ગ્રીન ફટાકડા સાથે ઈકો-ફ્રેન્ડલી Diwali 2023ની ઉજવણી કરો

Diwali 2023: દિવાળી એ રોશની અને ખુશીઓનો તહેવાર છે. દિવાળીને આડે હવે માત્ર થોડાક જ દિવસો બાકી છે ત્યારે લોકો પહેલેથી જ તેમના ઘરની સફાઈથી લઈને નવા કપડાં ખરીદવાની તૈયારીઓમાં વ્યસ્ત છે. દિવાળી (Diwali 2023) એ સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તહેવારોમાંનો એક છે. આ વર્ષે, 12 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. વધતા પ્રદૂષણને કારણે દિવાળીમાં ગ્રીન ફટાકડા […]

Share:

Diwali 2023: દિવાળી એ રોશની અને ખુશીઓનો તહેવાર છે. દિવાળીને આડે હવે માત્ર થોડાક જ દિવસો બાકી છે ત્યારે લોકો પહેલેથી જ તેમના ઘરની સફાઈથી લઈને નવા કપડાં ખરીદવાની તૈયારીઓમાં વ્યસ્ત છે. દિવાળી (Diwali 2023) એ સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તહેવારોમાંનો એક છે. આ વર્ષે, 12 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. વધતા પ્રદૂષણને કારણે દિવાળીમાં ગ્રીન ફટાકડા (green crackers) ફોડવામાં આવે છે. 

ઈકો-ફ્રેન્ડલી Diwali 2023 ઉજવવા માટે ગ્રીન ફટાકડાનું ચલણ વધ્યું 

દિવાળી (Diwali 2023)માં દારૂખાનાવાળા ફટાકડા પ્રદૂષણમાં વધારો કરતા હોવાથી ગ્રીન ફટાકડા ફોડવાની ભલામણ કરવામાં આવે છે. હવા અને ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે ઘણી જગ્યાઓ હવે ઈકો-ફ્રેન્ડલી અને અવાજ વિનાની દિવાળીની ઉજવણીને પ્રોત્સાહન આપવામાં આવે છે. જો તમે ફટાકડા ફોડવા માંગતા હોવ તો ગ્રીન અને ઈકો-ફ્રેન્ડલી ફટાકડા એક વિકલ્પ બની શકે છે.  

વધુ વાંચો… Diwali 2023: કન્યા રાશિમાં ખાસ યોગથી દિવાળી દરમિયાન 5 રાશિના જાતકોને થશે લાભ

ગ્રીન ફટાકડા શું છે?

CSIR-નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જીનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CSIR NEERI) દ્વારા ગ્રીન ફટાકડા (green crackers)ને નાના શેલવાળા ફટાકડા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેમાં કોઈ રાખ અથવા ઉત્સર્જન ઘટાડવા માટે ધૂળના રજકણો હોતા નથી. આ ફટાકડાઓમાં બેરિયમ સંયોજનો હોતા નથી. બેરિયમ એ મેટલ ઓક્સાઈડ છે જે હવાને પ્રદૂષિત કરે છે અને અવાજનું કારણ બને છે. ગ્રીન ફટાકડા ફોડવાથી પાણીની વરાળ ઉત્પન્ન થાય છે, જે ઉત્સર્જિત ધૂળનું પ્રમાણ ઘટાડે છે.  

Diwali 2023માં ગ્રીન ફટાકડા કેવી રીતે ઓળખવા?

ગ્રીન ફટાકડા (green crackers)ને CSIR-NEERI અને PESOના વિશિષ્ટ લીલા રંગના લોગો અને ક્વિક રિસ્પોન્સ (QR) કોડ દ્વારા ઓળખી શકાય છે. 

SWAS (સેફ વોટર રીલીઝર): તે ધૂળ ઘટાડવા માટે વાતાવરણમાં પાણીની વરાળ છોડે છે. તે 30% ઓછા કણોનું ઉત્સર્જન કરે છે અને તેમાં સલ્ફર અથવા પોટેશિયમ નાઈટ્રેટ નથી.

STAR (સેફ થર્માઈટ ક્રેકર): પોટેશિયમ નાઈટ્રેટ અથવા સલ્ફર હોતું નથી, ઓછા રજકણનું ઉત્સર્જન કરે છે અને અવાજની તીવ્રતા ઘટાડે છે.

SAFAL: તેમાં એલ્યુમિનિયમનો ઓછો ઉપયોગ અને વધુ મેગ્નેશિયમ છે. તે પરંપરાગત ફટાકડા કરતાં ઓછો અવાજ ઉત્પન્ન કરે છે.

દિવાળી (Diwali 2023)માં ગ્રીન ફટાકડા દેખાવમાં સામાન્ય ફટાકડા જેવા જ હોય ​​છે અને ફુલઝારી, ફ્લાવર પોટ, સ્કાયશોટ જેવા તમામ પ્રકારના ફટાકડા ગ્રીન ફટાકડાની શ્રેણીમાં જોવા મળે છે. આ ફટાકડા પણ માચીસ દ્વારા સળગાવવામાં આવે છે, આ સિવાય તેમાં સુગંધ અને પાણીના ફટાકડાનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જે અલગ રીતે સળગાવવામાં આવે છે.

ગ્રીન ફટાકડા (green crackers) સામાન્ય ફટાકડાની જેમ જ સળગે છે, તફાવત માત્ર એટલો છે કે તે ઈકો-ફ્રેન્ડલી છે. આ ફટાકડા સળગાવવાથી ધુમાડો નીકળે છે અને તેની માત્રા ઓછી હોય છે.