આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે અનેક રાજયોમાં પક્ષ પ્રમુખ બદલ્યા

વર્ષ 2024માં આવી રહેલી નિર્ણાયક ચુંટણીઓને અનુલક્ષીને તૈયારીનાં ભાગરૂપે  ભાજપ દ્વારા આ વર્ષની ચુંટણી નિર્ણાયક બની રહેશે અને તેને ધ્યાનમાં લઈ ભારતીય જનતા પાર્ટીએ તૈયારી શરૂ કરી દીધી છે.  આજે ​​ઘણા રાજ્યોમાં નવા પ્રમુખોની જાહેરાત કરી છે. તેલંગાણામાં બંદી સંજય કુમારના સ્થાને સાંસદ અને કેન્દ્રીય પ્રધાન  જી. કિશન રેડ્ડી ચૂંટણી આધારિત તેલંગાણામાં પાર્ટીનું નેતૃત્વ કરશે. […]

Share:

વર્ષ 2024માં આવી રહેલી નિર્ણાયક ચુંટણીઓને અનુલક્ષીને તૈયારીનાં ભાગરૂપે  ભાજપ દ્વારા આ વર્ષની ચુંટણી નિર્ણાયક બની રહેશે અને તેને ધ્યાનમાં લઈ ભારતીય જનતા પાર્ટીએ તૈયારી શરૂ કરી દીધી છે.  આજે ​​ઘણા રાજ્યોમાં નવા પ્રમુખોની જાહેરાત કરી છે. તેલંગાણામાં બંદી સંજય કુમારના સ્થાને સાંસદ અને કેન્દ્રીય પ્રધાન  જી. કિશન રેડ્ડી ચૂંટણી આધારિત તેલંગાણામાં પાર્ટીનું નેતૃત્વ કરશે. તેલંગાણાના પ્રથમ નાણાંમંત્રી તરીકે સેવા આપનાર  BJPના ધારાસભ્ય ઈટેલા રાજેન્દ્રને તેલંગાણાની ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીના ચેરમેન તરીકે નિમણૂક કરાયા છે. આ ઉપરાંત, 7 જુલાઈએ તમામ પ્રદેશ પ્રમુખો, પ્રદેશ મહાસચિવો અને પ્રદેશ પ્રભારીઓની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં આગામી ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરાશે.

તેમણે તેમની કારકિર્દીની શરૂઆત  ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ સાથે કરી અને 2021 સુધી તેમની સાથે રહ્યા બાદ તેઓ ભાજપમાં જોડાયા.

તેલુગુ દેશમ પાર્ટીના સ્થાપક અને આંધ્રપ્રદેશના  ભૂતપૂર્વ મુખ્યમંત્રી એનટી રામા રાવની પુત્રી દગ્ગુબતી પુરંદેશ્વરીને આંધ્રપ્રદેશની ભારતીય જનતા પાર્ટીની અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે.

ભૂતપૂર્વ સાંસદ સુનીલ કુમાર જાખર કે જેમણે ગયા વર્ષે મે મહિનામાં કોંગ્રેસ પક્ષમાંથી ભાજપમાં જતાં સમયે દાવો કર્યો હતો કે,  તેઓ “પંજાબમાં રાષ્ટ્રવાદ, એકતા અને ભાઈચારા” ને સમર્થન આપવા માંગે છે, તેઓ પંજાબમાં પક્ષનું નેતૃત્વ કરશે. 

ઝારખંડના પ્રથમ મુખ્યપ્રધાન અને ઝારખંડ વિધાનસભામાં વિપક્ષના વર્તમાન નેતા, બાબુલાલ મરાંડી ઝારખંડમાં  ભાજપના અધ્યક્ષ છે. તેલંગાણા રાજ્યની રચના પહેલા સંયુક્ત આંધ્ર પ્રદેશના છેલ્લા મુખ્યપ્રધાન કિરણ કુમાર રેડ્ડીને પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભારતીય જનતા પક્ષે 7 જુલાઈના રોજ તમામ પ્રદેશ પ્રમુખો, પ્રદેશ મહાસચિવો અને પ્રદેશ પ્રભારીઓની બેઠક બોલાવી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને રાષ્ટ્રીય મહાસચિવ બી એલ સંતોષ આ બેઠકની અધ્યક્ષતા કરશે. આ ઉપરાંત આવતીકાલે સવારે 10:30 વાગ્યે કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ થવાની સંભાવના હોવાનું ભારતીય જનતા પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું. આમ, ભારતીય જનતા પક્ષ આ વર્ષે ચૂંટણીની  તૈયારી વ્યવસ્થિત આયોજન સાથે કોઈ કચાશ રાખ્યા વિના કરી રહી હોવાનું જણાઈ રહ્યું છે. 

લોકસભાની ચૂંટણી આ વર્ષે પહેલા મધ્યપ્રદેશમાં યોજાવા જઇ રહી છે અને ત્યાં કમાન કોઈ મોટા નેતાને સોંપાય તેવી શક્યતા છે. થોડા દિવસો પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ચુંટણીઓને ધ્યાનમાં લઈને એક મહત્વની બેઠક બોલાવી હતી. જેમાં, આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.