BJPએ 70 વર્ષમાં 4.8 લાખ કરોડના કૌભાંડની “કોંગ્રેસ ફાઇલ્સ” જાહેર કરી

આગામી વર્ષે લોકસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને  BJPએ કાંગ્રેસના 70 વર્ષમાં એક પછી એક કરેલા કૌભાંડોની યાદીનો પ્રથમ એપિસોડ જાહેર કર્યો છે. BJPએ જણાવ્યું કે કોંગ્રેસ જયારે સત્તા પર હતી અને  મનમોહન સિંહના વડાપ્રધાન તરીકેના યુપીએના કાળ દરમ્યાન ભ્રષ્ટાચાર ઘણી હદે ફૂલ્યો ફાલ્યો હતો અને તેની જાણ લોકોને કરવી આવશ્યક છે.  કાંગ્રેસ દ્વારા કરાયેલા  ઘણા કેસને […]

Share:

આગામી વર્ષે લોકસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને  BJPએ કાંગ્રેસના 70 વર્ષમાં એક પછી એક કરેલા કૌભાંડોની યાદીનો પ્રથમ એપિસોડ જાહેર કર્યો છે. BJPએ જણાવ્યું કે કોંગ્રેસ જયારે સત્તા પર હતી અને  મનમોહન સિંહના વડાપ્રધાન તરીકેના યુપીએના કાળ દરમ્યાન ભ્રષ્ટાચાર ઘણી હદે ફૂલ્યો ફાલ્યો હતો અને તેની જાણ લોકોને કરવી આવશ્યક છે. 

કાંગ્રેસ દ્વારા કરાયેલા  ઘણા કેસને ઉજાગર કરીને કોંગ્રેસ પર નવેસરથી પ્રહાર કર્યા છે. 

“કોંગ્રેસ મતલબ ભ્રષ્ટાચાર” શીર્ષકવાળા તેના ટ્વિટર હેન્ડલ પર આ વિડીયો રજૂ કરાયો છે તેમાં એક તરફ રાહુલ ગાંધી અને બીજી તરફ પ્રિયંકા ગાંધીની તસવીર છે અને તેને એપિસોડ -1 માં “ The Lost Decade” નામ અપાયું છે.  વિડીયો સંદેશમાં ભાજપે કહ્યું, “કોંગ્રેસે તેના 70 વર્ષના શાસનમાં જનતાનાં  48,20,69,00,00,000 રૂપિયા પોતાના ખિસ્સા ભેગા કર્યા છે અને આ નાણાંનો ઉપયોગ દેશના નાગરિકો, સુરક્ષા અને વિકાસના ઉપયોગી ક્ષેત્રો  માટે થઈ શક્યો હોત…”

“આટલી રકમનો ઉપયોગ કરીને, 24 INS વિક્રાંત, 300 રાફેલ જેટ, અને 1000 જેટલા મંગળ મિશન પાર પાડી શકાયા હોત નહીં તો ખરીદી શકયા હોત. પરંતુ કોંગ્રેસના ભ્રષ્ટાચારની કિંમત દેશ ભોગવી રહયું છે, તેવું એક વિડીયો મેસેજમાં જણાવ્યું છે. તેમાં કોંગ્રેસના 2004- 2014 સુધીના સાશનનાં ગાળાને ‘લોસ્ટ ડિકેડ’ એટલે કે ગુમાવેલું દસક તરીકે વર્ણવવામાં આવ્યું છે. 

તેમાં જણાવાયું છે કે, મનમોહન સિંહે ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કરીને જેટલો ભ્રષ્ટાચાર થતો હતો તે થવા દીધો હતો અને તેના આંકડાઓ જાણીને સામાન્ય જનતા  સ્તબ્ધ રહી જશે. 

કોંગ્રેસ ના ગોટાળાઓ વિશે વિગતે વાત કરતાં જણાવવામાં આવ્યું હતું કે તેમણે કોલસા સ્કેમ 1.8 લાખ કરોડનો, 2G સ્પેકટરમ સ્કેમ રૂ. 1.7 લાખ કરોડનો માનરેગા સ્કેમ 10 લાખ કરોડનો, કોમનવેલ્થ સ્કેમ 70 હજાર કરોડનો કર્યો હતો. વિડીયોના અંતમાં જણાવ્યું છે કે કોંગ્રેસ દ્વારા કરાયેલા ભ્રષ્ટાચારનો આ માત્ર એક ઝલક જ હતી અને પિક્ચર હજુ બાકી છે. 

પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે,  લોકોએ ભાજપને ચૂંટીને લાવતા દેશને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળી છે. 

નજીકના ભવિષ્યમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે એક પ્રચારમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે  પણ એક સભાને સંબોધતા જણાવ્યું કે, કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર એટલે  કોંગ્રેસ.