મસૂરી-દેહરાદૂન રોડ પર બસ ખીણમાં પડતાં બેનાં મોત, 38 ઘાયલ

ઉત્તરાખંડથી વધુ એક વખત ભયાનક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાખંડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની એક બસ મસૂરીથી દેહરાદૂન આવતી વખતે ખીણમાં પડી હતી, જેમાં બે મુસાફરોના મોત થયા હતા. પોલીસે આ અંગે માહિતી આપી હતી.  દેહરાદૂનના વરિષ્ઠ પોલીસ અધિક્ષક દલીપ સિંહ કુંવરે અહીં જણાવ્યું હતું કે, બસ મસૂરીથી દેહરાદૂન જઈ રહી હતી. આ અકસ્માત ઈન્ડો-તિબેટિયન બોર્ડર […]

Share:

ઉત્તરાખંડથી વધુ એક વખત ભયાનક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાખંડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની એક બસ મસૂરીથી દેહરાદૂન આવતી વખતે ખીણમાં પડી હતી, જેમાં બે મુસાફરોના મોત થયા હતા. પોલીસે આ અંગે માહિતી આપી હતી. 

દેહરાદૂનના વરિષ્ઠ પોલીસ અધિક્ષક દલીપ સિંહ કુંવરે અહીં જણાવ્યું હતું કે, બસ મસૂરીથી દેહરાદૂન જઈ રહી હતી. આ અકસ્માત ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ કેમ્પ પાસેના વળાંક પર થયો હતો, જ્યાં બસ ચાલકે અચાનક કાબૂ પોતાનો ગુમાવી દીધી હતી અને બસ 50 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. બસ ખાઈમાં પડી હોવાનો અવાજ સાંભળતા જ તમામ મુસાફરોએ રાડારાડી શરૂ કરી હતી અને મુસાફરો ગભરાઈ ગયા હતા. અકસ્માત બાદ સ્થાનિકો તરત મદદ માટે દોડી આવ્યા હતા અને ITBP, SDRF, ફાયર અને પોલીસે સ્થાનિક લોકોની મદદથી લોકોને ખાઈમાંથી બહાર કાઢ્યા હતા. ભારતીય સેનાના જવાનો આ વખતે પણ સમય આવ્યો ત્યારે તેઓ જરા પણ પાછળ પડ્યાં નથી અને તેમની હિંમત કામ લાગી છે.  દલીપ સિંહ કુંવરે જણાવ્યું કે, દુર્ઘટના સમયે બસમાં ૪૦ લોકો હતા, જેમાંથી બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતના સમયે ૧૬ મહિલાઓ, ૧૯ પુરુષો અને પાંચ બાળકો સહિત ૪૦ પેસેન્જર્સ હતા. મસૂરીની માતા-પુત્રીનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય ૩૮ જણને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.તેમણે જણાવ્યું હતુ કે, બસમાં સવાર અન્ય લોકો ઘાયલ થયા છે. કુંવરે વધુમાં જણાવ્યું હતું કે, ઘાયલોને તરત જ ખાઈમાંથી બહાર કાઢવામાં આવ્યા અને તાત્કાલિક ધોરણે મસૂરીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાંથી મોટા ભાગના લોકોને દેહરાદૂનની સરકારી દૂન હોસ્પિટલ અને ખાનગી મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. હોસ્પિટલમાં દાખલ કેટલાક લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઘાયલોમાં અનેક લોકોની હાલત ગંભીર હોવાથી મૃતકાંક પણ વધવાની શક્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના પહાડી રાજ્યોમાં રસ્તાઓનો ઘણો સારો વિકાસ થયો છે પરંતુ તે વિષમ માર્ગ પર નાગરિકોની સગવડ તેમજ સુરક્ષા માટે ડ્રાઈવરની કુશળતા પણ એટલી જ મહત્વની છે અને અનિવાર્ય છે. 

સ્થાનિકોએ જણાવ્યું કે, આ બચાવ કામગીરીમાં ભારે તકલીફનો સામનો પણ કરવો પડી રહ્યો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો અને અધિકારીઓને ઘાયલોની સારવાર માટે તમામ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.