Apple એ iPhone 15 સિરીઝ કરી લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ સહિતની વિગતો

Apple એ મંગળવારે ‘વન્ડરલસ્ટ’ ઈવેન્ટમાં iPhone 15 સિરીઝ હેઠળ બે હેન્ડસેટ iPhone 15 અને iPhone 15 Plus લોન્ચ કર્યા હતા. બંને હેન્ડસેટમાં ગયા વર્ષના iPhone મોડલ્સની સરખામણીમાં કેટલાક નોંધપાત્ર હાર્ડવેર અપગ્રેડ છે. iPhone 15 સિરીઝમાં A16 બાયોનિક ચિપસેટ, ડાયનેમિક આઈલેન્ડ અને 48 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરાનો સમાવેશ થાય છે. આ વર્ષે, Appleના તમામ 15 સિરીઝ મોડલમાં […]

Share:

Apple એ મંગળવારે ‘વન્ડરલસ્ટ’ ઈવેન્ટમાં iPhone 15 સિરીઝ હેઠળ બે હેન્ડસેટ iPhone 15 અને iPhone 15 Plus લોન્ચ કર્યા હતા. બંને હેન્ડસેટમાં ગયા વર્ષના iPhone મોડલ્સની સરખામણીમાં કેટલાક નોંધપાત્ર હાર્ડવેર અપગ્રેડ છે. iPhone 15 સિરીઝમાં A16 બાયોનિક ચિપસેટ, ડાયનેમિક આઈલેન્ડ અને 48 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરાનો સમાવેશ થાય છે. આ વર્ષે, Appleના તમામ 15 સિરીઝ મોડલમાં USB Type-C પોર્ટથી સજ્જ છે. આ પહેલા Appleના iPhone માં લાઈટનિંગ ચાર્જિંગ પોર્ટ ઉપલબ્ધ હતું.

iPhone 15, iPhone 15 Plus કિંમત અને ઉપલબ્ધતા

ભારતમાં iPhone 15ની કિંમત રૂ. 79,900 થી શરૂ થાય છે. જ્યારે iPhone 15 Plus 128GB વેરિઅન્ટની કિંમત રૂ. 89,900 છે. Apple કંપનીના જણાવ્યા અનુસાર બંને ફોન બ્લેક, બ્લુ, ગ્રીન, પિંક અને યલો કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે. ફોન માટે પ્રી-ઓર્ડર 15 સપ્ટેમ્બરથી શરૂ થાય છે, ત્યારે iPhone 15 અને iPhone 15 Plusનું વેચાણ 22 સપ્ટેમ્બરે થશે. હેન્ડસેટ 512GB સુધીના સ્ટોરેજ સાથે ઉપલબ્ધ હશે.

iPhone 15, iPhone 15 Plus ના ફીચર્સ 

iPhone 15એ ડ્યુઅલ સિમ (નેનો) સ્માર્ટફોન છે જે વધારાની સુરક્ષા માટે સિરામિક શિલ્ડ સાથે 6.1 ઈંચ સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે ધરાવે છે. આ વર્ષે, Appleએ iPhone 15ને ડાયનેમિક આઈલેન્ડથી સજ્જ કર્યું છે જે ગયા વર્ષે iPhone 14 Pro મોડલ્સમાં રજૂ કરવામાં આવ્યું હતું. ડિસ્પ્લે 2000 nits સુધીની પીક બ્રાઈટનેસ આપે છે અને હેન્ડસેટમાં ધૂળ અને પાણીના પ્રતિકાર માટે IP68 રેટિંગ છે. iPhone 15 Plusમાં 6.7 ઈંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે.

iPhone 15 અને iPhone 15 Plus ના કલર ઓપ્શન્સ 

ગયા વર્ષના મોડલથી વિપરીત, iPhone 15 અને iPhone 15 Plus મોડલનો ફ્રન્ટ કેમેરો 2um પિક્સેલ સેન્સર અને 48 મેગાપિક્સલનો વાઈડ એંગલ કેમેરો છે. iPhone 15 સિરીઝમાં 24 mm ફોકલ લેન્થ સાથે f/1.78 અપાર્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હેન્ડસેટ આગળના ભાગમાં 12 મેગાપિક્સલનો ટ્રુડેપ્થ કેમેરાથી સજ્જ છે, જે સેલ્ફી અને વિડિયો ચેટ્સ માટે નવા કેમેરા આઈલેન્ડમાં સ્થિત છે.

Appleના નવા iPhone 15 અને iPhone 15 Plus કંપનીની A16 Bionic ચિપથી સજ્જ છે જે ગયા વર્ષના iPhone 14 Pro મોડલ્સને સંચાલિત કરે છે. તેમાં 6 કોર CPU હશે, જે A15 Bionic કરતા 20 ટકા ઓછો પાવર વાપરે છે. તે આખો દિવસ બેટરી લાઈફ આપશે. આ હેન્ડસેટ Appleના પ્રથમ ફોન છે જેમાં USB Type-C પોર્ટ છે.

Foxconn ભારતમાં 15 બનાવી રહી છે iPhone

તાઈવાનની ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદક Foxconn ભારતમાં તેના તમિલનાડુ પ્લાન્ટમાં iPhone 15નું ઉત્પાદન કરી રહી છે. ઉત્પાદનને ઝડપી બનાવવા માટે, ફોક્સકોને ચેન્નાઈ પ્લાન્ટમાં પણ ઉત્પાદન વધાર્યું  છે.

Tags :