Apple India એ iPhone 15 સિરીઝ પર રૂપિયા 6,000 સુધીના બમ્પર ડિસ્કાઉન્ટની કરી જાહેરાત

Apple Indiaએ iPhone 15 સિરીઝ માટે રૂપિયા 6000 સુધીના ડિસ્કાઉન્ટ સાથે પ્રી-ઓર્ડર સ્વીકારવાની જાહેરાત કરી છે. જેનો સંભવિત રિલીઝનો મહિનો સપ્ટેમ્બર નક્કી કરવામાં આવ્યો છે. આટલું જ નહીં પણ Apple Indiaની બીજી પ્રોડક્ટ પર પણ ડિસ્કાઉન્ટ આપવાનું ચાલું છે. iPhone 15 Plus હવે નોંધપાત્ર ડાયનેમિક આઇલેન્ડ ધરાવે છે, જે શરૂઆતમાં iPhone 14 પ્રોમાં રજૂ કરવામાં […]

Share:

Apple Indiaએ iPhone 15 સિરીઝ માટે રૂપિયા 6000 સુધીના ડિસ્કાઉન્ટ સાથે પ્રી-ઓર્ડર સ્વીકારવાની જાહેરાત કરી છે. જેનો સંભવિત રિલીઝનો મહિનો સપ્ટેમ્બર નક્કી કરવામાં આવ્યો છે. આટલું જ નહીં પણ Apple Indiaની બીજી પ્રોડક્ટ પર પણ ડિસ્કાઉન્ટ આપવાનું ચાલું છે.

iPhone 15 Plus હવે નોંધપાત્ર ડાયનેમિક આઇલેન્ડ ધરાવે છે, જે શરૂઆતમાં iPhone 14 પ્રોમાં રજૂ કરવામાં આવ્યું હતું, જે યુઝર્સને ઇન્ટરફેસ પ્રદાન કરે છે.

આ તારીખથી થઈ જશે પ્રી-ઓર્ડર શરૂ 

Apple India હવે iPhone 15 સિરીઝ માટે પ્રી-ઓર્ડર એક્સેપ્ટ કરી રહ્યું છે, જેની ઓફિશીયલ રિલીઝ તારીખ 22 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. ભારતમાં ગ્રાહકો iPhone 15 સિરીઝ પર રૂપિયા 6000 સુધીના નોંધપાત્ર ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે.

એક અહેવાલ મુજબ  આ આકર્ષક ઑફર્સ એપલ ઈન્ડિયાની વેબસાઈટ તેમજ દિલ્હી અને મુંબઈમાં તેમના રિટેલ આઉટલેટ્સ પર મેળવી શકાય છે. Apple India હાલમાં ₹6,000 સુધીનું તાત્કાલિક ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. અહેવાલ મુજબ, Appleએ ભારતમાં તેમના નવી પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. iPhone 15 હવે તેની મૂળ કિંમત ₹79,900 થી ઘટીને ₹74,900 ની કિંમતે ઉપલબ્ધ છે. એ જ રીતે, iPhone 15 Plus ની કિંમત જો 

જાણો શું છે ડિસ્કાઉન્ટની ડિટેલ?

તમે HDFC બેંકના કાર્ડનો ઉપયોગ કરીને તેમની વેબસાઇટ પર ખરીદી કરશો તો નવા iPhone 15 સિરીઝ પર ડિસ્કાઉન્ટ પછી આટલી પ્રાઈઝમાં મળશે જુઓ વિગત:

કિંમત ₹89,900 થી ઘટીને ₹84,900 છે, જ્યારે iPhone 15 Pro ₹1,34,900 થી ઘટીને ₹128,900 માં મળશે. iPhone 15 Pro Maxને ₹153,900માં ખરીદી શકાય છે, જેની મૂળ કિંમત ₹159,900 છે. Apple એ iPhone 14 ને ₹69,900 થી ₹65,900 અને iPhone 14 Plus પર ₹79,900 થી ₹75,900 સુધી ડિસ્કાઉન્ટ કર્યું છે. વધુમાં, iPhone 13 ની કિંમત હવે ₹56,900 છે, જે તેની પહેલાની કિંમત ₹59,900થી ઘટાડી છે, અને iPhone SE ₹49,900 થી ઘટીને ₹47,990 માં હવે મળશે. 

વેરેબલની દુનિયામાં, Apple વૉચ સિરીઝ 9 હવે ₹41,900થી ઘટીને ₹39,400માં ઑફર કરવામાં આવે છે, અને Apple વૉચ અલ્ટ્રા 2ની કિંમત ₹89,900થી ઘટીને ₹86,900 છે.

iPhone 15 શ્રેણી ઉપરાંત, Apple iPads, MacBooks અને વધુ સહિતની શ્રેણીના ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ગ્રાહકો iPad Pro મોડલ્સ, iPad Air અને iPadના વિવિધ વર્ઝન પર ₹4,000 સુધીની બચત કરી શકાય છે.