વડાપ્રધાન મોદીની મુલાકાત લેતા એપલનાં CEO ટીમ કૂક 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એપલ નાં CEO ટીમ કૂકે મુલાકાત લીધી હતી અને મુલાકાત દરમ્યાન તેમણે તેઓ ભારતમાં વૃદ્ધિ અને રોકાણ માટે પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યું હતું.  Appleના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO ટીમ કૂક છેલ્લા એક અઠવાડિયાથી ભારતની મુકાલાતે છે અને આ દરમ્યાન તેમણે ભારતમાં એપલના  પ્રથમ રિટેલ સ્ટોરનું મુંબઈમાં ઉદ્ઘાટન કર્યું હતું. તેઓ દિલ્હીમાં તેના બીજા […]

Share:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એપલ નાં CEO ટીમ કૂકે મુલાકાત લીધી હતી અને મુલાકાત દરમ્યાન તેમણે તેઓ ભારતમાં વૃદ્ધિ અને રોકાણ માટે પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યું હતું. 

Appleના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO ટીમ કૂક છેલ્લા એક અઠવાડિયાથી ભારતની મુકાલાતે છે અને આ દરમ્યાન તેમણે ભારતમાં એપલના  પ્રથમ રિટેલ સ્ટોરનું મુંબઈમાં ઉદ્ઘાટન કર્યું હતું. તેઓ દિલ્હીમાં તેના બીજા સ્ટોરના ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને ત્યારબાદ આ બેઠક અંગે ટ્વિટ કરતાં જણાવ્યું કે, “ઉષ્મા ભર્યા સ્વાગત માટે આભાર.”  શિક્ષણ અને વિકાસથી  લઈને ઉત્પાદન અને પર્યાવરણ ક્ષેત્રે  – ભારતના ભવિષ્ય પર ટેક્નોલોજીની સકારાત્મક અસર અંગેની દ્રષ્ટિનો હિસ્સો બનવા માંગી છીએ અને  ભારતમાં વૃદ્ધિ અને રોકાણ માટે પ્રતિબધ્ધ છીએ. 

આ સમયે વડાપ્રધાને વિવિધ વિષયો પર મંતવ્યોનું આદાન-પ્રદાન કરવામાં અને ભારતમાં થઈ રહેલા ટેકનોલોજી આધારિત પરિવર્તનો પ્રદર્શિત કરીને આનંદ થયો,” તેમ જણાવ્યું હતું. 

હાલમાં બજારમાં એપલનો હિસ્સો માત્ર 3 ટકા હોવા છતાં કંપની ભારતમાં તેના કોન્ટ્રાક્ટ ધોરણે ઉત્પાદન દ્વારા iPhone બનાવવાના કામનું વિસ્તરણ કરી રહી છે. અને નિકાસમાં પણ વધારો કરી રહી છે. ભારતમાંથી એપ્રિલ 2022 થી ફેબ્રુઆરી 2022 વચ્ચે આશરે $9 બિલિયન (આશરે રૂ. 738 કરોડ) મૂલ્યના સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવી હતી અને તેમાં iPhoneનો હિસ્સો 50 ટકાથી વધુ રહ્યો હતો ત્યારે ભારતમાં Appleના CEOની આ મુલાકાત તેમના ભારતના બજાર પ્રત્યેની તેમની મહત્વાકાંક્ષાઓ દર્શાવે છે. 

Apple BKC સ્ટોર મુંબઈની ઓળખ એવી કાળી-પીળી ટેક્સી પરથી સ્ટોરની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. Appleના ચાહકો Apple BKCના વોલપેપરને ડાઉનલોડ કરી શકે છે અને ભારતમાં તેના પ્રથમ સ્ટોરના પ્રારંભ માટે Apple Music પર નવું પ્લેલિસ્ટ પણ જોઈ શકે છે. Appleનો આ સ્ટોર મુંબઈના પ્રીમિયર રિલાયન્સ જિયો વર્લ્ડ ડ્રાઇવ મૉલમાં છે, જ્યાં લક્ઝરી કપડાં અને માઈકલ કોર્સ, કેટ સ્પેડ અને સ્વારોવસ્કી જેવી જ્વેલરી બ્રાન્ડ્સનાં પણ સ્ટોર  છે. તે 20,800 ચોરસ ફૂટ છે, જે દિલ્હીના આઉટલેટ કરતાં ઘણું મોટું હોવાનું પણ જાણવા મળ્યું છે. 

અત્રે એ ઉલ્લેખનીય છે કે, Appleના CEO ટીમ કૂક આઇપીએલની મેચ જોવા દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. તેમની સાથે બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂર અહિત અન્ય લોકો હજાર રહ્યા હતા.  તેમણે આજે દિલ્હી ખાતેના બીજા સ્ટોરનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.