ઓરિસ્સાનાં બાલાસોરમાં ત્રણ ટ્રેનોના  ગમખ્વાર અકસ્માતનું મુખ્ય કારણ “ખોટી સિગ્નલિંગ” 

ઓરિસ્સાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોનાં ગમખ્વાર અકસ્માતનું મુખ્ય કારણ “ખોટી સિગ્નલિંગ” હોવાનું ઉચ્ચ સ્તરીય તપાસમાં જાણવા મળ્યું છે. તપાસમાં આ વાત બહાર આવતાં જ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, નરેન્દ્ર મોદી સરકારે રેલવે સુરક્ષાના પાયાના મુદ્દાઓ પર “સંપૂર્ણ રીતે સમાધાન” કર્યું છે. આ સાથે કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે દાવો કર્યો છે કે ઓરિસ્સાના બાલાસોરમાં તાજેતરની ટ્રેન […]

Share:

ઓરિસ્સાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોનાં ગમખ્વાર અકસ્માતનું મુખ્ય કારણ “ખોટી સિગ્નલિંગ” હોવાનું ઉચ્ચ સ્તરીય તપાસમાં જાણવા મળ્યું છે. તપાસમાં આ વાત બહાર આવતાં જ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, નરેન્દ્ર મોદી સરકારે રેલવે સુરક્ષાના પાયાના મુદ્દાઓ પર “સંપૂર્ણ રીતે સમાધાન” કર્યું છે. આ સાથે કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે દાવો કર્યો છે કે ઓરિસ્સાના બાલાસોરમાં તાજેતરની ટ્રેન દુર્ઘટના માનવ ભૂલના પરિણામે સર્જાઇ હતી જેના મૂળમાં રાજકીય નેતૃત્વ અને  મેનેજમેન્ટની નિષ્ફળતા હતી.

ઉચ્ચ સ્તરીય તપાસમાં બાલાસોરમાં ત્રણ ટ્રેનોની અથડામણથી થયેલા અકસ્માતનું મુખ્ય કારણ “ખોટું સિગ્નલિંગ” તેમજ સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશન (S&T) વિભાગમાં “અનેક સ્તરે ખામીઓ” હોવાનું જાણવા મળ્યું છે. 

કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે ટ્વીટમાં જણાવ્યું હતું કે, “આ અમે ઘણા સમયથી કહેતા આવ્યા છીએ કે,  વંદે ભારત ટ્રેનોના ઉદઘાટન, બુલેટ ટ્રેન પર ધ્યાન આપવાની ઘેલછામાં વિશિષ્ટ કેડર સાથે ચેડા  થયા છે અને રેલવેની સલામતી જેવી  મૂળભૂત બાબતો સાથે સંપૂર્ણ રીતે સમાધાન કર્યું છે.  કેમકે,  આ મુદ્દાઓ કોઈ હેડલાઇન્સ કે અખબારોમાં ફોટા આપતી નથી.

બાલાસોર દુર્ઘટના સ્પષ્ટ રીતે માનવીય ભૂલ હતી જેના મૂળમાં રાજકીય નેતૃત્વ અને  મેનેજમેન્ટની નિષ્ફળતા છે. રેલવેના અભિગમને પાટા પર લાવવા માટે શું જોઈએ તેવો તેમણે સવાલ પણ કર્યો હતો.

કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાથે પણ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના મુખ્યમથક ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપની આગેવાની હેઠળનાં કેન્દ્ર પર પ્રહારો કર્યા અને કહ્યું કે ટ્રેનમાં મુસાફરી કરતાં મુસાફરો તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકારની છે.  અમે અપીલ કરી છીએ કે,  ગરમાગરમ ભોજન અને નવા વંદે ભારતના વિષયોમાં ન રહો. પહેલા તમે  ટ્રેનમાં મુસાફરી કરનારાઓની સલામતીની ખાતરી કરો. તે સુનિશ્ચિત કરવાની સરકારની જવાબદારી છે કે લોકો તેમના ગંતવ્ય પર સુરક્ષિત રીતે પહોંચે અને માત્ર ટ્રેનોને ધ્વજ ફરકાવતા ના રહે.  અહેવાલ દ્વારા સરકારના તમામ જુઠ્ઠાણા ખુલ્લા પડી ગયા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. 

અહેવાલ અંગે સરકારની ટીકા કરી કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે,  રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ હજુ પણ કેવી રીતે તેમના પદ પર રહી શકે છે જ્યારે જે મુસાફરો માનતા હતા કે તે સુખી રીતે ઘરે પહોંચશે, પરંતુ તેમને રેલવે મંત્રીની નિફ્ળતાને લીધે મૃત્યુનો સામનો કરવો પડ્યો.

કમિશન ઑફ રેલવે સેફ્ટી (CRS) દ્વારા રેલવે બોર્ડને સુપરત કરાયેલ સ્વતંત્ર તપાસ અહેવાલમાં જણાવ્યું હતું કે સિગ્નલિંગ કામમાં ક્ષતિઓ હોવા છતાં, જો બે સમાંતર ટ્રેકને જોડતી સ્વીચોની “પુનરાવર્તિત અસામાન્ય વર્તણૂક” હોય તો S&T સ્ટાફ દ્વારા ઉપચારાત્મક પગલાં લેવામાં આવ્યાં હોત. બહાનાગા બજારના સ્ટેશન મેનેજર દ્વારા તેમને અકસ્માત સ્થળ પર જાણ કરવામાં આવી હતી.