કેન્દ્ર સરકારે ઓછા ભાવે શરૂ કર્યું ટામેટાંનું વેચાણ

ભારત સરકારે ટામેટાના વધતા ભાવને ઘટાડવાના પ્રયાસરૂપે, વિવિધ શહેરોમાં રાહત દરે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું છે. સૌપ્રથમ દિલ્હી-NCR અને પટનામાં આ વેચાણ થયું હતું, જેની કિંમત 90 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રાખવામાં આવી હતી. દિલ્હી-NCRમાં આ મોબાઈલ વાન ઉભી રાખવા માટે 20 સ્થળો પસંદ કરવામાં આવ્યા છે. લખનઉ અને કાનપુરમાં પણ ઓછા ભાવે ટામેટાંનું વેચાણ શરૂ […]

Share:

ભારત સરકારે ટામેટાના વધતા ભાવને ઘટાડવાના પ્રયાસરૂપે, વિવિધ શહેરોમાં રાહત દરે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું છે. સૌપ્રથમ દિલ્હી-NCR અને પટનામાં આ વેચાણ થયું હતું, જેની કિંમત 90 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રાખવામાં આવી હતી. દિલ્હી-NCRમાં આ મોબાઈલ વાન ઉભી રાખવા માટે 20 સ્થળો પસંદ કરવામાં આવ્યા છે. લખનઉ અને કાનપુરમાં પણ ઓછા ભાવે ટામેટાંનું વેચાણ શરૂ થવાનું છે.

દિલ્હી-NCR અને પટનામાં આ વેચાણ સરળ બની રહે તે માટે મોબાઈલ વાનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગ્રાહક સચિવ રોહિત કુમાર સિંઘે જણાવ્યું હતું કે લખનઉ અને કાનપુરમાં 15 મોબાઇલ વાન સાથે વેચાણ કરવામાં આવશે. 

નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) અને નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED)ને રાહત દરે ટામેટાંના વેચાણની જવાબદારી સોંપવામાં આવી છે. ભારે વરસાદના કારણે શુક્રવારે ટામેટાંનો ભાવ 244 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળ્યો છે.

નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર, એનિસ જોસેફ ચંદ્રાએ જણાવ્યું કે, 17,000 કિલોગ્રામ ટામેટાંમાંથી આશરે 80% સાંજ સુધીમાં વેચાઈ ગયા હતા. ઓછા ભાવે મળતા ટામેટાં ખરીદવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી. કરોલ બાગ, પટેલ નગર, સીજીઓ કોમ્પ્લેક્સ, નેહરુ પ્લેસ, ગોવિંદ લાલ શિકા માર્ગ, આદર્શ નગર સહિતના વિવિધ વિસ્તારોમાં 20થી વધુ મોબાઈલ વાન મુકવામાં આવી હતી. ત્રણ મોબાઇલ વાનો નોઇડા સેક્ટર-78 અને ગ્રેટર નોઇડા નજીક પરી ચોકમાં મુકવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટામેટાંનું વેચાણ વધુ થતું હોવાથી તેનો જથ્થો વધારીને 20,000 કિલોગ્રામ કરવામાં આવશે. આ દરમિયાન, NAFED બિહારના પટનામાં 90 રૂપિયા પ્રતિ કિલોગ્રામના દરે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું હતું

NCCF ભાવ સ્થિર ન થાય ત્યાં સુધી દિલ્હીમાં આશરે 100  આઉટલેટ્સ દ્વારા ટામેટાંનું વેચાણ કરશે. . NAFEDના અધ્યક્ષ બિજેન્દ્ર સિંહે ખુલાસો કર્યો કે, પટનામાં 20 ટન ટામેટાંનો સ્ટોક હતો. જેમાં સહકારી મંડળીએ આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાંથી રૂ. 115 પ્રતિ કિલોગ્રામના ભાવે ટામેટાં ખરીદ્યા અને તેને પટના મોકલતા  રૂ. 6 પ્રતિ કિલોગ્રામનો ખર્ચ  કેન્દ્ર સરકાર કરશે.

સરકારી આંકડાઓ મુજબ, શુક્રવારે સમગ્ર ભારતમાં ટામેટાંની સરેરાશ કિંમત 116.76 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. જયારે દિલ્હીમાં રૂ. 178 પ્રતિ કિલોગ્રામ હતા, ત્યારબાદ મુંબઈમાં રૂ. 147 પ્રતિ કિલોગ્રામ, કોલકાતામાં રૂ. 145 પ્રતિ કિલોગ્રામ અને ચેન્નાઈમાં રૂ. 132 પ્રતિ કિલોગ્રામ હતા. જુલાઈ-ઓગસ્ટ અને ઓક્ટોબર-નવેમ્બરમાં ચોમાસામાં થતા ઓછા ઉત્પાદનને કારણે ટામેટાંના ભાવમાં વધારો જોવા મળશે.