નવસારીમાં અંડરપાસમાં વરસાદના પાણીમાં કાર ફસાઈ

નવસારીમાં મંદિર ગામ પાસેનો એક અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જતાં કાર ફસાઈ ગઈ હતી.  જોકે સ્થાનિક લોકો અને ફાયર વિભાગની મદદથી કારમાં સવાર લોકોને બચાવી લેવાયા હતા. છેલ્લાં એક અઠવાડિયાથી ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેણે કારણે શુક્રવારે ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હોવાને કારણે અનેક સ્થળોએ પાણી […]

Share:

નવસારીમાં મંદિર ગામ પાસેનો એક અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જતાં કાર ફસાઈ ગઈ હતી.  જોકે સ્થાનિક લોકો અને ફાયર વિભાગની મદદથી કારમાં સવાર લોકોને બચાવી લેવાયા હતા.

છેલ્લાં એક અઠવાડિયાથી ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેણે કારણે શુક્રવારે ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હોવાને કારણે અનેક સ્થળોએ પાણી ભરાઇ ગયા હતા. નવસારીના મંદિરગામ અંડરપાસમાં પણ પાણી જમા થયું હતું. જેમાંથી પસાર થવાનો પ્રયત્ન કરતાં એક કાર ફસાઈ ગઈ હતી. આ કારમાં ચાર લોકો સવાર હતા જેને  ફાયર વિભાગ અને સ્થાનિકોની મદદથી બચાવી લેવાયા હતા.

ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈલ થઈ રહ્યો છે. વાઈરલ થયેલા વીડિયોમાં કારમાં સવાર લોકો તેમની કારમાંથી બચવા માટે સંઘર્ષ કરતા જોઈ શકાય છે. વીડિયોમાં માત્ર કારની છત જ દેખાય છે બાકીની આખી કાર  પાણીમાં ડૂબી ગઈ હતી તે જોઈ શકાય છે. નવસારીમાં અનેક જગ્યાએ પાણી ભરાતા લોકોની હાલાકી વધી હતી. 

બિપરજોય વાવાઝોડાએ ગુજરાતને ઘમરોળ્યા બાદ કેરળ અને મુંબઈ બાદ 27 જૂનથી વિધિવત ચોમાસાની શરૂઆત થઈ હતી. ત્યારપછી સતત ગુજરાતના મોટાભાગના રાજ્યોમાં સારો વરસાદ જોવા મળ્યો છે. સારા વરસાદને પગલે ક્યાંક પૂરની પણ સ્થિતિ સર્જાઇ છે તો ક્યાંક વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલી જુલાઈથી વરસાદનું જોર ધીમું પડશે તેવી આગાહી કરવામાં આવી હતી. 

ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, તાપી અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જ રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદમાં પણ ભારે વરસાદ પડશે.

વારસાદને કારણે ડાંગના ગિરમલ ધોધમાં પણ પૂર જોશમાં પાણી વહી રહ્યું છે અને ટેને કારણે આ વિસ્તારનું સૌંદર્ય નીખરી રહ્યું છે. મંગળવારથી વરસાદ શરૂ થયા પછી નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. 

જૂનાગઢમાં પણ ભારે વરસાદને કારણે ડેમ છલકાતા તેના પાણી આસપાસના વિસ્તારોમાં પ્રસર્યા છે અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા સર્જાઇ છે. જામનગરમાં પણ અતિભારે વરસાદ વરસ્યો હતો જેણે કારણે જામનગરની શેરીઓમાં પાણી જમા થઈ ગયું છે. માંડવીમાં ઘણી જગ્યાએ વૃક્ષો અને ઇલેક્ટ્રીકના થાંભલા તેના સ્થાનેથી ઉખડી ગયા હોવાની સમસ્યા સર્જાઇ છે. 

ગુજરાતનાં કચ્છમાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે. તેમજ અમદાવાદમાં પણ ભારે વરસાદ થતાં લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.