સુરતના દરિયા કિનારે ફસાઈ યેલી બેબી વ્હેલ, વન વિભાગે કર્યો આબાદ બચાવ

ગુજરાતમાં સુરતના ઓલપાડ તાલુકામાં દરિયામાંથી વ્હેલ કિનારે આવી જવાથી લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. અરબી સમુદ્રમાંથી મોર ગામના દરિયા કિનારે એક બેબી વ્હેલ માછલી ફસાઈ જતાં સ્થાનિકોએ બચાવ કાર્ય શરુ કર્યું હતું. ઓલપાડ તાલુકાના છેવાડે આવેલા મોર ગામમાં રવિવારે પણ બપોરે 2 વાગ્યા બાદ દરિયાની ભરતીના પાણી કિનારે પહોંચી ગયા હતા. આ દરમિયાન ભરતીના પાણીમાં […]

Share:

ગુજરાતમાં સુરતના ઓલપાડ તાલુકામાં દરિયામાંથી વ્હેલ કિનારે આવી જવાથી લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. અરબી સમુદ્રમાંથી મોર ગામના દરિયા કિનારે એક બેબી વ્હેલ માછલી ફસાઈ જતાં સ્થાનિકોએ બચાવ કાર્ય શરુ કર્યું હતું. ઓલપાડ તાલુકાના છેવાડે આવેલા મોર ગામમાં રવિવારે પણ બપોરે 2 વાગ્યા બાદ દરિયાની ભરતીના પાણી કિનારે પહોંચી ગયા હતા. આ દરમિયાન ભરતીના પાણીમાં આશરે 20 ફૂટ લાંબી જીવંત માછલી કિનારા સુધી આવી હતી.

વ્હેલ જોવા મળ્યા બાદ સ્થાનિક ગ્રામજનોએ 35 ફૂટ લાંબો, 15 ફૂટ પહોળો અને 2 મીટર ઊંડો ખાડો ખોદીને તેને પાણીથી ભરી દીધો હતો જેથી વ્હેલને બચાવી શકાય. NGO પ્રયાસના સ્વયંસેવકોએ બેબી વ્હેલની પૂંછડી સાથે દોરડું બાંધ્યું અને તેને બોટની મદદથી દરિયામાં છોડવાનો પ્રયાદ કર્યો હતો.

બેબી વ્હેલને સૌપ્રથમ ઓલપાડ તાલુકાનાં મોર ગામના માછીમાર નૈનેશ પટેલે જોઈ હતી ત્યારબાદ તેણે તેના પિતરાઈ ભાઈને જાણ કરી અને બાદમાં વન અધિકારીઓ અને NGO પ્રયાસને જાણ કરવામાં આવી હતી. સસ્તન પ્રાણીનાં બચાવ કાર્યમાં સેંકડો ગ્રામજનો જોડાયા હતા. સોમવારે બપોરે ભરતી આવે ત્યાં સુધી વ્હેલને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આવયશે. 

નૈનેશ પટેલે જણાવ્યું હતું કે, ‘હું રવિવારની મોડી બપોરે ફિશિંગ લાઈન સાફ કરી રહ્યો હતો અને મારું કામ પૂરું કર્યા પછી અચાનક ભરતી આવી. પાછળથી, જ્યારે પાણી ઓછું થયું, ત્યારે હું કિનારે વ્હેલને જોઈને ચોંકી ગયો હતો. થોડા સમય પછી, લગભગ 300 લોકો એકઠા થયા અને અમે તેના શરીરને હાઇડ્રેટ રાખવા માટે દરિયામાંથી પાણી ડોલમાં લાવીને માછલી પર રેડવાનું શરૂ કર્યું.

ઓલપાડ તાલુકાના વનવિભાગના દીપક પટેલના જણાવ્યા મુજબ સ્ટાફે સાંજે દરિયા કિનારે પહોંચી બેબી વ્હેલને બચાવવાનું શરૂ કર્યું હતું. નોંધપાત્ર વાત એ છે કે, ગામના કિનારે વ્હેલ માછલી મળવાના સમાચાર ફેલાતાની સાથે જ મોટી સંખ્યામાં સ્થાનિક અને આસપાસના ગ્રામજનો વ્હેલ માછલીને જોવા માટે પહોંચ્યા હતા. 

વન વિભાગના અધિકારી સચિન ગુપ્તાના જણાવ્યા અનુસાર વ્હેલનું વજન લગભગ બે ટન હોવાની શક્યતા છે. આ સિવાય વ્હેલ માછલી 20 થી 25 ફૂટ લાંબી હોય છે. બેબી વ્હેલને બચાવવા માટે તેના પર દરિયાનું પાણી સતત રેડવામાં આવી રહ્યું છે. લોકોના જણાવ્યા અનુસાર, જ્યારે વ્હેલ બીચ પર પહોંચી ત્યારે દરિયાના પાણીમાં ઘટાડો થવાને કારણે તે કિનારા પર ફસાઈ ગઈ હતી. પાણી વધે તેની રાહ જોવાઈ રહી છે અને વ્હેલને જીવંત રાખવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. પાણીમાં વધારો થતાં જ તેને પરત દરિયામાં મોકલવાનો પ્રયાસ કરવામાં આવશે.

જોકે સદનસીબે આ બેબી વ્હેલનો આબાદ બચાવ થયો છે. વન વિભાગના અધિકારી, ગ્રામજનો અને NGOના સભ્યોની મહેનત ફળી છે. આ બેબી વ્હેલને બોટની મદદથી દરિયામાં પાછી મોકલાઈ છે.