Appleની ભારતમાં 25 વર્ષની ઉજવણી: એપ્રિલમાં દેશમાં બે સ્ટોર ખોલશે 

iPhone નિર્માતા Apple ભારતમાં 25 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, આ અઠવાડિયામાં કંપની તેનાં બે સ્ટોર એક 18 મીએ  મુંબઇમાં અને તેનાં બે જ દિવસ પછી દિલ્હીમાં સ્ટોર શરૂ કરશે જે તેનાં આ દેશમાં વિસ્તરણની યોજનાને ચિહ્નિત કરશે.  iphone અને  MacBook બનાવતી  કંપની Apple ભારતમાં તેનાં પ્રથમ સ્ટોરને લઈને ખૂબ ઉત્સાહિત છે. કંપનીએ જણાવ્યું કે, […]

Share:

iPhone નિર્માતા Apple ભારતમાં 25 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, આ અઠવાડિયામાં કંપની તેનાં બે સ્ટોર એક 18 મીએ  મુંબઇમાં અને તેનાં બે જ દિવસ પછી દિલ્હીમાં સ્ટોર શરૂ કરશે જે તેનાં આ દેશમાં વિસ્તરણની યોજનાને ચિહ્નિત કરશે.

 iphone અને  MacBook બનાવતી  કંપની Apple ભારતમાં તેનાં પ્રથમ સ્ટોરને લઈને ખૂબ ઉત્સાહિત છે. કંપનીએ જણાવ્યું કે, બંને સ્ટોર ભારતીય અનુભૂતિ અને દેખાવનું  પ્રતિબિબ બની રહે તેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. 

Apple સીઇઓ ટિમ કૂકે જણાવ્યું કે, “ભારતમાં આટલી સુંદર સંસ્કૃતિ અને અવિશ્વસનીય ઉર્જા છે, અને અમે અમારા ગ્રાહકોને ટેકો આપવા, સ્થાનિક કક્ષાએ  રોકાણ કરવા અને લોકોને વધુ સારી રીતે સેવા આપી શકે તેવી નવી શોધો દ્વારા  સારા ભવિષ્યના નિર્માણ માટે સાથે મળીને કામ કરવા માટે ઉત્સાહિત છીએ. ”  Apple ભારતમાં તેનો પહેલો માલિકીનો સ્ટોર ખોલવા બાબતે ઉત્સાહિત છે. કંપની લગભગ ત્રણ વર્ષ પહેલા 2020 માં તેનાં પહેલા ઓનલાઈન સ્ટોરની શરૂઆત કરી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા ટૂંકા સમયગાળામાં પણ ભારતમાં Apple અને ખાસ તો iPhoneને અપાર સફળતા સાંપડી છે. ભારતમાંથી Appleની નિકાસ નાણાકીય વર્ષ 2022-23માં USD 5 બિલિયનને વટાવી ગઈ હોવાનો અંદાજ છે જે “મેડ ઈન ઈન્ડિયા” ફોનની કુલ નિકાસનો અડધો ભાગ છે. કંપનીએ તેના કોન્ટ્રાક્ટ ઉત્પાદકો દ્વારા 2017 માં ભારતમાં iPhones બનાવવાની શરૂઆત કરી હતી.

Appleનું તમામ કદના ભારતીય સપ્લાયર્સ સાથેનું કામ સમગ્ર દેશમાં લાખો નોકરીઓનું સમર્થન કરે છે,” નિવેદનમાં જણાવાયું છે.

કંપનીએ એમ પણ કહ્યું કે તે બેંગલુરુમાં iOS એપ ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ એક્સિલરેટરમાં ડેવલપર સાથે એકદમ અંગત ધોરણે સામ સામે રહીને  તેમની એપ્સને “સારાથી શ્રેષ્ઠ” સુધી લઈ જવા માટે મદદ મળી શકે. 

“ભારતનાં એપ ડેવલપર થકી દેશમાં 10 લાખથી વધુ નોકરી ઊભી થઈ છે. ભારતમાં ડેવલપરની સંખ્યામાં જબરજસ્ત વધારો થયો છે અને ઈન્ડિયા એપ સ્ટોર દ્વારા તેઓને  થતી ચુકવણી  2018નાં સ્તરથી વધીને ત્રણ ઘણી થઈ છે.  

રૂ. 30 હજારથી વધુના મૂલ્યના ફોનમાં Apple કંપની અગ્રણી છે અને ભારતમાં આઇફોનનાં વેચાણની આવક વિક્રમી સ્તરે પહોંચી છે. વધુને વધુ લોકો આઇફોનને અપનાવી રહ્યા છે ત્યારે  Apple વિસ્તરણની સાથે સાથે તેનાં ફોનને સસ્તો બનાવવા પર પણ ભાર મૂકી રહ્યું છે.