કેનેડાના રક્ષામંત્રી બિલ બ્લેરે આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું- ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ

કેનેડાના રક્ષામંત્રી બિલ બ્લેરે ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ ગણાવ્યા હતા અને ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના જેવી ભાગીદારી આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ ચાલુ રહેશે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 18 જૂનના રોજ બ્રિટિશ કોલંબિયામાં કેનેડાની ધરતી પર 45 વર્ષીય ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની […]

Share:

કેનેડાના રક્ષામંત્રી બિલ બ્લેરે ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ ગણાવ્યા હતા અને ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના જેવી ભાગીદારી આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ ચાલુ રહેશે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 18 જૂનના રોજ બ્રિટિશ કોલંબિયામાં કેનેડાની ધરતી પર 45 વર્ષીય ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીના આક્ષેપો કર્યા પછી ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધ્યો હતો.

ભારતે હરદીપ સિંહ નિજ્જરને 2020 માં આતંકવાદી જાહેર કર્યો હતો. ભારતે કેનેડાના આ આરોપોને “વાહિયાત” અને “પ્રેરિત” ગણાવીને નકારી કાઢ્યા હતા, જેના પરિણામે આ બાબતે એક ભારતીય અધિકારીની ઓટાવા દ્વારા હકાલપટ્ટીના બદલામાં એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢવામાં આવ્યો હતો.

કેનેડાના રક્ષામંત્રીએ ભારત સાથે સંબંધોનું મહત્વ જણાવ્યું

એક ઈન્ટરવ્યુમાં કેનેડાના રક્ષામંત્રી બિલ બ્લેરે ભારત સાથેના સંબંધોના મહત્વ પર ભાર મૂક્યો હતો અને સંકેત આપ્યો હતો કે કેનેડા આ ભાગીદારી ચાલુ રાખશે અને હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપોની તપાસ ચાલુ રહેશે.

બિલ બ્લેરે કહ્યું, “અમે સમજીએ છીએ કે ભારત સાથેના અમારા સંબંધોના સંદર્ભમાં આ એક પડકારજનક મુદ્દો હોઈ શકે છે અને તે સાબિત થયું છે. પરંતુ તે જ સમયે, અમારી પાસે કાયદાનું રક્ષણ કરવાની, અમારા નાગરિકોની સુરક્ષા કરવાની અને એ પણ સુનિશ્ચિત કરવાની જવાબદારી છે કે અમે સંપૂર્ણ તપાસ કરીએ અને સત્ય સુધી પહોંચીએ.”

બિલ બ્લેરે કહ્યું, “જો આરોપો સાચા સાબિત થશે, તો કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં અમારા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન હશે, જે કેનેડા માટે ખુબ જ ચિંતાનો વિષય હશે.”

બિલ બ્લેરે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેનેડા માટે ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના મહત્વપૂર્ણ છે અને તેણે પેટ્રોલિંગ ક્ષમતા વધારવા તેમજ આ ક્ષેત્રમાં લશ્કરી હાજરી વધારવા માટે પ્રતિબદ્ધતાઓ દર્શાવી છે.

આ વ્યૂહરચના એ જ સમયગાળામાં આશરે $2.3 બિલિયનની કુલ રકમમાંથી પાંચ વર્ષમાં લશ્કરી પ્રાથમિકતાઓ માટે $492.9 મિલિયન ફાળવે છે.
ભારતે ગુરુવારે કેનેડાને તેના પ્રદેશમાંથી કાર્યરત આતંકવાદીઓ અને ભારત વિરોધી તત્વો સામે કડક કાર્યવાહી કરવા અને કેનેડિયનો માટે વિઝા સેવાઓ સ્થગિત કરવા જણાવ્યું હતું. હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત-કેનેડા વચીના સંબંધોમાં તણાવ સર્વકાલીન નીચા સ્તરે પહોંચ્યો હોવાથી, ભારતે કેનેડાને ભારતમાં તેના રાજદ્વારી કર્મચારીનું કદ ઘટાડવા માટે પણ હાકલ કરી હતી જેથી પરસ્પર રાજદ્વારી હાજરીમાં તાકાત અને પદમાં સમાનતા પ્રાપ્ત કરી શકાય. હાલમાં, ભારતમાં કેનેડિયન રાજદ્વારી કર્મચારીઓની સંખ્યા કેનેડામાં નવી દિલ્હીની હાજરી કરતાં વધી ગઈ છે.