વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે ભાજપે ચાર રાજ્યોમાં પ્રભારીની નિમણૂક કરી

દેશના વિવિધ ભાગોમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે ભાજપે ચાર રાજ્યોમાં પ્રભારીની નિમણૂક કરી છે. ખાસ કરીને, ગુજરાત ભાજપના સીનિયર નેતા નીતિન પટેલને રાજસ્થાનના સહ-ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે મનસુખ માંડવિયાને છત્તીસગઢનાં સહચૂંટણી પ્રભારી બનાવાયા છે. ભારતીય જનતા પક્ષ દ્વારા રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ માટે ચૂંટણી પ્રભારીની નિમણૂક કરી છે. લોકસભાની ચુંટણી […]

Share:

દેશના વિવિધ ભાગોમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે ભાજપે ચાર રાજ્યોમાં પ્રભારીની નિમણૂક કરી છે. ખાસ કરીને, ગુજરાત ભાજપના સીનિયર નેતા નીતિન પટેલને રાજસ્થાનના સહ-ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે મનસુખ માંડવિયાને છત્તીસગઢનાં સહચૂંટણી પ્રભારી બનાવાયા છે.

ભારતીય જનતા પક્ષ દ્વારા રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ માટે ચૂંટણી પ્રભારીની નિમણૂક કરી છે. લોકસભાની ચુંટણી પૂર્વે આવી રહેલી નિર્ણાયક વિધાનસભાની ચૂંટણીઓ માટે વ્યુહાત્મક પગલાં લેવા માટે આગેવાની લઈ શકે તેવા  ચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરી હતી. રાજસ્થાન માટે વિધાનસભા ચૂંટણી પ્રભારી તરીકે પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાં કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીને મૂકવામાં આવ્યા છે જ્યારે અને ભાજપના સાંસદ પ્રકાશ જાવડેકર, તેલંગાણામાં ભૂમિકા નિભાવશે.

રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય ઓમ માથુરને છત્તીસગઢના ચૂંટણી પ્રભારી તરીકે અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને મધ્યપ્રદેશના ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભાજપ દ્વારા  ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને હરિયાણાના નેતા કુલદીપ બિશ્નોઈને રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે સહ-પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા છત્તીસગઢ સહ-ઈન્ચાર્જ તરીકે સેવા આપશે, જ્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ મધ્યપ્રદેશમાં  સહ-ઈન્ચાર્જની ભૂમિકા નિભાવશે. . ગુજરાતના પૂર્વ ઉપ મુખ્યમંત્રીને શિરે અન્ય રાજ્યની ચૂંટણીની જવાબદારી સોંપાતા વિવિધ રાજકીય ચર્ચાઓ વહેતી થઈ છે. 

બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ સુનિલ બંસલને તેલંગાણાના સહ-પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના પ્રમુખ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ આ જાહેરાત  કરવામાં આવી હતી. આ બેઠકમાં  વિવિધ રાજ્યોના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી જે આગામી 2024ની લોકસભા ચૂંટણી માટે પક્ષ દ્વારા કરાઇ રહેલી તૈયારી દર્શાવે છે. બેઠકમાં ખાસકરીને સંસ્થાકીય કાર્યક્રમો, જાહેર પ્રતિસાદ અને ભાવિ વ્યૂહરચનાઓ ચર્ચા કરાઇ હતી. 

બેઠકમાં જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, રાજસ્થાન, ગુજરાત, દમણ દીવ-દાદરા અને નગર હવેલી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને હરિયાણાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિવસની શરૂઆતમાં બેઠક યોજાઇ હતી.  ગુવાહાટીમાં ગુરુવારે યોજાયેલી બેઠકમાં મુખ્યત્વે પૂર્વ અને ઉત્તરપૂર્વીય રાજ્યોના નેતાઓએ હાજરી આપી હતી. દક્ષિણના રાજ્યો અને મહારાષ્ટ્રના ભાજપના નેતાઓ રવિવારે હૈદરાબાદમાં યોજાનારા સંમેલનમાં હાજરી આપશે. આ બેઠકો “સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ”  થીમ પર કેન્દ્રિત છે, જે કેન્દ્રની ભાજપ સરકારની ઉપલબ્ધિઓ અને નવી યોજનાઓ દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્તરે સત્તામાં બીજી વખત સત્તા મેળવવાનો પ્રયાસ કરતાં ભાજપે તેના સંગઠનાત્મક પ્રયાસો તેજ કર્યા છે. આ વિધાનસભા ચૂંટણીના પરિણામોની અસર આવનારા લોકસભાની ચૂંટણી પર થવાના હોવાથી પક્ષે પોતાની તૈયારીઓમાં સુધારો કર્યો છે.