નરોડામાં બુકાનીધારીઓ સામે લડ્યા જ્વેલરી શોપના માલિક

અમદાવાદના નરોડા વિસ્તારમાં ફાયર સ્ટેશનની સામે આવેલી એક જ્વેલરી શોપને સવારે બુકાની બાંધી ગન બતાવીને લુંટનો બે ઈસમો દવારા પ્રયાસ કરવામાં આવ્યો. જોકે, દુકાન માલિકની બહાદુરીએ લૂંટારુઓનો ઈરાદો વિફળ બનાવ્યો. જ્વેલર્સના માલિક સંજય સોની દ્વારા બંને ઈસમોનો પ્રતિકાર કરતા તેમણે તેના પર હુમલો પણ કર્યો હતો જેમાં સંજ્ય સોની ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ […]

Share:

અમદાવાદના નરોડા વિસ્તારમાં ફાયર સ્ટેશનની સામે આવેલી એક જ્વેલરી શોપને સવારે બુકાની બાંધી ગન બતાવીને લુંટનો બે ઈસમો દવારા પ્રયાસ કરવામાં આવ્યો. જોકે, દુકાન માલિકની બહાદુરીએ લૂંટારુઓનો ઈરાદો વિફળ બનાવ્યો. જ્વેલર્સના માલિક સંજય સોની દ્વારા બંને ઈસમોનો પ્રતિકાર કરતા તેમણે તેના પર હુમલો પણ કર્યો હતો જેમાં સંજ્ય સોની ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમને હાથ, ચહેરા અને પીઠના ભાગે ઈજા થઈ છે. ઝોન 3ના ડીસીપી સુશીલ અગ્રવાલના કહેવા અનુસાર સવારે 10 કલાકે લૂંટનો પ્રયાસ થયો હતો. સંજય સોની પોતાની દુકાનમાં કાઉન્ટર પાસે એકલા બેઠા હતા ત્યારે બે બંદૂકધારી શખ્સો અંદર ઘૂસી આવ્યા હતા.

જ્યારે સંજય સોનીએ ઊભા થવાનો પ્રયાસ કર્યો ત્યારે એક લૂંટારુએ બંદૂકનો પાછળનો ભાગ તેમના ચહેરા અને માથાના ભાગે માર્યો હતો તેથી તે લોહીલુહાણ હાલતમાં પટકાયા હતા. અચાનક હુમલો થવાથી સંજય સોની પડી ગયા અને તે શખ્સ તેમને બીજા એક રૂમમાં ખેંચી ગયો જ્યારે તેના સાગરિતે કાઉન્ટર ફેંદવાનું શરૂ કર્યું હતું. જોકે, સંજય સોની કૂદકો મારીને બેઠા થયા અને તેમણે લૂંટારુઓને પકડવાની કોશિશ કરી. ત્યારે તેમણે ફરીથી સંજય સોનીના માથા અને પીઠ પર ગન મારી અને દુકાનમાંથી નાસી ગયા હતા. સંજય સોનીના બહેન સપનાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું, “મારા ભાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચહેરા, માથા અને પીઠમાં તેને 28 ટાંકા આવ્યા છે. લૂંટારુઓ દુકાનમાંથી કશું લૂંટી ગયા છે કે કેમ તે અંગે હાલ ચોક્કસ કંઈ કહી શકીએ તેમ નથી.”

શહેર કોટડાના ઈન્સ્પેક્ટર બી.પી. ચૌધરીએ જણાવ્યું, “લૂંટારુઓ ટુ-વ્હીલર પર આવ્યા હતા. શખ્સોના પગેરું મેળવવા માટે અમે દુકાનની આસપાસના બધા જ સીસીટીવી ફૂટેજ તપાસવાની કવાયત હાથ ધરી છે અને સંપૂર્ણ  ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.” ડીસીપી અગ્રવાલે જણાવ્યું કે, “અમે આઈપીસીની કલમો 307 (હત્યાનો પ્રયાસ), 398 (ઘાતકી હથિયાર સાથે લૂંટ કે ચોરીનો પ્રયાસ), 34 (સમાન ઈરાદા સાથે એકથી વધુ લોકો દ્વારા આચરવામાં આવેલું કૃત્ય), 120 (B) (ગુનાહિત ષડયંત્ર) તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરા ચેક કરવા ઉપરાંત હ્યુમન ઈન્ટેલિજન્સને આધારે પણ કડીઓ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.” શહેર કોટડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.