પોલીસ સ્ટેશનમાં સગીરાના ફોટા પાડતાં આસામના પોલીસ ઈન્સ્પેક્ટર સામે કેસ

આસામના નલબારી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એક પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા  સગીર છોકરીના અશ્લીલ ફોટા લીધા હોવાનો મામલો સામે આવ્યું છે અને હાલમાં આ પોલીસને બરતરફ કરી દેવામાં આવ્યો છે.  ઘટના બાદ ફરાર પોલીસને શોધી શકાય તે માટે રાજ્યના ટોચના પોલીસ અધિકારીએ આ પોલિસ ઈન્સ્પેક્ટરની માહિતી આપનાર માટે ઈનામની જાહેરાત કરી છે. આસામની પોલીસ, જેઓ ભયંકર ગુનેગારો […]

Share:

આસામના નલબારી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એક પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા  સગીર છોકરીના અશ્લીલ ફોટા લીધા હોવાનો મામલો સામે આવ્યું છે અને હાલમાં આ પોલીસને બરતરફ કરી દેવામાં આવ્યો છે.  ઘટના બાદ ફરાર પોલીસને શોધી શકાય તે માટે રાજ્યના ટોચના પોલીસ અધિકારીએ આ પોલિસ ઈન્સ્પેક્ટરની માહિતી આપનાર માટે ઈનામની જાહેરાત કરી છે. આસામની પોલીસ, જેઓ ભયંકર ગુનેગારો હેઠળ આરોપીની  શોધખોળ કરવા ટેવાયેલી છે તે હાલમાં તેના જ એક પોલીસ અધિકારીને શોધી રહી છે. 

પોલીસ મહાનિર્દેશક જી.પી. સિંહે ગઈકાલે રાત્રે ટ્વિટર પર જણાવ્યું કે, અમે SVP નેશનલ પોલીસ એકેડેમી હૈદરાબાદમાં પોલીસ સર્વિસમાં દાખલ થયા, ત્યારે અમને હંમેશા શીખવવામાં આવ્યું કે પોલીસ સ્ટેશન એ તમામ પોલીસ કર્મચારીઓ માટે મંદિર છે અને નાગરિકો માટે સૌથી સુરક્ષિત આશ્રય છે. આજે ઘટનાઓના વળાંક પર હું ખૂબ જ નિરાશ અને વ્યથિત છુ. 

તેમણે વધુમાં જણાવ્યું કે, આ કેસ દુર્લભ હોવાની ખાતરી હોવાથી અને આસામના પોલીસ મહાનિર્દેશક અને પોલીસ દળના વડા તરીકે, અને હાલના કાયદા અને નિયમો અનુસાર, મેં ઇન્સ્પેક્ટર (UB) બિમન રોયને બરતરફ કરવાનો નિર્ણય લીધો છે. 

સિંહે બીજા દિવસે અપડેટ આપતાં જણાવ્યું કે,  નલબારીના ખોગરાપર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઓફિસર રૉય હાલમાં ફરાર છે અને તેમની ધરપકડ કરી શકાય તે માટે  માહિતી આપનારને ઈનામ મળશે. 

21 જૂને બાળ લગ્નના કેસમાં સગીર છોકરી અને તેના બોયફ્રેન્ડને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. યુવતી તેના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ હતી, પરંતુ પોલીસ દ્વારા તેઓને પકડીને ખોગરાપર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

સોમવારે દાખલ કરવામાં આવેલી એફઆઇઆર  (FIR) માં, સગીરાએ જણાવ્યું હતું કે ખોગરાપર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઓફિસરે પોલીસ સ્ટેશનમાં તેના વાંધાજનક ફોટા લીધા હતા તેમજ તે ફોટા અન્ય પોલીસ અધિકારીઓ બતાવી તેને શરમમાં મૂકી હતી. રોય વિરુદ્ધ નલબારી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ મહિલાની નમ્રતાનું અપમાન કરવાના ઈરાદા સાથે વ્યક્તિને ખોટી રીતે કેદ રાખવા અંગેનો કેસ નોંધવામાં આવ્યો છે, આ ઉપરાંત પોર્નોગ્રાફિક હેતુ માટે બાળકોના ઉપયોગથી સંબંધિત  કાયદાઓ પણ લાગુ કરાયા છે.

 ઘટના વિશે જાણ્યા પછી, ડીજીપીએ સેન્ટ્રલ વેસ્ટર્ન રેન્જના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ બ્રજનજીત સિંઘાને પોલીસ સ્ટેશનમાં જઈને સમીક્ષા રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. 

પોલીસ ઈન્સ્પેક્ટરને બરતરફ કરતાં DGP સિંહે જણાવ્યં કે, આ નિર્ણય તમામ પોલીસ અધિકારીઓ માટે એક ચેતવણી છે.  તમામ પોલીસ અધિકારી અને કર્માચારીને સલાહ આપવામાં આવે છે કે પોલીસ સ્ટેશનની ગરિમા જળવાઈ રહે અને બાળકો તેમજ મહિલા માટે સૌથી સુરક્ષિત સ્થળ બની રહે. જે અધિકારી પોતાની ફરજ નહીં નિભાવે ખાસ કરીને મહિલાઓ અને બાળકો પ્રત્યે તેમને આવા જ પરિણામો ભોગવવા પડશે.