Ashok Leylandએ તેનાં વપરાયેલા વાહનો માટે ઇ- માર્કેટપ્લેસ લોન્ચ કર્યું

Ashok Leylandએ વપરાયેલ કોમર્શિયલ વાહનો માટે તેનું ઈ-માર્કેટપ્લેસ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને Ashok Leylandના વાહનો ધરાવતા  ગ્રાહકો  વપરાયેલા વાહનોની આપલે કરવામાં  મદદ કરશે જેથી તેઓ તેને વેચીને નવા Ashok Leyland ટ્રક અને બસોમાં અપગ્રેડ કરવામાં મદદ કરશે. કંપનીએ જણાવ્યું કે, આ માર્કેટ પ્લેસને કારણે વપરાયેલા વાહનોના વેચાણમાં પારદર્શિતા આવશે.  આ માર્કેટપ્લેસ હેઠળ […]

Share:

Ashok Leylandએ વપરાયેલ કોમર્શિયલ વાહનો માટે તેનું ઈ-માર્કેટપ્લેસ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને Ashok Leylandના વાહનો ધરાવતા  ગ્રાહકો  વપરાયેલા વાહનોની આપલે કરવામાં  મદદ કરશે જેથી તેઓ તેને વેચીને નવા Ashok Leyland ટ્રક અને બસોમાં અપગ્રેડ કરવામાં મદદ કરશે. કંપનીએ જણાવ્યું કે, આ માર્કેટ પ્લેસને કારણે વપરાયેલા વાહનોના વેચાણમાં પારદર્શિતા આવશે. 

આ માર્કેટપ્લેસ હેઠળ ગ્રાહકોને તેમની પસંદગીનું વાહન સરળતાથી શોધવામાં, તે વ્હીકલની તસવીર મેળવવામાં તેમજ તેનાં પ્રમાણિત દસ્તાવેજો મેળવવામાં મદદ કરશે. તેમજ માત્ર એક ક્લિક દ્વારા વાહન માલિક તેનાં વાહનને વેચાણ માટે મૂકી શકશે. ત્યારે ખરીદનારને તમામ વિગતો એક જ સ્થળે પ્રાપ્ત થશે.  વધુ માહિતી આપતાં Ashok Leylandના એમડી અને સીઇઓ શેનુ અગ્રવાલે  જણાવ્યું કે, વપરાયેલા વાહનોના વેચાણ માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ અત્યંત સરળ  છે અને તેનાં દ્વારા અમે અમારા  ગ્રાહકોને એક જ છત નીચે તમામ ઉકેલ આપવા તૈયાર છીએ. 

કંપનીના પ્રેસિડન્ટ – એમએચસીવી સંજીવ કુમારે જણાવ્યું કે, હાલ અમે વપરાયેલા  વાહનો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કર્યું છે કેમકે તેનાં દ્વારા અમારા ગ્રાહકો કે જે તેમના વાહન વેચવા માંગે છે તેમને અમારા દ્વારા શરૂ કરાયેલા ઇ માર્કેટ પ્લેસ દ્વારા તેમના વાહનોની વધુ સારી  કિંમત મળી  શકે છે. તેઓ જૂના વાહનોને વેચી નવા ટ્રક કે બસ ખરીદી શકે છે આ કામમાં પારદર્શિતાને કારણે ભરોસો પણ ઊભો થશે. 

Ashok Leyland હિન્દુજા ગ્રુપની પ્રમુખ કંપની છે, જેમાં ઘરેલું માધ્યમ અને ભારે વ્યવસાયિક વાહન (એમ અને એચસીવી) સેગમેન્ટમાં વર્ષોથી કંપની અગ્રણી છે.  કંપની પાસે દેશભરમાં મજબૂત બ્રાન્ડ અને વિતરણ અને સર્વિસ માટે સારું  નેટવર્ક છે અને 50 દેશોમાં હાજરી છે. કંપનીનું મુખ્યાલય ચેન્નઈમાં છે અને તે સૌથી સંપૂર્ણ એકીકૃત ઉત્પાદન કંપનીઓમાંની એક છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને Ashok Leyland દ્વારા થોડા સમય અગાઉ જ ભારતનો પ્રથમ હાઇડ્રોજન ઇન્ટર્નલ કમ્બશ્ચન એન્જિન (H2-ICE) પાવર્ડ હેવી ડ્યુટી ટ્રક રજૂ કર્યો છે. આ ટ્રકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગ્લોરમાં ઇન્ડિયા એનર્જી વીકમાં લીલી ઝંડી આપી હતી

Ashok Leyland બસ, ટ્રક, પરિવાહનના વાહનો તથા સ્પેશિયલ વાહનો બનાવવામાં મોખરે છે ગયા વર્ષે ભારતની સૌથી મોટી અને સૌથી વધુ કોમર્શિયલ વાહન બનાવતી કંપની તરીકે પ્રસ્થાપિત થઈ હતી. ભારત અને રાજ્ય સરકાર તેમજ ભારતીય સેના ઘણા હેવી ટ્રક અને સ્પેશ્યલ ટ્રક Ashok Leylandના વાપરે છે.