ગુજરાત બોર્ડની પરીક્ષા પૂર્ણ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે. 14 માર્ચથી 29 માર્ચ સુધી ધોરણ 10 અને ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષા ચાલી હતી. પરીક્ષા ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ છે. કેટલીક પરીક્ષામાં બોર્ડની નાની મોટી ભૂલ પણ આવી હતી તો કેટલાક પેપર વિદ્યાર્થીઓ માટે સરળ રહ્યા છે. જ્યારે કેટલાક […]

Share:

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે. 14 માર્ચથી 29 માર્ચ સુધી ધોરણ 10 અને ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષા ચાલી હતી. પરીક્ષા ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ છે. કેટલીક પરીક્ષામાં બોર્ડની નાની મોટી ભૂલ પણ આવી હતી તો કેટલાક પેપર વિદ્યાર્થીઓ માટે સરળ રહ્યા છે. જ્યારે કેટલાક પેપર એકદમ અઘરા પણ લાગ્યા હતા. રાજ્યભરમાંથી ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા માટે 16,49,058 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી ધોરણ 10માં 956753 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, ધોરણ વિજ્ઞાન પ્રવાહમાં 110382 વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં 565528 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. પરીક્ષા પૂર્ણ થતાં હવે પેપર ચકાસણી જોરશોરમાં શરૂ કરવામાં આવી છે. 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કુલ ૩૩૪ મૂલ્યાંકન કેન્દ્રો સ્થાપ્યા છે અને ૬૮,૦૦૦ શાળાના શિક્ષકોને ઉત્તરવહી તપાસવાનું કામ સોંપાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂલ્યાંકન એપ્રિલ સુધી ચાલુ રહેશે. પેપરમાં નાની મોટું ભૂલ, ગ્રેસિંગ આપવા સહિતના મુદ્દા પણ નક્કી છે તે મુજબ માર્ક્સ આપવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એપ્રિલના અંત સુધીમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દેશે જયારે સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનામાં જાહેર થશે અને ધોરણ ૧૦નું જૂન મહિનામાં પરિણામ જાહેર થશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે શાળાના શિક્ષકોને સામાન્ય રીતે પોસ્ટલ સેવા દ્વારા ઉત્તરપત્ર મૂલ્યાંકન ફરજ માટેના આદેશો જારી કરવામાં આવ્યા હતા. જો કે, આ વર્ષની શરૂઆતથી, બોર્ડે ઓર્ડર ઓનલાઈન અપલોડ કર્યા હતા જેથી શિક્ષકો તેઓને મોડેથી મળ્યા હોવાનો દાવો કરીને ભૂલ ન કરે. સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડે અંદાજે 1,000 શિક્ષકોને અસેસમેન્ટ ડ્યુટીમાંથી મુક્તિ આપી છે કારણ કે તેઓએ સાચા કારણો આપ્યા હતા. પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓને એક ચિંતાનો હાલ પૂરતો અંત આવ્યો છે. ત્યારે બીજી બાજુ પરિણામની ચિંતા સતાવી રહી છે. એકંદરે બોર્ડની પરીક્ષામાં મોટાભાગના પેપર સરળ રહ્યા હતા. શાંતીપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ છે.પરીક્ષા ખંડના સીસીટીવી ચકાસવાની કામગીરી બોર્ડ દ્વારા ચાલી રહી છે. શંકાસ્પદ વિદ્યાર્થીઓના સીટ નંબરના આધારે અલગ કરીને તપાસ કરવામાં આવશે.