કેન્દ્રએ 10,000 ઈ-બસ સેવા, PM વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી 

કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ એક બ્રીફિંગમાં બુધવારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જાહેરાત કરી હતી કે ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે કેબિનેટ દ્વારા PM ઈ-બસ સેવાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના માટે કેન્દ્ર દ્વારા 57,613 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેમાં PM ઈ-બસ સેવા હેઠળ 100 શહેરોમાં 10,000 નવી PM ઈ-બસોની સુવિધા […]

Share:

કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ એક બ્રીફિંગમાં બુધવારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જાહેરાત કરી હતી કે ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે કેબિનેટ દ્વારા PM ઈ-બસ સેવાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના માટે કેન્દ્ર દ્વારા 57,613 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેમાં PM ઈ-બસ સેવા હેઠળ 100 શહેરોમાં 10,000 નવી PM ઈ-બસોની સુવિધા ઉલબ્ધ કરાવવામાં આવશે.

169 શહેરોમાં શરૂ થશે ઈ-બસ સેવા

PM ઈ-બસ સેવા પહેલ પર અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે 169 શહેરોમાંથી 100 શહેરો પડકાર પદ્ધતિ પર પસંદ કરવામાં આવશે. આ નવી યોજના વિશે વધુ માહિતી આપતાં તેમણે કહ્યું કે, ” ₹ 57,613 કરોડમાંથી, ₹ 20,000 કરોડ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજના 3 લાખ અને તેનાથી વધુ વસ્તી ધરાવતા શહેરોને આવરી લેશે. આ યોજના હેઠળ, શહેરની બસો સાથે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ પર 10,000 ઈ-બસ બનાવવામાં આવશે. આ સ્કીમ 10 વર્ષ સુધી બસ સંચાલનને સમર્થન આપશે.”

કેન્દ્રીય રેલ્વે, સંદેશાવ્યવહાર, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે કેબિનેટે વિશ્વકર્મા યોજનાને પણ મંજૂરી આપી હતી. PM વિશ્વકર્મા યોજના હેઠળ સરકાર માટીકામ, લુહાર, બાંધકામ, ટેલરિંગ અને બોટ-બિલ્ડિંગ સહિતની પરંપરાગત કુશળતાને પ્રોત્સાહન આપશે જે અગાઉની પેઢીઓ દ્વારા સ્થાનાંતરિત કરવામાં આવી છે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે PM વિશ્વકર્મા યોજનાથી 30 લાખ કારીગર પરિવારોને લાભ થવાની અપેક્ષા છે. ₹13,000 કરોડની યોજના કારીગરોને ₹ 2 લાખ સુધીની સબસિડીવાળી લોન મેળવવા માટે સક્ષમ બનાવશે. આ યોજના હેઠળ બે પ્રકારના કૌશલ્ય કાર્યક્રમ છે અને જેઓ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમને આધુનિક સાધનો ખરીદવા માટે રૂ. 500નું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. ₹15,000ની સહાય આપવામાં આવશે અને PM વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને રૂ. 1,00,000 સુધીની લોન આપવામાં આવશે.

અશ્વિની વૈષ્ણવે માહિતી આપી કે કેબિનેટે ₹ 14,903 કરોડના ખર્ચ સાથે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમના વિસ્તરણને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ, સાર્વત્રિક ભાષા અનુવાદ માટે રાષ્ટ્રીય ડિજિટલ જાહેર પ્લેટફોર્મ ‘ભાશિની’ પણ રજૂ કરવામાં આવશે.

કેબિનેટ મીટિંગ દરમિયાન, કેન્દ્રએ નેશનલ સુપરકોમ્પ્યુટિંગ મિશન (NSM)માં તૈનાત પહેલાથી જ અસ્તિત્વમાં છે તે 18 સિસ્ટમ્સમાં વધુ નવ સુપર કોમ્પ્યુટર ઉમેરવાનો પણ નિર્ણય કર્યો છે. 

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કેન્દ્રીય કેબિનેટે ભારતીય રેલ્વેના સાત મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને રૂ. 32,500 કરોડના ખર્ચે મુંજૂરી આપવામાં આવી. પીએમ મોદીના નેતૃત્વમાં સરકાર રેલ્વેના વિકાસ પર વ્યાપકપણે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.