PM નરેન્દ્ર મોદીએ આપત્તિ સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પરિષદને સંબોધિત કરી

PM નરેન્દ્ર મોદી ડિઝિટલ માધ્યમથી ડિઝાસ્ટર રેઝિલિન્ટ ઈન્ફાસ્ટ્રક્ચર પર આંતરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. પ્રદૂષણના કારણે પ્રકૃતિને થતો નુકસાનને જોતા મંગળવારે કોલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિન્ટ ઈન્ફાસ્ટ્રક્ચર દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોનફરન્સને પીએમ મોદીએ સંબોધિત કરતા કુદરતી આફતો અને તેનું શ્રેષ્ઠ સંચાલન કેવી રીતે કરી શકાય તેના ઉપર વિશ્વનો ધ્યાન દોર્યુ હતું.  પીએમ […]

Share:

PM નરેન્દ્ર મોદી ડિઝિટલ માધ્યમથી ડિઝાસ્ટર રેઝિલિન્ટ ઈન્ફાસ્ટ્રક્ચર પર આંતરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. પ્રદૂષણના કારણે પ્રકૃતિને થતો નુકસાનને જોતા મંગળવારે કોલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિન્ટ ઈન્ફાસ્ટ્રક્ચર દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોનફરન્સને પીએમ મોદીએ સંબોધિત કરતા કુદરતી આફતો અને તેનું શ્રેષ્ઠ સંચાલન કેવી રીતે કરી શકાય તેના ઉપર વિશ્વનો ધ્યાન દોર્યુ હતું. 

પીએમ મોદીએ કુદરતી આફતોના નિદાન અને શ્રેષ્ઠ સંચાલન માટે પોતાના ભાષણમાં કહ્યું હતું કે વિશ્વના દરેક રાષ્ટ્ર વિવિધ પ્રકારની આફતોનો સામનો કરી રહ્યો છે. જેથી આપણે લોકોને બચાવું જોઈએ. જેના માટે આપણે સમાજમાં બદલાવ લાવાની જરૂરત છે. અને તેમા બદલાવ ત્યારે જ આવી શકે છે. જ્યારે આપણે સમાજને ઇન્ફાસ્ટ્રક્ચર સંબધિત સ્થાનિક જ્ઞાન આપીએ. જેથી આપણે આપત્તિઓના સામના કરી શકીએ. તેમણે કહ્યુ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકરણ કરતી વખતે, આવા જ્ઞાનનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે. તેના માટે આપણે મોર્ડન ટેક્નોલોજી સાથે સ્થાનિક તકનીકને જોડીને એક ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડી શકીએ છીએ.

પીએમ મોદીએ સીડીઆરઆઈના મહત્વ વિશે વાત કરતા જણાવ્યું હતું કે માત્ર 4 વર્ષમાં 40થી વધુ દેશો સીડીઆરઆઈનો ભાગ બની ગયા છે. આ પરિષદ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે કારણ કે વૈશ્વિક ઉત્તર હોય કે વૈશ્વિક દક્ષિણ હોય, કોઈ નાના દેશ હોય કે કોઈ મોટા દેશ દરેક કોઈ આ કુદરતી આફતોને રોકાવા માટે એક સાથે આગળ આવી ગયા છે.

સાથિઓ આપણાને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ચર્ચા કરતા વખતે કેટલિક પ્રાથમિકતાઓનો ધ્યાન રાખવું જોઈએ તેમણે જણાવ્યું કે આ વર્ષની થીમ સ્થિતિસ્થાપકતા અને સર્વસમાવેશક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈએ પાછળ ન હોવું જોઈએ અને કટોકટીના સમયમાં આપણે દરેક દેશના લોકોની સેવા કરવી જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સર્વગ્રાહી દૃષ્ટિકોણ જરૂરી છે. કેમ કે સામાજીક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું જ મહત્વનું છે. તે ઉપરાંત વડાપ્રધાને કહ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર વળતર વિશે નથી જ પરંતું પહોંચ અને રેઝિલેન્સ વિશે પણ છે.

આ સંદર્ભે પીએમ મોદીએ હાલમાં જ તુર્કિએ અને સીરીયામાં આવેલા વિનાશકારી ભૂકંપ અને ભારત તથા યુરોપમાં ગરમીના મોજા, ચક્રવાતના ઉદાહરણ આપતા જણાવ્યું કે આ આફતો અમને વિશ્વ સામેના પડકારોના માપદંડની યાદ અપાવે છે. જેથી આપણાને વિશ્વને બચાવવાનું છે અને માનવના જીવનની રક્ષા કરવાની છે.