Chandrayaan-3: વિક્રમ લેન્ડરે ઉડાડેલી 2.06 ટન ધૂળથી ચંદ્ર પર ચમકદાર આભામંડળ સર્જાયેલું

Chandrayaan-3: ગત તા. 23 ઓગષ્ટ, 2023નો દિવસ અંતરિક્ષના ઈતિહાસમાં ભારત માટે ખૂબ જ ખાસ હતો. તે દિવસે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 (Chandrayaan-3)નું સોફ્ટ લેન્ડિંગ શક્ય બન્યું હતું. લેન્ડર મોડ્યુલે પોતાના લેન્ડિંગ વખતે ત્યાં એક શાનદાર ઈજેક્ટા હેલો (ejecta halo)નું સર્જન કર્યું હતું.  Chandrayaan-3ના લેન્ડરનો કમાલ ઈસરોએ શુક્રવારના રોજ ચંદ્રયાન-3ને લઈ મહત્વની જાણકારી આપી હતી. […]

Share:

Chandrayaan-3: ગત તા. 23 ઓગષ્ટ, 2023નો દિવસ અંતરિક્ષના ઈતિહાસમાં ભારત માટે ખૂબ જ ખાસ હતો. તે દિવસે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 (Chandrayaan-3)નું સોફ્ટ લેન્ડિંગ શક્ય બન્યું હતું. લેન્ડર મોડ્યુલે પોતાના લેન્ડિંગ વખતે ત્યાં એક શાનદાર ઈજેક્ટા હેલો (ejecta halo)નું સર્જન કર્યું હતું. 

Chandrayaan-3ના લેન્ડરનો કમાલ

ઈસરોએ શુક્રવારના રોજ ચંદ્રયાન-3ને લઈ મહત્વની જાણકારી આપી હતી. ઈસરોના કહેવા પ્રમાણે લેન્ડિંગ સમયે ચંદ્રયાન-3ના લેન્ડરે લુનાર મટીરિયલનો શાનદાર ઈજેક્ટા હેલો સર્જ્યો હતો. વિક્રમ લેન્ડરે આશરે 2.06 ટન લુનાર એપિરેગોલિથ એટલે કે ચંદ્રની ધૂળને વાતાવરણમાં ઉડાડી હતી. આ કારણે ત્યાં એક શાનદાર ઈજેક્ટા હેલો (ejecta halo) એટલે કે, ચમકદાર આભામંડળ સર્જાયુ હતું. લેન્ડિંગ થયું તે શિવશક્તિ પોઈન્ટ પર ઉઠેલી આ ધૂળ બાદમાં 108.4 વર્ગ મીટરના ક્ષેત્રમાં ફેલાઈ ગઈ હતી. 

વધુ વાંચો: ISROએ V-D1 ટેસ્ટ વ્હીકલને સફળતાપૂર્વક લોન્ચ કર્યું

ઈસરોએ શેર કરી જાણકારી

ઈસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા એક ડોક્યુમેન્ટ શેર કર્યું છે જેમાં જણાવ્યું છે કે, વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-2ના ઓર્બિટર હાઈ રિઝોલ્યુશન કેમેરા વડે લેન્ડિંગ પહેલા અને પછીની હાઈ-રિઝોલ્યુશન પંચક્રોમેટિક ઈમેજરીની સરખામણી કરી હતી. તેમાં આ ઈજેક્ટા હેલો લેન્ડરની ચારેબાજુ એક ચમકીલા પેચ તરીકે જોવા મળ્યું હતું. 

ભારતના ચંદ્રયાન-3 (Chandrayaan-3) મિશન દ્વારા ચંદ્રમા પર મોકલવામાં આવેલા વિક્રમ લેન્ડરે 23મી ઓગષ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કર્યું હતું. ત્યાર બાદ પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પરના તાપમાન, ખનીજ વગેરેની જાણકારી મોકલી આપી હતી. 

વધુ વાંચો: આદિત્ય L1 પર ISROએ આપ્યું મોટું અપડેટ

ઈસરોના અધ્યક્ષે પ્રજ્ઞાન રોવર, વિક્રમ લેન્ડર માટે શું કહ્યું?

ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે તાજેતરમાં જ ચંદ્રયાન-3 સ્લીપિંગ મોડમાં હોવાની જાણકારી આપી હતી. સાથે જ તે ફરી એક્ટિવ થવાની શક્યતાને નકારી ન શકાય તેમ પણ કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3નો મુખ્ય ઉદ્દેશ્ય સોફ્ટ લેન્ડિંગ હતો. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે 14 દિવસ સુધી ડેટા મોકલ્યા હતા. આમ ચંદ્રયાન-3નો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયો છે. 

ડૉ. એસ સોમનાથે જણાવ્યું હતું કે, પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડરને જે કામ સોંપવામાં આવ્યું હતું તે તેમણે પૂર્ણ કરી દીધું છે. જો હવે તેઓ ઉંઘમાંથી બહાર જ ન આવે તો પણ કોઈ વાંધો નથી. ચંદ્રયાન-3 મિશન સફળ રહ્યું છે. જો રોવર અને લેન્ડરની સર્કિટ ડેમેજ નહીં થઈ હોય તો પ્રજ્ઞાન અને વિક્રમ ફરી સક્રિય બની શકે છે.  

2008માં ચંદ્રયાન-1 લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમાં એક પ્રોબનું ક્રેશ લેન્ડિંગ કરાવાયું હતું જેમાં ચંદ્ર પર પાણીની હાજરીની જાણ થઈ હતી. બાદમાં 2019માં ચંદ્રયાન-2 ચંદ્રની નજીક પહોંચ્યુ હતું પરંતુ લેન્ડિંગ નહોતું કરી શક્યું.