મોડલ હશે. ગુણવત્તાના સંદર્ભમાં, આ ઉપકરણો એલ્યુમિનિયમ અને ગ્લાસ સેન્ડવીચ ડિઝાઈન સાથે iPhone 14 જેવા જ રહેવાની શક્યતા છે. આ મોડલ્સ A16 Bionic દ્વારા સંચાલિત હોવાનું કહેવાય છે, જ્યારે, બેઝ મોડલ 6 GB RAM અને 128 GB ઈન્ટરનલ સ્ટોરેજ હોવાની શક્યતા છે. આ નવા iPhones લાઈટ પેસ્ટલ જેવા નવા રંગમાં પણ ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. છેલ્લે, iPhone 15 અને iPhone 15 Plus ને પણ USB Type-C પોર્ટ હોવાનું કહેવાય છે. 

iPhone 15 Pro Max 

iPhone 14 Pro Seriesથી વિપરીત, iPhone 15 Pro Maxમાં પેરિસ્કોપ ઝૂમ લેન્સ હશે. Apple iPhone 15 Pro અને iPhone 15 Pro Maxમાં વધુ પ્રીમિયમ ટાઈટેનિયમ ફ્રેમ હશે. iPhone 15 Pro અને iPhone 15 Pro Max એ Appleની પ્રથમ 3nm ચિપ, A17 Bionic પર આધારિત હશે. iPhone 15 Pro મોડલ્સમાં નવા Type-C પોર્ટમાં ઝડપી USB 3.2 ડેટા ટ્રાન્સફર સ્પીડ અને 33W ફાસ્ટ ચાર્જિંગની સુવિધા હશે. આ iPhone Proની કિંમત ઓછામાં ઓછી $100 વધી શકે છે. iPhone 15 સિરીઝનું વેચાણ 22 સપ્ટેમ્બરથી શરૂ થવાની શક્યતા છે.   

Apple Watch Series 9

iPhone 15 સિરીઝ સિવાય, Apple નવી ચિપ અને વધારાની હેલ્થ મોનિટરિંગ ક્ષમતાઓ સાથે Apple Watch Series 9 રજૂ કરે તેવી શક્યતા છે.  Apple Watch Series 9એ નવી S9 ચિપ પર આધારિત છે, જે S8 કરતાં વધુ કાર્યક્ષમ હશે.