Bihar Train Accident: બિહારના બક્સરમાં નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 4નાં મોત

Bihar Train Accident:બિહારના બક્સર જિલ્લામાં બુધવારે રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી ગુવાહાટીના કામાખ્યા સ્ટેશન તરફ જતી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ બક્સર જિલ્લાના રઘુનાથપુર રેલવે સ્ટેશનની (Bihar Train Accident)પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટના રાત્રે 9:53 વાગ્યે બની હતી. આ અકસ્માતમાં ટ્રેનના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં […]

Share:

Bihar Train Accident:બિહારના બક્સર જિલ્લામાં બુધવારે રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી ગુવાહાટીના કામાખ્યા સ્ટેશન તરફ જતી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ બક્સર જિલ્લાના રઘુનાથપુર રેલવે સ્ટેશનની (Bihar Train Accident)પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટના રાત્રે 9:53 વાગ્યે બની હતી. આ અકસ્માતમાં ટ્રેનના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં 4 લોકોના મોત થયા હતા અને 70 થી વધુ લોકો ઘાયલ થયા હતા. 

આ અકસ્માત (Bihar Train Accident)માં ઘાયલ થયેલા લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી 20 લોકો ગંભીર રીતે ઘાયલ છે અને તેમને સારવાર માટે પટના એઈમ્સમાં રિફર કરવામાં આવ્યા છે. આથી મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા છે. બક્સરના ડીએમ અંશુલ અગ્રવાલે જણાવ્યું કે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને પટના રિફર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ઘાયલોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે ઘટના પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી.

વધુ વાંચો: ગોધરા તરફ જઈ રહેલી દાહોદ-આણંદ મેમુ ટ્રેનમાં આગ હોનારત, સદનસીબે જાનહાનિ નહીં

SDRFની ટીમ ઘટના સ્થળે

ટ્રેન દુર્ઘટના બાદ બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ આ મામલે સતત નજર રાખી રહ્યા છે. તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે બિહાર SDRFની ટીમ સક્રિય રીતે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અધિક મુખ્ય સચિવ પ્રત્યાય અમૃત, આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અધિકારીઓ સાથે કંટ્રોલ રૂમમાં રાહત અને બચાવ કાર્યની સાથે વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે. હોસ્પિટલ એલર્ટ મોડ પર છે. બક્સર જિલ્લામાં હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

Bihar Train Accident: NDRFની ટીમ પણ બચાવકાર્યમાં જોડાઈ

પટનાથી NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બક્સર ઉપરાંત રોહતાસ, બક્સર અને ભોજપુર જિલ્લામાંથી એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આ દરમિયાન બક્સર જિલ્લાના સાંસદ અશ્વિની કુમાર ચૌબે પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ પટના એઈમ્સના ડાયરેક્ટર સાથે ફોન પર વાત કરી હતી.

આ દુર્ઘટના અંગે બક્સર જિલ્લાના બીજેપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું કે, “મને ટ્રેન દુર્ઘટનાના  સમાચાર મળતા જ મેં તુરંત જ રેલવે મંત્રી, NDRF, SDRF, બિહારના મુખ્ય સચિવ, જિલ્લા મેજિસ્ટ્રેટ વગેરેને જાણ કરી હતી. મેં મારા કાર્યકરોને અપીલ કરી છે અને તેઓ બચાવ કામગીરીમાં લાગેલા છે. તબીબી ટીમો મોકલવામાં આવી છે. આ ઘટના પાછળનું કારણ જાણવામાં આવી રહ્યું છે.”

નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના (Bihar Train Accident)ને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. તમામ કોચની તપાસ કરવામાં આવી છે. મુસાફરોને તેમની આગળની મુસાફરી માટે વિશેષ ટ્રેનો મોકલવામાં આવશે.

વધુ વાંચો: બાલાસોર ટ્રેન દુર્ઘટનાઃ CBI એ 3 રેલવે અધિકારીઓ સામે ચાર્જશીટ દાખલ કરી