બ્રિજભૂષણ શરણ સિંહે જ્યારે પણ તક મળી ત્યારે યૌન શોષણનો પ્રયત્ન કર્યોઃ પૂરતા પુરાવા હોવાની દલીલ

મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરવાના આરોપોમાં ફસાયેલા ભારતીય કુસ્તી સંઘના (WFI) પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની મુશ્કેલીઓમાં હજુ પણ વધારો થઈ શકે છે. દિલ્હી પોલીસે કોર્ટમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ અંગે ઘણી ચોંકાવનારી વાતો રજૂ કરી હતી. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, બૃજભૂષણ શરણ સિંહે જ્યારે પણ તક મળી ત્યારે યૌન શોષણ કરવા પ્રયત્ન […]

Share:

મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરવાના આરોપોમાં ફસાયેલા ભારતીય કુસ્તી સંઘના (WFI) પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની મુશ્કેલીઓમાં હજુ પણ વધારો થઈ શકે છે. દિલ્હી પોલીસે કોર્ટમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ અંગે ઘણી ચોંકાવનારી વાતો રજૂ કરી હતી. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, બૃજભૂષણ શરણ સિંહે જ્યારે પણ તક મળી ત્યારે યૌન શોષણ કરવા પ્રયત્ન કર્યો હતો. આ સાથે જ દિલ્હી પોલીસે બૃજભૂષણ શરણ સિંહ સામે આઈપીસીની કલમ 354 અંતર્ગત ચાર્જ ફ્રેમ કરવા માટે પૂરતા પુરાવા હોવાનું પણ જણાવ્યું હતું.

રાઉજ એવન્યુ કોર્ટમાં મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરવા મામલે આરોપી એવા ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ આરોપો નિર્ધારિત કરવા મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે WFIના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને કોર્ટમાં હાજરી આપવામાં છૂટ આપી હતી. આ દરમિયાન કોર્ટમાં દલીલ કરતા દિલ્હી પોલીસે કહ્યું હતું કે, બ્રિજભૂષણ શરણ સિંહને ખબર હતી કે તેઓ શું કરી રહ્યા છે. 

બ્રિજભૂષણ શરણ સિંહ સામે પૂરતા પુરાવા

દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, સવાલ એ નથી કે યૌન શોષણની પીડિત યુવતીએ કોઈ પ્રતિક્રિયા આપી કે નહીં, સવાલ એ છે કે તેમના સાથે ખોટું કરવામાં આવ્યું. દિલ્હી પોલીસે એવો તર્ક રજૂ કર્યો હતો કે, જે પુરાવા અને સાક્ષી રજૂ કરવામાં આવ્યા છે તે બ્રિજભૂષણ શરણ સિંહ સામે આરોપો ઘડવા માટે પૂરતા છે. 

દિલ્હી પોલીસે ફરિયાદીઓ સાથે દિલ્હીમાં WFIની ઓફિસ ખાતે બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ ફરિયાદોનો ક્ષેત્રાધિકાર દિલ્હી જ બને છે. એક મહિલા પહેલવાનની ફરિયાદનો ઉલ્લેખ કરતા દિલ્હી પોલીસે કહ્યું હતું કે, તઝાકિસ્તાન ખાતે એક ઈવેન્ટ દરમિયાન બ્રિજભૂષણ શરણ સિંહે ફરિયાદીને રૂમમાં બોલાવી હતી અને તેને બળજબરીથી ગળે લગાવી હતી. જ્યારે ફરિયાદીએ તેનો વિરોધ કર્યો તો બ્રિજભૂષણ શરણ સિંહે એમ કહેલું કે તેમણે પિતાની જેમ એ કરેલું. તેનાથી સ્પષ્ટ થાય છે કે, બ્રિજભૂષણ શરણ સિંહને ખબર હતી કે તેઓ શું કરી રહ્યા છે. 

બૃજભૂષણ શરણ સિંહ સામે આરોપ

દિલ્હી પોલીસના વકીલે અન્ય એક ફરિયાદીની ફરિયાદનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે, “બ્રિજભૂષણ શરણ સિંહે તઝાકિસ્તાનમાં એશિયન ચેમ્પિયનશિપ દરમિયાન મારી રજા લીધા વગર મારા શર્ટને ઉપર કરીને મારા પેટ પર હાથ ફેરવ્યો હતો અને મને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.”

દિલ્હી પોલીસે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસનો ઉલ્લેખ કરીને અલગ અલગ જગ્યાએ અનેક FIR નોંધાવા છતા કોર્ટે એક જગ્યાએ સુનાવણી કરેલી તેમ જણાવ્યું હતું. આગામી 7 ઓક્ટોબરના રોજ આ મામલે આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.