આસામના મુખ્યમંત્રીએ કોંગ્રેસના પૂર્વ નેતાઓ પર રાહુલ ગાંધીના ટ્વીટ અંગે વળતો પ્રહાર કર્યો

કોંગ્રેસના પૂર્વ નેતાઓને લઈને રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ હતું. જેના જવાબમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ વળતો પ્રહાર કર્યો છે. હિમંતા બિસ્વા સરમાએ શનિવારે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, અમારી શાલીનતા છે કે અમે તમને ક્યારેય પૂછ્યું નથી કે તમે બોફોર્સ અને નેશનલ હેરાલ્ડ કૌભાંડોમાંથી કાળું નાણું ક્યાં છુપાવ્યું છે. વાંધો નહીં, કોર્ટમાં […]

Share:

કોંગ્રેસના પૂર્વ નેતાઓને લઈને રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ હતું. જેના જવાબમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ વળતો પ્રહાર કર્યો છે. હિમંતા બિસ્વા સરમાએ શનિવારે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, અમારી શાલીનતા છે કે અમે તમને ક્યારેય પૂછ્યું નથી કે તમે બોફોર્સ અને નેશનલ હેરાલ્ડ કૌભાંડોમાંથી કાળું નાણું ક્યાં છુપાવ્યું છે. વાંધો નહીં, કોર્ટમાં મળીશું,

આ પહેલા રાહુલ ગાંધીએ એક ટ્વીટમાં સરમાના ઉલ્લેખની સાથે ગુલામ નબી આઝાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરણ રેડ્ડી સહિતના કોંગ્રેસના પૂર્વ નેતાઓના નામ અદાણી સાથે જોડ્યા હતા. જેમાં રાહુલે પક્ષપલટો કરનારાઓને અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમની કંપની સાથે જોડ્યા હતાં.

આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ વધુ કટાક્ષ કરતા કહ્યું કે, અમે તમને ક્યારેય પૂછ્યું નથી કે તમે ઓટ્ટાવિયો ક્વાટ્રોચીને કેવી રીતે મંજૂરી આપી? કેવી રીતે ક્વાટ્રોચી ઘણી વખત ભારતીય ન્યાયની ચુંગાલમાંથી છટકી ગયો. કોઈપણ રીતે આપણે કોર્ટ ઓફ લોમાં ચોક્કસપણે મળીશું. અગાઉ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, તેઓ સત્ય છુપાવે છે, તેથી જ તેઓ રોજેરોજ ગેરમાર્ગે દોરે છે. પ્રશ્ન એ જ રહે છે, અદાણીની કંપનીઓમાં કોના ₹20,000 કરોડના બેનામી નાણા છે?

સરમાએ રાહુલ પર અગાઉ પણ કર્યા હતા પ્રહાર

આવું પહેલીવાર નથી જ્યારે આસામના સીએમએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હોય. આ અગાઉ સરમાએ લોકસભામાંથી વાયનાડના ભૂતપૂર્વ સાંસદને અયોગ્ય ઠેરવવાને લઈ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. ગુવાહાટીના એક કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતા સરમાએ કહ્યું હતું કે, 2013માં ક્રિમિનલ કેસમાં બે કે તેથી વધુ વર્ષની સજા ભોગવ્યા બાદ પણ સાંસદોનું સભ્ય પદ પર ચાલુ રાખવાની UPA સરકારની પહેલનો જ્યારે રાહુલ ગાંધીએ વિરોધ કર્યો હતો, ત્યારે અમને લાગ્યું કે તેમની પાસે ઉચ્ચ નૈતિક મૂલ્યો છે, પણ વર્તમાન પરિસ્થિતિ વિપરીત છે. રાહુલ ગાંધી નૈતિક રીતે ભ્રષ્ટ વ્યક્તિ છે.

સરમાએ કહ્યું- રાહુલ ગાંધી નૈતિક રીતે ભ્રષ્ટ વ્યક્તિ છે

સરમાના મત મુજબ, મનમોહન સિંહની આગેવાની હેઠળની યુપીએ કેબિનેટે બે કે તેથી વધુ વર્ષની સજા ભોગવ્યા પછી પણ સાંસદો અને ધારાસભ્યોને પદ પર ચાલુ રાખવા માટે વટહુકમ લાવી હતી. તે સમયે રાહુલ ગાંધીએ જ વટહુકમને ફાડી નાખ્યો હતો. રાહુલ કહ્યું હતું કે, હું આવા કિસ્સાઓમાં સાંસદોને તાત્કાલિક ગેરલાયક ઠેરવવાના પક્ષમાં છું. જોકે, હવે તમે પરિસ્થિતિ જુઓ.. રાહુલ ગાંધીએ મલ્લિકાર્જુન ખડગેને તેમની તાત્કાલિક ગેરલાયકાતનો વિરોધ કરવા દબાણ કર્યું છે, જેથી સાબિત થાય છે કે રાહુલ ગાંધી નૈતિક રીતે ભ્રષ્ટ વ્યક્તિ છે.