ગુવાહાટી: આસામમાં એશિયાની સૌથી લાંબી પાણીની અંદરની હાઇડ્રોકાર્બન પાઇપલાઇન બનાવવામાં આવી છે. આ પાઇપલાઇન 9265 કરોડના ખર્ચે બની છે, જે 1656 કિલોમીટર લાંબી છે અને માજુલીને આસામના જોરહાટથી જોડે છે. આ પાઈપલાઈન બ્રહ્મપુત્રા નદીની નીચે બની છે. જે સમગ્ર એશિયામાં 24-ઇંચ અને તેનાથી વધુ વ્યાસની સૌથી લાંબી પાણીની અંદરની હાઇડ્રોકાર્બન પાઇપલાઇન વહન કરનાર નદી બની છે.
આસામમાં એશિયાની સૌથી લાંબી પાણીની અંદરની હાઇડ્રોકાર્બન પાઇપલાઇન બની છે. જે બ્રહ્મપુત્રા નદીની નીચે ચાલે છે અને નદી ટાપુ માજુલીને ઉપરી આસામમાં જોરહાટ સાથે જોડે છે. આ પાઇપલાઇનથી ઉત્તર-પૂર્વમાં કુદરતી ગેસ પહોંચાડવાની સુલભ યોજના બની છે. જેને બનાવવાના આસામ સરકારે નોંધપાત્ર પ્રોત્સાહન આપ્યું છે. આ પાઇપલાઇન પ્રોજેક્ટનું ઇન્દ્રધનુષ ગેસ ગ્રીડ લિમિટેડ (IGGL) કંપનીએ નેતૃત્વ કર્યુ છે.
બ્રહ્મપુત્રા નદીનું HDD ક્રોસિંગ કુલ 5,780 મીટરમાં ફેલાયેલું છે જ્યારે તમામ મોટી અને નાની પાણીની ચેનલોને ધ્યાનમાં લેવામાં આવે છે. પાઈપલાઈન ત્રણ અલગ-અલગ ભાગોમાં સેટ કરવામાં આવી હતી જે 1000M, 4080M અને 700M લંબાઇ ધરાવે છે, જેમાં પ્રથમ અને ત્રીજો ભાગ પહેલેથી જ સમાપ્ત થઈ ગયો હતો.
આ અંગે IGGLના સીઇઓ અજીત કુમાર ઠાકુરે શનિવારે જાહેરાત કરી કે હોરીઝોન્ટલ ડાયરેક્શનલ ડ્રિલિંગ (HDD) ટેકનિકનો ઉપયોગ કરીને 24-ઇંચ વ્યાસની પાઇપલાઇન ઇન્સ્ટોલ કરવાનું મુશ્કેલ કામ શુક્રવારે પૂરું થઈ ગયું છે. બ્રહ્મપુત્રા HDDની કામગીરી પૂર્ણ થવી એ નોર્થ-ઈસ્ટ ગ્રીડ (NEGG) પ્રોજેક્ટમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે ઉત્તર-પૂર્વને નેશનલ ગેસ ગ્રીડ (NGG) સાથે જોડે છે.
ઠાકુરે વધુમાં જણાવ્યું કે, IGGL પ્રોજેક્ટ પર 71 ટકાનું કામ પ્રગતિ પર પહોંચી ગયું છે. જે ફેબ્રુઆરી 2024 સુધીમાં NEGGના ગુવાહરી-નુમાલીગઢ ભાગને સુધી પહોંચવામાં સક્ષમ હશે. મને મારી ટીમ પર ખૂબ ગર્વ છે, જેમણે આસામમાં ભારે વરસાદ અને પૂરના પડકારોને પાર કરીને આ સીમાચિહ્ન હાંસલ કરવા માટે અથાક મહેનત કરી છે. હું આસામ સરકારનો પણ આભારી છું, જેમણે આ પ્રોજેક્ટને આગળ વધારવામાં ખૂબ જ મદદ કરી છે.
મહત્વનું છે કે, IGGL 1656-કિલોમીટર લાંબી NEGG નેચરલ ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે, જેનો ખર્ચ 9265 કરોડનો છે. આ પાઈપલાઈન 4080 મીટર સુધી બ્રહ્મપુત્રા નદીની મુખ્ય પાણીની ચેનલ નીચે ચાલે છે. આ એશિયામાં 24-ઇંચ અને તેનાથી વધુ વ્યાસની કોઈપણ હાઇડ્રોકાર્બન પાઇપલાઇન દ્વારા સૌથી લાંબું નદીનું ક્રોસિંગ છે. બ્રહ્મપુત્રા નદી આવું કરનારી વિશ્વમાં બીજી સૌથી લાંબી નદી છે.