કબડ્ડીનાં ખેલાડી દલવીર સિંહ પર જીવલેણ હુમલો 

કબડ્ડીનાં રમતવીર દલવીર સિંહ પર તેના હરીફોએ હુમલો કરતાં તેનો પગ કાપવાની ફરજ પડી છે તે ફરી પાછો ક્યારેય રમી શકશે નહીં. તેના સંબંધીઓ મદદ કરવાનું કહી રહ્યા છે. તેને હવે ક્યારેય કબડ્ડી રમવા મળશે નહીં. તેની સારવાર ચાલી રહી છે અને તે જીવન માટે સંઘર્ષ કરી રહ્યો છે.   આખા પંજાબમાં નાના મોટા યુવાનો વચ્ચે […]

Share:

કબડ્ડીનાં રમતવીર દલવીર સિંહ પર તેના હરીફોએ હુમલો કરતાં તેનો પગ કાપવાની ફરજ પડી છે તે ફરી પાછો ક્યારેય રમી શકશે નહીં. તેના સંબંધીઓ મદદ કરવાનું કહી રહ્યા છે. તેને હવે ક્યારેય કબડ્ડી રમવા મળશે નહીં. તેની સારવાર ચાલી રહી છે અને તે જીવન માટે સંઘર્ષ કરી રહ્યો છે.  

આખા પંજાબમાં નાના મોટા યુવાનો વચ્ચે ગ્રામીણ સ્તરે કારણ વગર હરીફાઈ થતી હોય છે. જેના કારણે લુધિયાણાના આશાસ્પદ યુવાનની રમતગમતની કારકિર્દીનો અંત આવ્યો છે. દલવીર સિંહ માત્ર 23 વર્ષનો જ છે અને તે ધાઈપાઈ ગામનો છે તે ત્યાં વીરી ધાઈપાઈ તરીકે જાણીતો છે. તેની કારકિર્દીનો અંત આવી જ એક હરિફાઈને કારણે આવ્યો છે. જેનો હાલમાં ઈલાજ ચાલી રહ્યો છે. 

આ રમતવીર પર હુમલો થતાં તેના પગને જોરથી ફટકારવામાં આવ્યો હતો. ચાર દિવસ અગાઉ શુક્રવારે ડીએમસીએચના ડોક્ટરોએ તેના પગમાં વધતાં ચેપને કારણે તેનો પગ કાપવાની ફરજ પડી હતી. 

તેનો રૂમ ટ્રોફી અને મેડલથી ભરેલો છે અને તેની આ આશાસ્પદ કારકિર્દી અકાળે જ આથમી ગઈ છે. હમણાં જ ગૌરવવંતી કારકિર્દીની શરૂઆત થઈ હતી તેનો આટલો ખરાબ અંત ખૂબ જ દુખદ છે. 

દલવીરને ગામના કેટલાક યુવાનોએ નિશાન બનાવ્યો હતો. કબડ્ડીના વર્તુળમાં તેની વધતી ખ્યાતિ તેમનાથી સહન ન થઈ અને તેની કાબિલિયતના તેઓ દુશ્મન બની ગયા હતા. અગાઉ પણ આ યુવાનોએ તેને ધમકી આપી હતી કે તારો પગ તોડી નાખીશું અને તને રમવા નહીં દઈએ. 

લુધિયાણા ગ્રામીણ પોલીસે આ યુવાનના હત્યાના પ્રયાસ માટે પાંચ યુવકો સામે FIR નોંધી છે અને તેમાંથી ત્રણ યુવાનોની ધરપકડ કરી છે. તેના પરિવારના લોકો ઘણા દુખી છે અને તેમને એક જ વાતની ચિંતા છે કે, જ્યારે તે ભાનમાં આવશે અને તે કાપેલો પગ જોશે ત્યારે કેવી રીતે કહી શકાશે કે, તે હવે ક્યારેય કબડ્ડી રમી શકશે નહીં. 

અત્રે એ ઉલ્લેખનીય છે કે, તેના પિતા દેવીન્દર મહિને માત્ર 12 હજાર કમાય છે.  તેમને આ ઘટનાથી સખત આઘાત લાગ્યો છે અને હવે તે આ હત્યાના પ્રયાસને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લીધે આર્થિક સંકટનો પણ સામનો કરી રહ્યા છે. તેમણે તેમના પુત્રની સારવાર માટે વધુ નાણાકીય મદદની તાત્કાલિક જરૂર છે.