ભારતના મુસ્લિમ સમાજ અંગે ચર્ચા કરાશે તેવા ઓબામાનાં નિવેદન પર સિતારમણની આકરી પ્રતિક્રિયા

વડાપ્રધાન મોદી સાથે વાતચીત દરમિયાન ભારતમાં મુસ્લિમોની સ્થિતિ અંગે ચર્ચા થશે, તેવું બરાક ઓબામા એ જણાવતા કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે  તેને વખોડી કાઢીને આકરા પ્રહારો કર્યા હતા.  અમેરિકામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે ભારતમાં નરેન્દ્ર  મોદીની સરકાર દ્વારા મુસ્લિમો સાથેનો વ્યહવાર અને તે અંગેના સવાલો સામે નરેન્દ્ર મોદીનો બચાવ કર્યો હતો. તેમણે […]

Share:

વડાપ્રધાન મોદી સાથે વાતચીત દરમિયાન ભારતમાં મુસ્લિમોની સ્થિતિ અંગે ચર્ચા થશે, તેવું બરાક ઓબામા એ જણાવતા કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે  તેને વખોડી કાઢીને આકરા પ્રહારો કર્યા હતા. 

અમેરિકામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે ભારતમાં નરેન્દ્ર  મોદીની સરકાર દ્વારા મુસ્લિમો સાથેનો વ્યહવાર અને તે અંગેના સવાલો સામે નરેન્દ્ર મોદીનો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મોદી સરકાર કોઈ ચોક્કસ સમુદાય સાથે ભેદભાવ કરતી નથી. 

બરાક ઓબામાએ ભારતીય મુસ્લિમો પર ટિપ્પણી કરતાં તેમણે સામે પ્રત્યુત્તર આપતા જણાવ્યું કે, ઓબામાના શાસનમાં મુસ્લિમ બહુમતી ધરાવતા 6 દેશો પર 26 હજારથી વધુ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.

તેમણે કોંગ્રેસ અને અન્ય વિરોઘી પક્ષોને માહીતી મેળવ્યા વિના જે મુદ્દો જ ના હોય તેને ઉઠાવવાની ટીકા કરી હતી. 

આ સમયે તેમણે એમ પણ જણાવ્યું કે, તેમની સરકાર કેવી રીતે ‘સબકા  સાથ, સબકા વિકાસ’ સિધ્ધાંત પર કામ કરે છે. તે અંગે વડાપ્રધાન મોદીએ પોતે અમેરિકામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. પરંતુ, જ્યારે લોકો ચર્ચામાં જોડાય છે ત્યારે એવા મુદ્દાઓ ઉછાળે છે જેમાં કોઈ દમ હોતો નથી. 

ભારતનાં વડાપ્રધાનને અન્ય દેશો તરફથી મળેલા 13 એવોર્ડમાંથી 6 એવોર્ડ એવા દેશો દ્વારા આપવામાં આવ્યા છે જે દેશોમાં મુસ્લિમ સમાજની બહુમતી છે. કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્ય કક્ષાએ જે મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ તેના પર ધ્યાન આપવામાં આવે છે. 

વિપક્ષ અંગે તેમણે જણાવ્યું કે, તેઓ ભાજપનો કે નરેન્દ્ર મોદીનો ચુંટણીમાં સામનો કરી શકતા નથી એટલે તેઓ આવા અભિયાન ચલાવે છે. 

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર પ્રહાર કરતાં નિર્મલા સિતારમણે  જણાવ્યું કે, તેઓ મોદી સમક્ષ ભારતના મુસ્લિમોનો મુદ્દો ઉઠાવશે. હું આ સાંભળીને ચોંકી ગઈ હતી.

નિર્મલા સિતારમણે વધુમાં જણાવ્યું કે, આ હું ઘણો સંયમ રાખીને બોલી રહી છું. અમે યુએસ માથે મિત્રતા ઇચ્છિએ છીએ પરંતુ અહી પણ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અંગે ટિપ્પણી કરવામાં આવે છે. યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના શાસન દરમિયાન જ્યારે 6 મુસ્લિમ દેશો પર 26 હજારથી વધારે બોમ્બ ધડાકા થયા ત્યારે લોકો તેમની વાતમાં કેટલો વિશ્વાસ કરશે?