જાન્યુઆરી 2024 માં અયોધ્યા એરપોર્ટ શરૂ થશે 

અયોધ્યા એરપોર્ટનું પ્રથમ તબક્કાનું બાંધકામ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ઓકટોબર સુધીમાં તે પૂર્ણ થવાની શક્યતા છે. જાન્યુઆરીમાં આ એરપોર્ટનું ઉદ્દઘાટન કરાશે. આ એરપોર્ટ શરૂ થતાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોના પ્રવાસ માટે તેનું બાંધકામ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થશે, જાન્યુઆરી 2024માં ઉદ્દઘાટન થશે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પાસે દિલ્હી અને મુંબઈ જેવા […]

Share:

અયોધ્યા એરપોર્ટનું પ્રથમ તબક્કાનું બાંધકામ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ઓકટોબર સુધીમાં તે પૂર્ણ થવાની શક્યતા છે. જાન્યુઆરીમાં આ એરપોર્ટનું ઉદ્દઘાટન કરાશે. આ એરપોર્ટ શરૂ થતાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોના પ્રવાસ માટે તેનું બાંધકામ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થશે, જાન્યુઆરી 2024માં ઉદ્દઘાટન થશે.

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પાસે દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરો માટે કોડશેર ફ્લાઈટ્સ દ્વારા અયોધ્યા પહોંચવાનો વિકલ્પ હશે.

નવું બની રહેલું આ એરપોર્ટ બની રહેલા રામમંદિરથી માત્ર આઠ કિલોમીટર દૂર છે અને તેને આધુનિકતા અને પરંપરાગતતાના મિશ્રણસમું બનાવવામાં આવી રહ્યું છે. 

ઉત્તર પ્રદેશના પ્રવાસન પ્રધાન જયવીર સિંહે તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું કે, શ્રીરામ એરપોર્ટનું લોકાર્પણ જાન્યુઆરીમાં કરાશે. તેનું પહેલા તબકકાનું બાંધકામ ઓક્ટોબરમાં પૂરું થશે. આ એરપોર્ટમાં શ્રીરામ જન્મભૂમિની ઝલક દેખાશે.  

આ એરપોર્ટ 6250 ચોરસ મીટરને આવરી લેતા પ્રભાવશાળી વચગાળાનું ટર્મિનલ ધરાવે છે અને તેમાં પિક અવર્સમાં 300 જેટલા મુસાફરોને સમાવવાની ક્ષમતા છે. આ એરપોર્ટની રચના વાર્ષિક છ લાખથી વધુ મુસાફરોની ક્ષમતા ધરાવે છે. આ ટર્મિનલનું માળખું સામન્ય નથી. તેની છતમાં વિવિધ ઊંચાઈના શિખરો બનાવાશે જે ગુંબજ જેવા રહેશે અને તેનાં સુશોભિત સ્તંભોમાં રામાયણની નોંધપાત્ર ઘટનાઓનું નિરૂપણ કરાશે. અયોધ્યાના મહેલનું વૈભવી નકલ માટે કાચના રવેશને ઝીણવટથી તૈયાર કરવામાં આવશે.  

અ તૈયારીમાં શામેલ આધિકારીઓ ગૌરવ અનુભવે છે કે, આર્કિટેક્ચરલ ડિઝાઈન સ્થાનિક કારીગરીને સમકાલીન તત્વો સાથે એકીકૃત રીતે મર્જ કરે છે, જે સૌંદર્યલક્ષી અપીલ અને કાર્યાત્મક કાર્યક્ષમતા બંનેને સુનિશ્ચિત કરે છે.

તેમણે જણાવ્યું કે, બાંધકામમાં ઉર્જાનો વપરાશ ઘટાડવા માટે અને કાર્યક્ષમતામાં સુધારા માટે પર્યાવરણને ધ્યાનમાં રાખીને પ્રભાવશાળી સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં સૌર ઉર્જા પદ્ધતિ, સ્કાયલાઈટ્સ, પાણીના સંગ્રહ માટેની અસરકારક રીત અપનાવવામાં આવી છે.  

ઍરપોર્ટ ટર્મિનલમાં આઠ ચેક ઇન કાઉન્ટર અને ત્રણ કન્વેયર બેલ્ટ રહેશે. જેમાંથી બે આગમન અને એક પ્રસ્થાન માટે હશે. 

વિવિધ એરલાઇન્સ કંપનીઓ આતુરતાપૂર્વક આ રુટ શરૂ થવાની રાહ જોઈ રહી છે અને રામ મંદિર શરૂ થયા પછી તેને અગ્રણી તીર્થસ્થળ બનાવવા આતુર છે. 

2021માં અયોધ્યામાં 154 મિલિયન પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. અને ઉત્તરપ્રદેશ પ્રવાસન વિભાગના આંકડા અનુસાર તેમાં આગામી વર્ષોમાં વધારો થવાનું અનુમાન છે.