બેંગલુરુની મહિલાએ રેપિડો ડ્રાઈવર પર હસ્તમૈથુન કરવાનો લગાવ્યો આરોપ 

બેંગલુરુમાં એક મહિલાએ રેપિડો બાઈક ડ્રાઈવર સામે ગંભીર આરોપો લગાવ્યા છે, તેના પર રાઈડ દરમિયાન હસ્તમૈથુન કરવાનો અને તેને જાતીય સતામણીનો ભોગ બનાવવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના શુક્રવારે બની હતી જ્યારે તે મહિલાએ ટાઉન હોલમાં મણિપુર હિંસા સામેના વિરોધમાં હાજરી આપ્યા બાદ બાઈક ટેક્સી બુક કરી હતી. મહિલાએ ઉલ્લેખ કર્યો કે તેની પાસે બાઈક […]

Share:

બેંગલુરુમાં એક મહિલાએ રેપિડો બાઈક ડ્રાઈવર સામે ગંભીર આરોપો લગાવ્યા છે, તેના પર રાઈડ દરમિયાન હસ્તમૈથુન કરવાનો અને તેને જાતીય સતામણીનો ભોગ બનાવવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના શુક્રવારે બની હતી જ્યારે તે મહિલાએ ટાઉન હોલમાં મણિપુર હિંસા સામેના વિરોધમાં હાજરી આપ્યા બાદ બાઈક ટેક્સી બુક કરી હતી.

મહિલાએ ઉલ્લેખ કર્યો કે તેની પાસે બાઈક ટેક્સીનો ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો કારણ કે તેણે પહેલા ઘણી ઓટો-રિક્ષા ટેક્સીઓ બુક કરી હતી જે કેન્સલ થઈ ગઈ હતી. તેણે તેના આ દુઃખદ અનુભવને શેર કરવા માટે ટ્વિટરનો સહારો લીધો.

રાઈડ માટે પહોંચેલ રેપિડો ડ્રાઈવર એપ પર નોંધાયેલ બાઈક કરતાં અલગ બાઈકનો ઉપયોગ કરી રહ્યો હતો અને દાવો કરી રહ્યો હતો કે રજિસ્ટર્ડ બાઈકની સર્વિસ ચાલી રહી છે. તે મહિલાએ એપ દ્વારા રાઈડ કન્ફ્રર્મ કર્યા બાદ મુસાફરી શરૂ કરી.

મહિલાએ જણાવ્યું કે, “ગંતવ્ય તરફ જતી વખતે, પુરુષે બીજા હાથે મોટરસાઈકલ ચલાવતી વખતે હસ્તમૈથુન કરવાનું શરૂ કર્યું. સફર દરમિયાન, અમે એક દૂરના વિસ્તારમાં પહોંચ્યા જ્યાં આસપાસ અન્ય કોઈ વાહનો ન હતા. ડ્રાઈવર એક હાથથી બાઈક ચલાવવા લાગ્યો અને અયોગ્ય વર્તન કરવા લાગ્યો. હું મારી સુરક્ષાના ડરથી આખી ઘટના દરમિયાન ચૂપ રહી.

આ મહિલાએ જણાવ્યું હતું કે તેણે રેપિડો ડ્રાઈવરને તેના લોકેશનની જાણ ન થાય તે માટે તેણે તેના ઘરથી થોડા મીટર દૂર ઉતારવા કહ્યું હતું. તેણે આરોપ લગાવ્યો કે રાઈડની સંપૂર્ણ ચુકવણી કર્યા પછી પણ ડ્રાઈવર સતત તેને ફોન અને મેસેજ કરતો હતો. તેણે તેના વોટ્સએપ પર ડ્રાઈવરે મોકલેલા અયોગ્ય મેસેજનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જેમાં ‘લવ યુ’ લખેલો ટેક્સ્ટ સામેલ હતો. ત્યારબાદ મહિલાએ ડ્રાઈવરને બ્લોક કર્યો હતો.

તેણે જણાવ્યું કે, “મેં તેને મારા ઘરનું લોકેશન ન જણાવવા માટે મારા વાસ્તવિક ગંતવ્ય પહેલાં 200 મીટર દૂર છોડવા કહ્યું. રાઈડ પૂરી થયા પછી, તેણે મને સતત વોટ્સએપ પર કોલ અને મેસેજ કરવાનું શરૂ કર્યું.”

થ્રેડમાં બાઈક ટેક્સી એગ્રીગેટરને ટેગ કરીને, તેણે ગ્રાહકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલા પગલાં વિશે પ્રશ્ન કર્યો અને કહ્યું કે ડ્રાઈવર તેને અન્ય ફોન નંબરથી હેરાન કરી રહ્યો છે. તેણે કહ્યું, “તમે ડ્રાઈવરના બેકગ્રાઉન્ડ વેરિફિકેશન માટે કયા પગલાં લઈ રહ્યા છો? તમારા યુઝર્સની સલામતી તમારા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. કૃપા કરીને સુનિશ્ચિત કરો કે તમારી સેવા સાથે જોડાયેલા લોકો સલામત મુસાફરી માટે વિશ્વાસ કરી શકે.” 

બેંગલુરુ પોલીસના સત્તાવાર હેન્ડલે મહિલાની સંપર્ક વિગતો માંગી અને કહ્યું, “અમે આ સંદર્ભે જરૂરી પગલાં લેવા ઉચ્ચ અધિકારીને જાણ કરી છે, કૃપા કરીને તમારો સંપર્ક નંબર DM કરો.” રેપિડો ડ્રાઈવરો પર જાતીય સતામણીના આરોપોનો સામનો કરવાનો આ પહેલો કિસ્સો નથી. આ વર્ષના માર્ચમાં, “હુસ્નપરી” હેન્ડલ ધરાવતા ટ્વિટર યુઝરે અયોગ્ય મેસેજોના સ્ક્રીનશોટ્સ શેર કર્યા હતા અને દાવો કર્યો હતો તે રેપિડો ડ્રાઈવરે મોકલ્યા હતા. તેણે જણાવ્યું કે તેણે ડ્રાઈવર સાથે તેનું લોકેશન વોટ્સએપ દ્વારા શેર કર્યું હતું અને ત્યારબાદ ડ્રાઈવરે અયોગ્ય મેસેજ મોકલ્યા હતા.