બાલાસોર ટ્રેન દુર્ઘટનાઃ CBI એ 3 રેલવે અધિકારીઓ સામે ચાર્જશીટ દાખલ કરી 

બાલાસોર ટ્રેન અકસ્માત મામલે અગાઉ ધરપકડ કરાયેલા 3 રેલવે અધિકારીઓ સામે CBIએ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં લગભગ 290 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ મામલે 3 રેલવે અધિકારીઓ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ બાલાસોર ટ્રેન અકસ્માતના પુરાવાનો નાશ કરવામાં સામેલ હતા. ઓડિશાના બાલાસોરમાં સંભવિત સિગ્નલમાં નિષ્ફળતાને કારણે […]

Share:

બાલાસોર ટ્રેન અકસ્માત મામલે અગાઉ ધરપકડ કરાયેલા 3 રેલવે અધિકારીઓ સામે CBIએ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં લગભગ 290 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ મામલે 3 રેલવે અધિકારીઓ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ બાલાસોર ટ્રેન અકસ્માતના પુરાવાનો નાશ કરવામાં સામેલ હતા. ઓડિશાના બાલાસોરમાં સંભવિત સિગ્નલમાં નિષ્ફળતાને કારણે ઘણી ટ્રેનો એકબીજા સાથે અથડાયાના એક મહિના પછી જુલાઈમાં 3 રેલવે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. 

રેલવેના 3 અધિકારીઓની ધરપકડ

ભારતીય રેલવેના ઈતિહાસમાં ભયાનક કહેવાતા, બાલાસોર ટ્રેન અકસ્માતમાં લગભગ 290 લોકો મૃત્યુ પામ્યા હતા. અરુણ કુમાર મહંત, સિનિયર સેક્શન એન્જિનિયર; મોહમ્મદ અમીર ખાન, સેક્શન એન્જિનિયર; અને ટેકનિશિયન પપ્પુ કુમારની CBI દ્વારા તેમની ભૂમિકા માટે ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોના કારણે જ ટ્રેન અકસ્માત થયો હોવાનું મનાય છે.આ 3 રેલવે અધિકારીઓની ભારતીય દંડ સંહિતાની કલમ 304 અને 201 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

2 જૂનના રોજ થયેલા બાલાસોર ટ્રેન અકસ્માતમાં, કોરોમંડલ એક્સપ્રેસ, વિરુદ્ધ દિશામાંથી આવતી યશવંતપુર-હાવડા એક્સપ્રેસ અને બાલાસોરના બહનાગા બજાર રેલવે સ્ટેશન પર ઉભેલી માલગાડીનો સમાવેશ થાય છે.

ફોરેન્સિક નિષ્ણાતો સાથે, એજન્સીના અધિકારીઓએ બાલાસોર ટ્રેન અકસ્માતના પુરાવા એકત્ર કરવા માટે તપાસ હાથ ધર્યા બાદ અગાઉ અથડામણના સ્થળની મુલાકાત લીધી હતી. તેઓએ સંબંધિત 3 રેલવે અધિકારીઓના નિવેદનો રેકોર્ડ કર્યા અને સમગ્ર મામલે કોઈ તકનીકી ખામી અથવા માનવ ભૂલ હતી કે કેમ તે નિર્ધારિત કરવા માટે સિગ્નલિંગ સિસ્ટમની પણ તપાસ કરી હતી.

અધિકારીની બેદરકારીના કારણે થયો અકસ્માત



CBIએ આરોપ લગાવ્યો છે કે બહનાગા બજાર સ્ટેશન પાસેના લેવલ ક્રોસિંગ ગેટ નંબર 94 પર રિપેરિંગનું કામ અરુણ કુમાર મહંત દ્વારા LC ગેટ નંબર 79ના સર્કિટ ડાયાગ્રામનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. આરોપીની ફરજ એ સુનિશ્ચિત કરવાની હતી કે હાલના સિગ્નલ અને ઈન્ટરલોકીંગ ઈન્સ્ટોલેશનમાં ટેસ્ટીંગ, ઓવરહોલિંગ અને ફેરફાર મંજૂર પ્લાન અને સૂચનાઓ અનુસાર કરવામાં આવે કરવા જેનું તેણે પાલન કર્યું ન હતું.

બાલાસોર ટ્રેન અકસ્માતની વિગતો આપતા, રેલવે મંત્રાલયે અગાઉ કહ્યું હતું કે ઉત્તર સિગ્નલ ગુમટી સ્ટેશન પર સિગ્નલિંગ સર્કિટ ફેરફાર કરવામાં ક્ષતિઓને કારણે કોરોમંડલ એક્સપ્રેસ મુખ્ય લાઈનને બદલે લૂપ લાઈનમાં પ્રવેશી હતી. 

લેવલ ક્રોસિંગ ગેટ 94 પર ઈલેક્ટ્રિક લિફ્ટિંગ બેરિયર (ELB) ના રિપ્લેસમેન્ટ સાથે જોડાયેલ સિગ્નલિંગ કાર્યના અમલમાં અનિયમિતતાઓ પણ કથિત રીતે શોધી કાઢવામાં આવી હતી. 2 જૂનના રોજ બપોરે 3 વાગ્યાથી 11.58 વાગ્યા સુધી ડેટા લોગર ડિવાઈસમાં લોગ થયેલી નોંધોની પણ ઘટનાઓના ક્રમને ફરીથી ગોઠવવા માટે તપાસવામાં આવી હતી.