અતિક અહમદ, તેના ભાઈની પ્રયાગરાજમાં ગોળી મારી જાહેરમાં હત્યા, જાણો સમગ્ર ઘટનાક્રમ

કુખ્યાત માફિયા અતિક અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે પ્રયાગરાજમાં જાહેરમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસ બંનેને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં પત્રકારો અતિક અને અશરફને સાથે-સાથે ચાલતા સવાલ-જવાબ કરતા હતા, ત્યાં ત્રણ હુમલાખોરોએ પોલીસની સુરક્ષા ઘેરો તોડીને અતિકને માથામાં ગોળી મારી, ત્યારબાદ અશરફ પર ગોળીબાર કર્યો હતો. જેમાં […]

Share:

કુખ્યાત માફિયા અતિક અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે પ્રયાગરાજમાં જાહેરમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસ બંનેને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં પત્રકારો અતિક અને અશરફને સાથે-સાથે ચાલતા સવાલ-જવાબ કરતા હતા, ત્યાં ત્રણ હુમલાખોરોએ પોલીસની સુરક્ષા ઘેરો તોડીને અતિકને માથામાં ગોળી મારી, ત્યારબાદ અશરફ પર ગોળીબાર કર્યો હતો. જેમાં બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

મહત્વનું છે કે, હુમલાખોરો પત્રકારો તરીકે આવ્યા હતા. જેમના નામ લવલેશ તિવારી, સની અને અરુણ મૌર્ય છે. ત્રણેયે હુમલાખોરોએ ઘટનાને અંજામ આપ્યા બાદ તરત જ સરેન્ડર કરી દીધું હતું. ત્રણેય પાસેથી હથિયારો મળી આવ્યા છે. આ ઘટનામાં એક કોન્સ્ટેબલ માનસિંહને પણ ગોળી વાગી હતી.

સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે યોગી સરકાર દ્વારા ત્રણ સભ્યોની ન્યાયિક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને બે મહિનામાં સરકારને રિપોર્ટ આપશે. આ સમિતિનું નેતૃત્વ અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અરવિંદ કુમાર ત્રિપાઠી કરશે. જેમાં નિવૃત્ત આઈપીસી અધિકારી સુબેશ કુમાર સિંહ અને નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ બ્રિજેશ કુમાર સોનીનો સમાવેશ થશે.

પહેલા બંને ભાઈઓનું પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું, જે બાદ દફનવિધિ માટે મૃતદેહો પરિવારોને સોંપવામાં આવ્યાં હતાં. અતિક-અશરફના મૃતદેહોને ઇસ્લામિક રીત-રિવાજ મુજબ કસારી-મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતાં. અતિકના સંબંધીઓ બંનેના મૃતદેહ લઈને આવ્યા હતા. જે બાદ અતિકના બે નાના પુત્રોને બાળ સુધાર ગૃહમાંથી લાવવામાં આવ્યા હતા. અતિકના પુત્ર અસદની કબર પાસે જ બંનેને દફનાવાયા હતાં. અશરફની પુત્રી અને પત્ની ઝૈનબ પણ કબ્રસ્તાનમાં હાજર રહ્યાં હતા.

હુમલાખોરોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

જાહેરમાં ફાયરિંગની ઘટનામાં બે શૂટર્સ અને એક સહયોગીને પોલીસે ઘટના સ્થળેથી જ કસ્ટડીમાં લઇ લીધા હતા. જેમાં લવલેશ તિવારી, સની અને અરુણ મૌર્યને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. પ્રયાગરાજની જેલમાં બંધ બંને ભાઈઓ જ્યારે રાત્રે 10 વાગ્યાની આસપાસ કેમેરા સામે આવ્યાં, ત્યારે બંને હાથકડીમાં હતા, પછી અચાનક જાહેરમાં ફાયરિંગના ભયાનક દ્રશ્યો સોશિયલ મીડિયા અને ટેલિવિઝન ચેનલો પર સતત વાયરલ થયા હતા.

અતિકના ત્રીજા પુત્ર મોહમ્મદ અસદ અને તેના સાથી ગુલામ મોહમ્મદને યુપી પોલીસની વિશેષ ટાસ્ક ફોર્સ દ્વારા ગોળીબારમાં માર્યા ગયાના ત્રણ દિવસ બાદ જ સમગ્ર ઘટના બની છે. 2005માં BSP ધારાસભ્ય રાજુ પાલની હત્યાના મુખ્ય સાક્ષી પ્રયાગરાજના વકીલ ઉમેશ પાલની હત્યાનો આરોપ હોવાથી બંને છેલ્લા 50 દિવસથી ફરાર હતા.