Chandrayaan-3: સમય બદલાઈ ગયો, NASA હવે ભારતની ટેક્નોલોજી મેળવવા આતુર 

Chandrayaan-3: એક સમયે વિશ્વમાં ભારતની છબિ મદારીઓ અને સાધુઓના દેશ તરીકેની હતી. થોડા વર્ષો પહેલા અમેરિકાના પ્રતિષ્ઠિત સમાચાર પત્ર ન્યૂયોર્ક ટાઈમ્સમાં ભારતના સ્પેસ મિશનની મજાક ઉડાડવામાં આવી હતી. ત્યારે હવે વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ ગણાતો અમેરિકા હવે ભારતની સ્પેસ ટેક્નોલોજીમાં રસ દાખવી રહ્યો છે.  ચંદ્રયાન-3 (Chandrayaan-3) મિશન માટે સ્પેસક્રાફ્ટ ડેવલપ કરવામાં આવી રહ્યું હતું તે […]

Share:

Chandrayaan-3: એક સમયે વિશ્વમાં ભારતની છબિ મદારીઓ અને સાધુઓના દેશ તરીકેની હતી. થોડા વર્ષો પહેલા અમેરિકાના પ્રતિષ્ઠિત સમાચાર પત્ર ન્યૂયોર્ક ટાઈમ્સમાં ભારતના સ્પેસ મિશનની મજાક ઉડાડવામાં આવી હતી. ત્યારે હવે વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ ગણાતો અમેરિકા હવે ભારતની સ્પેસ ટેક્નોલોજીમાં રસ દાખવી રહ્યો છે. 

ચંદ્રયાન-3 (Chandrayaan-3) મિશન માટે સ્પેસક્રાફ્ટ ડેવલપ કરવામાં આવી રહ્યું હતું તે સમયે નાસા (NASA)ના વૈજ્ઞાનિકોએ તે ટેક્નોલોજી અંગે ભારતે અમેરિકા સાથે માહિતી શેર કરવી જોઈએ તેવું સૂચન કર્યું હતું. 

વધુ વાંચો: આદિત્ય L1 પર ISROએ આપ્યું મોટું અપડેટ, 16 સેકન્ડમાં કર્યો આ મહત્વપૂર્ણ ફેરફાર

નાસા દ્વારા Chandrayaan-3ની ટેક્નોલોજીની માગણી

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના પ્રમુખ એસ સોમનાથે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામની 92મી જયંતી નિમિત્તે અબ્દુલ કલામ ફાઉન્ડેશનના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હવે સમય બદલાઈ ચુક્યો છે. ભારત સૌથી શ્રેષ્ઠ રોકેટ અને અન્ય ઉપકરણો બનાવવા માટે સક્ષમ છે. આ કારણે જ વડાપ્રધાન મોદીએ સ્પેસ ફીલ્ડને પ્રાઈવેટ પ્લેયર્સ માટે ખુલ્લી મુકી દીધી છે. 

એસ સોમનાથે જણાવ્યું કે, જે સમયે ચંદ્રયાન-3 (Chandrayaan-3) મિશન લોન્ચ કરવામાં આવી રરહ્યું હતું તે સમયે નાસા (NASA)ના વૈજ્ઞાનિકોની એક ટીમ પણ ISROના હેડક્વાર્ટરમાં હાજર હતી. તેઓ ઓછા ખર્ચે તૈયાર થયેલી ભારતીય સ્પેસ સાયન્ટીસ્ટ્સની શ્રેષ્ઠ ટેક્નોલોજી જોઈને ચોંકી ઉઠ્યા હતા. તેમને આશ્ચર્ય થઈ રહ્યું હતું કે, ભારત આટલા ઓછા ખર્ચમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કઈ રીતે જઈ રહ્યું છે. બાદમાં નાસાના વૈજ્ઞાનિકોથી રહેવાયું નહોતું અને તેમણે ભારત પાસે તે ટેક્નોલોજીની માગણી કરી હતી. 

NASAના 5-6 વૈજ્ઞાનિક ભારત આવ્યા હતા

એસ સોમનાથે જણાવ્યું હતું કે, “નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના 5-6 લોકો ઈસરોના હેડક્વાર્ટર ખાતે આવ્યા હતા. અમે તેમને ચંદ્રયાન-3 ટેક્નોલોજી અંગે જણાવ્યું હતું. આ સોફ્ટ લેન્ડિંગ પહેલાની વાત છે. નાસાના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, અમારા પાસે શબ્દો નથી કે શું કહેવું. બધું ખૂબ સારી રીતે થઈ રહ્યું છે.”

અમેરિકાના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, “વૈજ્ઞાનિક ઉપકરણો જુઓ, તે કેટલા સારા અને સસ્તા છે. આ હાઈ ટેક્નોલોજી છે. તમે આ કઈ રીતે તૈયાર કર્યા? તમે આ ટેક્નોલોજી અમેરિકાને શા માટે નથી વેચી દેતા?”

વધુ વાંચો: ISRO ખાતે વડાપ્રધાન મોદીનું સંબોધન, કહ્યું- “ચંદ્રયાન-3 લેન્ડ થયું તે જગ્યા હવેથી શિવશક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે”

સમય બદલાઈ ગયો

એસ સોમનાથે વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે સમય કઈ રીતે બદલાઈ ગયો છે તે જણાવ્યું હતું. તેમણે ભારત સર્વોત્તમ ઉપકરણ, સર્વોત્તમ રોકેટ બનાવવા સક્ષમ હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, માત્ર ઈસરો જ નહીં પણ આજે ભારતની 5 કંપનીઓ રોકેટ અને ઉપગ્રહો બનાવે છે.