બોર્નવિટા સામે સવાલ કરનાર સામે નોંધાયો કેસ!

હેલ્થ ડ્રિંક બ્રાન્ડ બોર્નવિટાએ સોમવારે સોશિયલ મીડિયાના  ઇન્ફલુએન્સર દ્વારા તેમની પ્રોડક્ટમાં ઘણા વધુ પ્રમાણમાં ખાંડની સામગ્રી વિશે કરેલા દાવાને રદિયો આપ્યો હતો. જેને મોન્ડેલેઝ ઈન્ડિયાની માલિકીની બ્રાન્ડે ઇન્ફલુએન્સરના વિડીયોને “અવૈજ્ઞાનિક” અને “વિકૃત તથ્યો અને ખોટા, નકારાત્મક સંદર્ભો” તરીકે ફગાવી દીધા હતા. જોકે ઇન્ફલુએન્સર રેવંત હિમતસિંગકાને કંપની તરફથી કાનૂની નોટિસ મળી હતી અને બાદમાં તેણે વિડિયો […]

Share:

હેલ્થ ડ્રિંક બ્રાન્ડ બોર્નવિટાએ સોમવારે સોશિયલ મીડિયાના  ઇન્ફલુએન્સર દ્વારા તેમની પ્રોડક્ટમાં ઘણા વધુ પ્રમાણમાં ખાંડની સામગ્રી વિશે કરેલા દાવાને રદિયો આપ્યો હતો. જેને મોન્ડેલેઝ ઈન્ડિયાની માલિકીની બ્રાન્ડે ઇન્ફલુએન્સરના વિડીયોને “અવૈજ્ઞાનિક” અને “વિકૃત તથ્યો અને ખોટા, નકારાત્મક સંદર્ભો” તરીકે ફગાવી દીધા હતા. જોકે ઇન્ફલુએન્સર રેવંત હિમતસિંગકાને કંપની તરફથી કાનૂની નોટિસ મળી હતી અને બાદમાં તેણે વિડિયો હટાવી દીધો હતો. જ્યારે ત્યાં સુધીમાં એ વિડીયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ફરતો થઈ ગયો હતો.

બોર્નવિટાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે છેલ્લા સાત દાયકામાં તેણે ગુણવત્તાના ધોરણોનું પાલન કરતી અને તમામ સંબંધિત કાયદાઓનું પાલન કરતી વૈજ્ઞાનિક રીતે તૈયાર કરેલી પ્રોડક્ટ્સ પ્રદાન કરીને ભારતીય ગ્રાહકોનો વિશ્વાસ મેળવ્યો છે.

‘વિડીયોએ ગભરાટ, ચિંતા પેદા કરી’

“અમે ફરીથી ખાતરી કરવા માંગીએ છીએ કે શ્રેષ્ઠ સ્વાદ અને આરોગ્ય પ્રદાન કરવા માટે પોષણશાસ્ત્રીઓ અને ખાદ્ય વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા ફોર્મ્યુલેશન વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. અમારા તમામ દાવાઓ ચકાસાયેલ અને પારદર્શક છે અને તમામ ઘટકોને નિયમનકારી દ્વારા મંજૂર કરેલા છે. બોર્નવિટાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગ્રાહકોને જાણકાર પસંદગી કરી શકે તે માટે તમામ જરૂરી પોષક માહિતીનો ઉલ્લેખ પેક પર કરવામાં આવ્યો છે. જો કે, તેણે એમ પણ જણાવ્યું હતું કે આ વિડિયોએ ગભરાટ અને ચિંતા પેદા કરી છે. જેથી અમારા ગ્રાહકોએ બોર્નવિટા જેવી બ્રાન્ડમાં મૂકેલા વિશ્વાસ પર સવાલ ઉઠાવ્યા છે.”

ડિલીટ કરાયેલા વિડીયોને લગભગ 12 મિલિયન વખત જોવામાં આવ્યો હતો

કાઢી નાખવામાં આવેલ વિડીયો લગભગ 12 મિલિયન વખત જોવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર પણ કરવામાં આવ્યો છે. બાદમાં તે અભિનેતા-રાજકારણી પરેશ રાવલ અને ભૂતપૂર્વ ક્રિકેટર અને સાંસદ કીર્તિ આઝાદે શેર કર્યો હતો. વિડીયોમાં, હિમતસિંગકા જે પોતાને પોષણશાસ્ત્રી અને આરોગ્ય કોચ તરીકે ઓળખાવે છે, દાવો કરે છે કે બોર્નવિટામાં ખાંડ અને કોકો સોલિડ્સ છે જે કેન્સરનું કારણ બની શકે છે. તેને કાનૂની નોટિસ મળ્યા બાદ વિડીયો હટાવી લીધો હતો.

આ સાથે  Instagram પર એક નિવેદન પોસ્ટ કર્યું: “મેં 13મી એપ્રિલ 2023ના રોજ ભારતની સૌથી મોટી કાયદાકીય પેઢીઓમાંથી એક તરફથી કાનૂની નોટિસ મળ્યા બાદ તમામ પ્લેટફોર્મ પરથી વિડિયો હટાવવાનો નિર્ણય લીધો છે. સાથે લખ્યું કે “હું વિડીયો બનાવવા માટે કેડબરીની માફી માંગુ છું. મેં કોઈપણ ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરવાની કે કોઈ કંપનીને બદનામ કરવાની યોજના કે ઈરાદો નહોતો કર્યો. મારી પાસે કોઈપણ કોર્ટ કેસમાં ભાગ લેવા માટે રસ કે સંસાધનો નથી અને હું કંપનીઓને વિનંતી કરું છું કે આને કાયદેસર રીતે આગળ ન ચલાવો.